लाइव

Gujarat Rain Live Updates: સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાએ ભુક્કા બોલાવી દીધા, રાજકોટમાં 1 કલાકમાં 2.5 ઇંચ વરસાદ

ADVERTISEMENT

ગુજરાતમાં વરસાદના સમાચાર
Gujarat Rain Updates
social share
google news

Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 08:08 PM • 26 Jun 2024
    રાજ્યમાં 12 કલાકમાં કયા કેટલો વરસાદ?

    હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. રાજ્યમાં 12 કલાકમાં 66 તાલુકામાં વરસાદ ખબક્યો. જેમાં સૌથી વધુ કોડીનારમાં 3 કલાકમાં 3 ઇંચ મેઘો વરસયો છે

    વધુ વાંચો:- Gujarat Rains: 12 કલાકમાં 66 તાલુકામાં મેઘરાજાએ બઘટાડી બોલાવી, જાણો ક્યાં કેટલો વરસાદ વરસ્યો

  • 06:14 PM • 26 Jun 2024
    ગોંડલમાં 1 કલાકમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો

    તો ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. એક શહેરમાં એક કલાકમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. તો ગોંડલના ઉમવાળા અંડર બ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે એક સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી. જોકે સદનસીબે સ્કૂલ બસમાં કોઈ વિદ્યાર્થીઓ સવાર નહોતા. આ સાથે એક ટ્રેક્ટર પણ અંડર બ્રિજમાં ફસાઈ ગયું હતું.

  • 06:12 PM • 26 Jun 2024
    જેતપુરમાં બપોર બાદ ધોધમાર વરસાદ

    રાજકોટના જેતપુર શહેર તથા ગ્રામ્ય પંથકમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાગળો વચ્ચે બપોરે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેતપુર શહેર ઉપરાંત ખીરાસરા, મેવાસા, સાંકડી રબારીકા, ગુંદાળા, ચાંપરાજપુર વગેરે ગામોમાં પણ જોરદાર વરસાદ વરસ્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
     

  • 03:18 PM • 26 Jun 2024
    અમરેલીમાં વરસાદ

    બાબરા-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટું
    બાબરાથી રાજકોટ હાઇવે પરના ગામોમાં વરસાદી માહોલ 
    કોટડા પીઠા, આબલીઘાર સહિતના ગામમો વરસાદ
     

  • ADVERTISEMENT

  • 03:15 PM • 26 Jun 2024
    વરસાદે વધારી જૂનાગઢની શોભા

    જૂનાગઢના વિસાવદર પંથકમાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો. મેઘની મહેરબાનીથી ગીરની ગરિમા વધી, કનકાઈ માતાજી મંદિરની આસપાસ સુંદર રમણીય દ્ર્શ્યો સર્જાયા હતા. હિરણ નદી બે કાંઠે વહેતી થતાં ખળખળ અવાજથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

  • 02:30 PM • 26 Jun 2024
    ગુજરાતમાં ધડબડાટી શરૂ, જાણો આપના વિસ્તારમાં આગાહી છે કે નહીં?

     

  • ADVERTISEMENT

  • 02:27 PM • 26 Jun 2024
    રાજ્યના 19 જિલ્લામાં ભારે વરસાદ

    હવામાન વિભાગની આગાહી અનુસાર,રાજ્યના 19 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘરાજાની રમઝટ જોવા મળશે.  કચ્છ, દ્વારકા, જામનગરમાં  પણ  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  ડાયરેક્ટર રામશ્ર્ય યાદવના જણાવ્યા અનુસાર, આજે અને આવતી કાલે સૌરાષ્ટ્રના મોટભાગના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે.  પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામા આવી છે.
     

  • 01:20 PM • 26 Jun 2024
    હવામાન વિભાગની આગાહી

    મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આજે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં 35 થી 45 અને 55 કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂંકાવાની શક્યતા છે. 

    27 જૂન ભારે વરસાદની આગાહી: બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ

    28 જુન ભારે વરસાદની આગાહી: સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી 

    29 જૂન ભારે વરસાદની આગાહી: ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી 

    30 જૂન ભારે વરસાદની આગાહી: નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી

  • 10:06 AM • 26 Jun 2024
    અમરેલીમાં સવારથી વરસાદી માહોલ

    અમરેલીમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. રાજુલામાં સવારથી જ વરસાદી ઝાપડા પડ્યા હતા.

  • 10:06 AM • 26 Jun 2024
    ગુજરાતમાં આજે ક્યાં-ક્યાં વરસાદની આગાહી?

    ગુજરાતમાં આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ તથા દિવમાં વરસાદની આગાહી છે. 

  • 10:04 AM • 26 Jun 2024
    રાજ્યમાં 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ

    રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

follow whatsapp

ADVERTISEMENT