Gujarat Rain Live Updates: નવસારી-ભરૂચમાં શાળા-કોલેજોમાં રજાઓ જાહેર, બનાસકાંઠામાં વીજળી પડતા બે બાળકોના મોત
Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.
ADVERTISEMENT
Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 10:07 AM • 24 Jul 2024છેલ્લા 24 કલાકમાં ક્યાં પડ્યો સૌથી વધુ વરસાદ?
છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યના 206 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના ઉપરપાડા અને પલસાણામાં સૌછી વધુ વરસાદ પડ્યો હતો. ઉમરપાડામાં 10.86 ઈંચ તો પલસાણામાં 10 ઈંચ વરસાદ નોંધાયો હતો. નવસારીમાં ખેરગામમાં પણ 10 ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં 9 ઈંચ, સુરતના કામરેજમાં 8.22 ઈંચ, બારડોલીમાં 9 ઈંચ, દ્વારકામાં 7.44 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
- 09:53 AM • 24 Jul 2024બગસરામાં 6 ઈંચ વરસાદથી શહેર પાણી-પાણી
અમરેલીના બગસરા પંથકમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. બગસરા પંથકમાં 6 ઇંચ વરસાદથી શહેર પાણી-પાણી થયું હતું.વહેલી સવારથી ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જો બગસરા-અમરેલી સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા હતા. વરસાદના પગલે બગસરાના મુંજ્યાસર ડેમમાં 4 ફૂટ નવા નીરની આવક થઈ હતી.
- 09:49 AM • 24 Jul 2024ભરૂચમાં શાળા-કોલેજોમાં રજા જાહેર
ભારે વરસાદ તેમજ હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ એલર્ટ ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે તા.24/07/2024 બુધવારના રોજ ભરૂચ જિલ્લાના જંબુસર, આમોદ, વાગરા સિવાય તમામ તાલુકાના આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI માં શિક્ષણકાર્ય બંધ રાખવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટરે આદેશ જારી કર્યો છે. જોકે ઓનલાઈન શિક્ષણકાર્ય ચાલુ રાખી શકાશે.
છેલ્લા 24 કલાકમાં વરસેલ વરસાદના આંકડા પર નજર
- જંબુસર 9 મી.મી.
- આમોદ 5 મી.મી.
- વાગરા 11 મી.મી.
- ભરૂચ 1 ઇંચ
- ઝઘડિયા 3 ઇંચ
- અંકલેશ્વર 1.5 ઇંચ
- હાંસોટ 4 ઇંચ
- વાલિયા 3.5 ઇંચ
- નેત્રંગ 1.5 ઇંચ
- 09:47 AM • 24 Jul 2024જૂનાગઢ જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે વરસાદ
જૂનાગઢ જિલ્લાને સતત છઠ્ઠા દિવસે વરસાદે ઘમરોળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં પડેલા વરસાદની વાત કરીએ તો વિસાવદરમાં 9 ઇંચ, વંથલી 3.5 ઇંચ, મેંદરડા 3 ઇંચ, કેશોદ 6.5 ઇંચ, જૂનાગઢ 3.5 ઇંચ, માણાવદર 3.5 ઇંચ, માળીયા 2 ઇંચ, ભેસાણ 3 ઇંચ, માંગરોળમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો.
- 09:44 AM • 24 Jul 2024બનાસકાંઠામાં વીજળી પડતા બે બાળકોના મોત
હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદ શરૂ થયો હતો. દરમિયાન સુઈગામમાં વરસાદના કારણે વીજળી પડતા બે બાળકોના મોત નિપજ્યા હતા. હાલમાં મૃતકોના મૃતદેહોને સુઈગામ રેફરલમાં પીએમ અર્થે ખસેડાયા છે. બે બાળકોને મોત થતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.
- 09:43 AM • 24 Jul 2024નવસારીમાં ભારે વરસાદથી શાળા-કોલેજોમાં રજાઓ
દક્ષિણ ગુજરાતમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવસારીમાં ભારે વરસાદથી અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ચિખલી નદીના તટ પર તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ડૂબી ગયું છે. જિલ્લા પ્રશાસને શાળા-કોલેજોમાં રજાઓ જાહેર કરી દીધી છે.
નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ પડ્યો હતો
- નવસારી 6 ઇંચ
- જલાલપોર 5.5 ઇંચ
- ગણદેવી 5 ઇંચ
- ચીખલી 4.5 ઇંચ
- વાંસદા 7 ઇંચ
- ખેરગામ 10 ઇંચ
ડાંગ જિલ્લામાં 24 કલાકમાં પડેલો વરસાદ
- આહવા 6 ઇંચ
- સાપુતારા 3.5 ઇંચ
- વઘાઈ 7.5 ઈંચ
- સુબીર 5 ઇંચ
ADVERTISEMENT
ADVERTISEMENT