लाइव

Gujarat Rain Updates: ગુજરાતમાં મેઘતાંડવ, અનેક ટ્રેનો રદ્દ, જામનગરમાં લોકમેળો બંધ કરાયો, CMએ લોકોને કરી ખાસ અપીલ

Yogesh Gajjar

ADVERTISEMENT

Gujarat Rain
Gujarat Rain
social share
google news

Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં કઈ કઈ જગ્યાએ વરસાદ પડ્યો અને આગામી દિવસોમાં ક્યાં ક્યાં વરસાદ પડશે તે અંગેની તમામ અપડેટ્સ વાંચો...

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 09:41 PM • 26 Aug 2024
    મોરબીનો મચ્છુ 2 ડેમ 94.90 ટકા ભરાયો

    મોરબીનો જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ 94.90 ટકા ભરાયો છે. ડેમના 6 દરવાજા 4 ફૂટ પર ખોલવામાં આવ્યા છે. ડેમમાં 52120 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. 15108 ક્યુસેક પાણી હાલ ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. હેઠવાસમાં આવતા 34 જેટલા ગામોને એલર્ટ કરવા આવ્યા છે.

  • 09:40 PM • 26 Aug 2024
    ભારે વરસાદને પગલે બિન જરૂરી બહાર ન નીકળવું : રાજકોટ કલેક્ટર

    3 દિવસ ભારે વરસાદને લઈને રાજકોટ જિલ્લા કલેકટરની લોકોને અપીલ કરી છે. કલેક્ટરે જણાવ્યું છે કે, ભારે વરસાદને પગલે બિન જરૂરી બહાર ન નીકળવું, 10 જેટલા ડેમ ઓવરફ્લો થતા અસરગ્રસ્ત વિસ્તારમાં ન જવું, રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હોય તો રસ્તો ન ઓળંગવો, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સેલ્ટર હોમમાં જવું. આ સાથે કલેક્ટરે કહ્યું કે, લોકમેળામાં આવેલા શ્રમિકોને સેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા. સામાજિક સંસ્થાઓ દ્વારા ભોજન અને ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી.

  • 09:37 PM • 26 Aug 2024
    ભારે વરસાદના કારણે રેલવે સેવા ખોરવાઈ

    ગુજરાતમાં ભારે વરસાદના પગલે રેલવે વ્યવહાર ખોરવાયો છે. અનેક ટ્રેનો રદ અને ડાયવર્ડ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર વધુ પડતા પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે.

    રદ કરાયેલી ટ્રેનો:

    1. ટ્રેન નંબર 09400 – અમદાવાદ – 26.08.24ની આણંદ મેમુ ટ્રેન રદ રહેશે.
    2. ટ્રેન નંબર 09315 - વડોદરા - અમદાવાદ 26.08.24ની મેમુ ટ્રેન રદ રહેશે.
    3. ટ્રેન નંબર 09274 – અમદાવાદ – 26.08.24ની આણંદ મેમુ ટ્રેન રદ રહેશે.
    4. 26.08.24ની ટ્રેન નંબર 09327 – વડોદરા - અમદાવાદ મેમુ ટ્રેન રદ રહેશે.
    5. 26.08.24ની ટ્રેન નંબર 09316 – અમદાવાદ – વડોદરા મેમુ ટ્રેન રદ રહેશે.


    ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો:

    1. ટ્રેન નંબર 12917 અમદાવાદ - નિઝામુદ્દીન સુપરફાસ્ટ એક્સપ્રેસ 26.08.2024 ના રોજ આણંદ - ડાકોર - ગોધરા થઈને બદલાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.
    2. ટ્રેન નં. 11465 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ 26.08.2024ના રોજ આણંદ-ડાકોર-ગોધરા થઈને બદલાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.
    3. ટ્રેન નંબર 19309 ગાંધીધામ – ઈન્દોર શાંતિ એક્સપ્રેસ 26.08.2024 ના રોજ આણંદ – ડાકોર – ગોધરા થઈને બદલાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.
    4. ટ્રેન નંબર 12947 અમદાવાદ - પટણા સુપરફાસ્ટ એક્સપ્રેસ 26.08.2024 ના રોજ આણંદ - ડાકોર - ગોધરા થઈને બદલાયેલા રૂટ પર દોડાવવામાં આવશે.
    5. ટ્રેન નંબર 19167 અમદાવાદ - વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ 26.08.2024 ના રોજ આણંદ - ડાકોર - ગોધરા થઈને બદલાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.
    6. ટ્રેન નંબર 04168 અમદાવાદ - આગ્રા કેન્ટ સુપરફાસ્ટ સ્પેશિયલ 26.08.2024 ના રોજ આણંદ - ડાકોર - ગોધરા થઈને બદલાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.
    7. ટ્રેન નંબર 19168 વારાણસી સિટી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ 26.08.2024ના રોજ ગોધરા-ડાકોર-આણંદ થઈને બદલાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.
    8. ટ્રેન નંબર 16337 ઓખા - એર્નાકુલમ એક્સપ્રેસ 26.08.24 ના રોજ આણંદ - ડાકોર - ગોધરા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.
    9. ટ્રેન નંબર 12010 અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ આણંદ - ડાકોર - ગોધરા - વડોદરા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.

    ટૂંકી અવધિ/ટૂંકી ઉદ્દભવતી ટ્રેનો:

    1. ટ્રેન નં. 09496 અમદાવાદ-વડોદરા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર તારીખ 26.08.2024 ના રોજ આણંદ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે.
    2. ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ તારીખ 26.08.2024 ના રોજ આણંદ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે.
    3. ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ તારીખ 26.08.2024 આણંદ સ્ટેશનથી ટૂંકી હશે.
    ,

  • 07:42 PM • 26 Aug 2024
    જામનગરનો લોકમેળો વરસાદમાં ધોવાયો

    જન્માષ્ટમી નિમિત્તે જામનગરના પ્રદર્શ/ન મેદાન અને રંગમતી નાગમતી નદીના પટમાં લોક મેળાનું આયોજન કરવામાં આવેલ હતું, જીલ્લામાં ભારે વરસાદને ધ્યાને લેતા આ લોક મેળો તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે. બુધવાર સુધી બન્ને લોક મેળા બંધ રાખવા જામનગર મહાનગરપાલિકાએ એક યાદીમાં જણાવેલ છે, જામનગર નો લોક મેળો શરૂઆત થી જ સુરક્ષાને લઇને વિવાદમાં રહેલ અને 48 કલાકમાં વરસાદ ને ધ્યાને રાખીને બંધ કરવામા આવેલ છે

  • ADVERTISEMENT

  • 06:27 PM • 26 Aug 2024
    ગૃહમંત્રી અમિતભાઈ શાહે CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત

    રાજ્યમાં ભારે વરસાદના પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી. ગુજરાતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની વિગતો મેળવી. તેમણે રાજ્યમાં જરૂર જણાયે બચાવ રાહત અને આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્રીય દળોની વધુ મદદ મોકલવા સહિતની જરૂરી સહાયતા માટે ખાતરી હતી.
     

  • 06:04 PM • 26 Aug 2024
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને કરી ખાસ અપીલ

    સમગ્ર ગુજરાતમાં હાલ અતિભારે વરસાદ પડી રહ્યો છે, જેને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને ખાસ અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નદી-નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું હોય ત્યારે કોઈપણ વ્યક્તિ તે ક્રોસ ના કરે કે તેમાં ના જાય. સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી ચેતવણી કે સૂચનાઓનું આપ સૌ પાલન કરશો. બચાવ-રાહતની કામગીરીમાં તંત્રને પૂરો સહયોગ કરો તેવી આગ્રહભરી અપીલ કરું છું. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આપણે સો સાવચેત રહીએ, સાવધાન રહીએ, પાણીના સ્ત્રોતોથી દૂર રહીએ.

     

  • ADVERTISEMENT

  • 06:02 PM • 26 Aug 2024
    દાહોદમાં બે દિવસ પ્રાથમિક શાળા બંધ

    દાહોદમાં વધુ વરસાદના કારણે આગામી તા.27 અને 28 ઓગષ્ટ એમ બે દિવસ આંગણવાડી અને પ્રાથમિક શાળા બંધ રહેશે.

  • 04:35 PM • 26 Aug 2024
    પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે રજા

    રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરાઈ 

    ભારે વરસાદ અને આગાહીને પગલે શિક્ષણ વિભાગનું નિર્ણય

  • 11:10 AM • 26 Aug 2024
    સુરેન્દ્રનગરમાં 80 ફૂટ રોડની સોસાયટીઓમાં પાણી ભરાયા

    સુરેન્દ્રનગરના દુધરેજ-વઢવાણ શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ઘરોમાં પાણી ભરાયા હતા. શહેરની 80 ફુટ રોડની સોસાયટીઓમાં ઢીંચણ સમા પાણી ભરાતા અનેક લોકો પરેશાન થયા હતા. શહેરના વોર્ડ નંબર 4 વિસ્તારમાં રોડ પર તેમજ ઘરોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી થઈ હતી.

  • 10:57 AM • 26 Aug 2024
    નર્મદા નદીનું જળસ્તર વોર્નિંગ લેવલ સુધી પહોંચ્યું

    ભરૂચ નજીક નર્મદા નદીની જળ સપાટી 22 ફૂટે પહોંચી છે. નદીમાં પાણીનું સ્તર ચેતવણીના સ્તરને સ્પર્શ્યું છે. નર્મદા નદીનું ડેન્જર લેવલ 24 ફૂટ છે. સરદાર સરોવર ડેમમાંથી 3.50 લાખ ક્યુસેક પાણી છોડવાને કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે.

  • 10:18 AM • 26 Aug 2024
    સંત સરોવરમાંથી સાબરમતીમાં પાણી છોડાયું

    ગાંધીનગરમાં ઘ-ચાર અંડરપાસ સ્વિમિંગ પૂલ બન્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. તો ઉપરવાસમાં અને ગાંધીનગરમાં વરસાદના કારણે સંતસરોવરમાં પાણીની આવકમાં વધારો થયો છે. જેના પગલે સંત સરોવરના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

  • 10:10 AM • 26 Aug 2024
    ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે

    સુરત: ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવકના પગલે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 2 લાખ 47 હજાર 261 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમના 15 દરવાજા 10.05 ફૂટ ખોલવામાં આવ્યા હતા, જે બાદ તાપી નદી બે કાંઠે વહેતી થઈ હતી. નદીના ઘાટ પર લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.

     

     

  • 10:08 AM • 26 Aug 2024
    પૂર્વ અમદાવાદમાં ખારીકટ કેનાલ ઓવરફ્લો

    અમદાવાદમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. જે બાદ પૂર્વના અનેક વિસ્તારો વરસાદી પાણીમાં ડુબ્યા હતા. જશોદાનગરથી મણિનગર ગોરના કુવા તરફ જતી ખારીકટ કેનાલ ઓવરફોલ થતા આસપાસની નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. કેનાલની બંને તરફ આવેલ નેશનલ હાઈવે નંબર-8 પર પાણી ફરી વળ્યા હતા. હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું હતું. ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડના તમામ રોડ પર ઘરોના ઓટલાઓ સુધી પાણી ફરી વળ્યા હતા. ભાઈપુરા વોર્ડમાં અનેક સોસાયટીઓ વરસાદી પાણીથી તરબતર થઈ હતી.

     

     

  • 10:02 AM • 26 Aug 2024
    છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ

    રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 244 તાલુકાઓમાં મેઘમહેર થઈ હતી. જેમાં નવસારીના ખેરગામમાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ડાંગ-આહવામાં 10 ઈંચ, કપરાડામાં 10 ઈંચ, વઘઈમાં સાડા નવ ઈંચ વરસાદ પડ્યો હતો. 

follow whatsapp

ADVERTISEMENT