Gujarat Rain Live Updates: બાબરામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, એક કલાકમાં દોઢથી બે ઈચ વરસાદ પડ્યો; રસ્તાઓ પાણી-પાણી
Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અટડેટ ગુજરાત તક પર વાંચતા રહો.
ADVERTISEMENT
Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અટડેટ ગુજરાત તક પર વાંચતા રહો.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 04:15 PM • 23 Jun 2024Gujarat Rain: રાજકોટના ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં પલટો
અમરેલી બાદ રાજકોટના ગ્રામ્ય પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગોંડલના સીમ વિસ્તાર મોટા ઉમવાળા, નાના ઉમવાળા, અનિડા ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આ સાથે જ જેતપુરના ગ્રામ્ય પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે.પેઢલા, મંડલીકપૂર, ગુંદાળા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
- 02:30 PM • 23 Jun 2024Gujarat Rain: બાબરાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ
બાબરા ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. બાબરાના વાવડા ગામે એક કલાકમાં દોઢથી બે ઈચ જેટલો વરસાદ ખાબક્યો છે. વાવડા ગામની બજારોમાં ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા છે. વાવડા ગામના ખેતરો પણ ચારે તરફ પાણી-પાણી થઈ ગયા છે. બાબરા પંથકમાં સારો વરસાદ પડતા જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો છે.
- 02:21 PM • 23 Jun 2024લાઠીના ગ્રામિણ પંથક વરસાદી માહોલ
લાઠીના ગ્રામિણ પંથક વરસાદી માહોલ જામ્યો છે. દામનગર થઈ ગારીયાધાર રોડ પર આવેલા પાડર શીગા સહિતના ગામમો વરસાદ શરૂ થયો છે. સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
- 12:19 PM • 23 Jun 2024સાર્વત્રિક વરસાદની સંભાવના
હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાત રાજયનાં વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેને પગલે આજે ગુજરાતના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘગર્જના સાથે ભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત છેલ્લા ત્રણ દિવસથી હવામાન વિભાગે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવી છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઘણાખરા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. જ્યારે કચ્છમાં છુટા છવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં વરસી શકે છે.
- 11:33 AM • 23 Jun 2024Gujarat Rain: પરેશ ગોસ્વામીએ કરી વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે. તેમણે આજથી ગુજરાતમાં ચોમાસું વધારે સક્રિય થવાની આગાહી દર્શાવી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, 23મીએ સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગ, આહવા, બિલીમોરા, આહવા, છોટાઉદેપુરમાં વરસાદી ગતિવિધિ તેજ થઇ જશે અને અહીં સારા વરસાદ નોંધાય તેવી શક્યતા દેખાઇ રહી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢના અમુક ભાગ તથા રાજકોટની આસપાસના ગોંડલ આસપાસના અમુક ભાગ એવા હશે કે જ્યાં આવતીકાલે વરસાદની શક્યતા રહેલી છે.
- 10:09 AM • 23 Jun 2024Gujarat Rain: અરવલ્લીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
અરવલ્લીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. માલપુર પંથકમાં વરસાદની શરુઆત થઈ છે. સજ્જનપુરાકંપા, ગોવિંદપુરાકંપા વણઝારીયા, ધીરાખાંટના મુવાડા, મેઘરજના લીંબોદરા, ભૂંજરી, કૃષ્ણપુર સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. દિવસભરના ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થતાં ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ છે.
- 10:05 AM • 23 Jun 2024Gujarat Rain: આજે ક્યા વિસ્તારોમાં વરસાદની આગાહી?
હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં બરાબરનો વરસાદી માહોલ જામશે. રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કારઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ આવશે. તો સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, ભાવનગર, બોટાદમાં અતિભારે વરસાદ આવશે. 24 જૂન બાદ રાજ્યમાં વરસાદની ગતિ વધશે.
- 09:59 AM • 23 Jun 202424 કલાકમાં 78 તાલુકાઓમાં નોંધાયો વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધારે સૌથી વધુ તાપીના કુકરમુંડામાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે તાપીના વ્યારા, વલસાડ, બોડેલી, તાપીના નિઝર, નર્મદાના સાગબારામાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે સુરતના માંગરોલ, સુરતના મહુવા, સુરત, વાલીયા, નસવાડી, હાલોલ અને ઉમરગામમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
- 09:58 AM • 23 Jun 2024Gujarat Rain: અમદાવાદમાં પલટાયું વાતાવરણ
Gujarat Rain Update: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે અમદાવાદમાં આજ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. સૂરજદાદા વાદળની પાછળ ઢંકાઈ ગયા છે. જેના કારણે આખા શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. તો વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે.
- 09:56 AM • 23 Jun 2024Gujarat Rain Live Update: ગુજરાતમાં વરસાદી માહોલ
Gujarat Rain Live Update: ગુજરાતમાં ચોમાસાનો આરંભ થઈ ચૂક્યો છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી પ્રવેશેલું ચોમાસું ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. આજે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT