लाइव

Gujarat Rain LIVE Updates: છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ, આગામી 6 દિવસ ગુજરાત પર ભારે

ADVERTISEMENT

Gujarat Rain
Gujarat Rain
social share
google news

Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 10:10 AM • 12 Aug 2024
    નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડાતા ગામોને એલર્ટ કરાયા

    સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી વધતા નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે નર્મદાના કિનારાના ચાંદોદ, કરનાળી, નંદેરીયા અને ભીમપુરા ગામોને અલર્ટ કરાયા છે. નર્મદા નદી હાલ ભયનજક સપાટીથી દૂર છે, પરંતુ મલ્હારરાવ ઘાટના 108 પગથિયા પૈકી 53 જેટલા પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. 

  • 10:07 AM • 12 Aug 2024
    રવિવારે ક્યાં સૌથી વધુ વરસાદ નોંધાયો?

    છેલ્લા 24 કલાકમાં રાજ્યના 153 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં આણંદના આંકલાવમાં દોઢ ઈંચ, નવસારીના ખેરગામમાં સવા ઈંચ, ગાંધીનગરના દહેગામમાં 1 ઈંચ, વડોદરામાં પોણો ઈંચ, વાઘોડિયામાં પોણો ઈંચ, વાલિયામાં પોણો ઈંચ, પેટલાદ, વલસાદ, હળવદ, ગરુડેશ્વરમાં પોણો-પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. 

  • 10:05 AM • 12 Aug 2024
    ગુજરાતમાં 6 દિવસ વરસાદની આગાહી

    ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા 6 દિવસ માટે રાજ્ય ભરમાં વરસાદની આગાહી કરાઈ છે. ખાસ કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ રહી શકે છે. સૌરાષ્ટ્ર તથા કચ્છના ભાગમાં પણ છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે.

follow whatsapp

ADVERTISEMENT