Gujarat Rain Live Updates: આજથી 5 દિવસ ઉત્તર-મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.
ADVERTISEMENT
Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 01:17 PM • 22 Jul 2024સુરત-નવસારી રોડ પર પાણી ભરાયા
સુરતમાં સતત બીજા દિવસે ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે સુરત-નવસારી રોડ પર પાણી ભરાઈ ગયા હતા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી.
- 01:15 PM • 22 Jul 2024ભાખરવડ ડેમમાંથી વૃદ્ધનો મૃતદેહ મળ્યો
જૂનાગઢમાં ફરી ભારે વરસાદ વરસતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. માણાવદરના જિંજરી ગામમાં ધુંધવી નદીના પાણી ઘુસી ગયા હતા. બીજી તરફ ગઇકાલે માળિયાહાટીના વૃદ્ધ પાણીમાં તણાયા હતા. હવે ભાખરવડ ડેમમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યા છે. જે બાદ 108 મારફતે માળિયા સિવિલ હોસ્પિટલ મૃતદેહને મોકલાયો છે.
- 10:45 AM • 22 Jul 2024ઉપલેટાના લાઠ ગામમાં આભ ફાટ્યું
રાજકોટ: ઉપલેટાના લાઠ ગામમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. આજે સવારથી 2 કલાકમાં 11 ઇંચ વરસાદ પડ્યો હોવાનો સરપંચનો દાવો છે અને હજુ પણ અનરાધાર વરસાદ ચાલુ છે. વરસાદના કારણે વાહન વ્યવહાર બંધ છે, દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે.
- 09:52 AM • 22 Jul 2024સવારે 6થી 8માં ક્યાં કેટલો વરસાદ?
સવારે 6થી 8 વાગ્યા સુધી 2 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ, ગીર સોમનાથના ગીર ગઢડામાં 2.55 ઈંચ, જૂનાગઢના કેશોદમાં અઢી ઈંચ, સુરતના ઉમરપાડામાં 2 ઈંચ, માણાવદરમાં 1.65 ઈંચ વરસાદ નોંધાયો છે.
- 09:42 AM • 22 Jul 2024વલસાડના ઉમરગામમાં 8.11 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 8.11 ઈંચ, સુરતના કામરેજમાં 6 ઈંચ, પલસાણામાં 6 ઈંચ, સુરત શહેરમાં 6 ઈંચ, તાપીના નિઝરમાં સાડા પાંચ ઈંચ, સુરતના મહુવામાં 5 ઈંચ, નવસારીમાંથી 5 ઈંચ, ભરૂચના અંકલેશ્વરમાં સાડા ચાર ઈંચ, વલસાડના પારડીમાં સાડા ચાર ઈંચ વરસાદ, તો સુરતના ઓલપાડ અને બારડોલીમાં 4-4 ઈંચ વરસાદ નોંધાયો હતો.
- 09:38 AM • 22 Jul 2024ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થવાની છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી 22મી જુલાઈથી 26મી જુલાઈ સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT