लाइव

Gujarat Rain LIVE Updates: ગુજરાતમાં ઠેર-ઠેર વરસાદે સર્જી તારાજી, ખેડૂતોએ તૈયાર કરેલા પાકને ભારે નુકસાન

ADVERTISEMENT

Gujarat Rain LIVE Updates
ગુજરાત વરસાદ લાઈવ અપડેટ
social share
google news

Gujarat Rain LIVE Updates: ગુજરાતમાં અત્યારે ભરઉનાળામાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી 40-42 ડિગ્રી ગરમીની વચ્ચે મધ્યપ્રદેશમાં સર્જાયેલા ચક્રવાતને કારણે સૌરઠ, મધ્ય અને ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું તૂટી પડ્યું હતું. ભારે પવનની સાથે વરસાદ તૂટી પડતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાઈ થયા હતા. તેમજ મકાનો, દુકાન ઉપર રાખેલા પતરા, બોર્ડ પણ ઉડ્યા હતાં. તો વીજળી પડતા સુરેન્દ્રનગર, ગાંધીનગર અને દાહોદમાં વીજળી પડતા ત્રણ લોકોના મૃત્યુ પણ નિપજ્યાં હતા. ત્યારે હજુ પણ ગુજરાતના માથેથી કમોસમી વરસાદનું સંકટ ટળ્યું નથી, હજુ પણ ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી છે. 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 05:15 PM • 14 May 2024
    વરસાદથી કેરીના પાકને ભારે નકસાન, ખેડૂતોની સહાયની માંગ

    હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી સાચી પડી છે. ગુજરાતમાં ગઈકાલે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ-ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ગઈકાલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. ભર ઉનાળે ખાબકેલા વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાની છે. ખાસ કરીને જૂનાગઢના વિસાવદર, વંથલી સહિતના અનેક ગ્રામ્ય પંથકમાં કેરીના પાકને ભારે નુકસાન થયું છે. એક તરફ કેરીનો પાક મોડો આવ્યો છે અને બગીચાઓમાં કેરી ઓછી આવી છે. તેમાં પણ ગઈકાલે ભારે પવન ફૂકાતા મોટા ભાગની કેરીઓ ખરી પડતા ખેડૂતોને નુકસાની થઇ છે. ત્યારે હવે ખેડૂતો સરકાર પાસે અચાનક આવેલી કુદરતી આફતને લઈ સહાયની માંગ કરી રહ્યા છે.

     

  • 04:20 PM • 14 May 2024
    અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ

     આગામી 24 કલાક અનેક જિલ્લામાં વીજળી અને વરસાદના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અને કાલે એમ બે દિવસ વીજળી અને વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

     

  • 04:18 PM • 14 May 2024
    નર્મદા નદીમાં ડૂબ્યા 8 લોકો

    ચાણોદ પાસે પોઈચા ખાતે આવેલી નર્મદા નદીમાં નાહવા પડેલા આઠ પ્રવાસીઓ ડૂબ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ અંગેની જાણ થતાં ઉચ્ચ અધિકારઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. આ પ્રવાસીઓ મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલ સુરતમાં રહેતા હતા. આ લોકોને બચાવવા માટે સ્થાનિક નાવિકો પણ નદીમાં કૂદ્યા હતા. હાલ નર્મદા નદીમાં લાપતા લોકોની શોધખોળ ચાલી રહી છે.

  • 03:20 PM • 14 May 2024
    ખેડૂતોની વ્હારે આવ્યા સુરેશ પાનસુરીયા

    અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાનના વળતર ચૂકવવાની માંગ ઉઠી છે. અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને નુકસાનીનું વળતર ચૂકવવા રજૂઆત કરી છે. આપને જણાવી દઈએ કે, ગઈકાલે પડેલા કમોસમી વરસાદથી અમરેલી જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાની થઈ છે. જગતના તાતને વળતર ચૂકવવા જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષે રજૂ.

  • ADVERTISEMENT

  • 02:24 PM • 14 May 2024
    કમોસમી વરસાદને કારણે નુકશાન વેઠવાનો વારો આવ્યો

    હવામાન વિભાગની આગાહીનાં પગલે ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો, ગઈકાલે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ વરસી પડયો હતો, ભાવનગર જિલ્લાના સોનગઢ, ઉમરાળા, વલ્લભીપુર અને ભાલના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને નુકસાન થયું છે, સોનગઢ પંથકમાં ખેડૂતો આંબા, લીંબુ, જમરૂખ સહિતના બાગાયતી પાકનું વાવેતર કરતા હોય છે, જેમાં ગઈકાલે ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ વરસી પડતા કેરીના પાકને નુકસાન થયું છે, ભારે પવનના કારણે પાકવાની અણી ઉપર આવેલો પાક ખરી પડતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

     

  • 02:10 PM • 14 May 2024
    વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી

    હવામાન વિભાગે આજે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આજે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આજે સમગ્ર રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી છે. તો આવતીકાલે રાજકોટ, ભાવનગર, ગીરસોમનાથ, દ્વારકા, અમરેલી,મોરબી, જૂનાગઢ, દીવ,સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છુટા છવાયા વરસાદની આગાહી છે. આ દરમિયાન 30-40 kmphની ઝડપે પવન ફૂંકાશે.

  • ADVERTISEMENT

  • 12:40 PM • 14 May 2024
    વરસાદના કારણે ઉનાળુ પાકને ભારે નુકસાન થયું

    Unseasonal Rain: બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં સોમવારે વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉનાળુ બાજરી સહિતના પાકને ભારે નુકસાન થયું છે. બનાસકાંઠાના દાંતાના અનેક વિસ્તારમાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અમીરગઢ, વડગામમાં ભારે પવન સાથે માવઠુ પડ્યું હતું. માવઠાના કારણે ખેડૂતોના ખેતરમાં ઉભેલા ઉનાળુ બાજરીનો પાક નમી જતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું હતું.

  • 12:35 PM • 14 May 2024
    નુકસાનીનો સર્વે કરવાનો આદેશ

    ગઈકાલે રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. આ વરસાદ)ને પગલે ગરમીમાં તો રાહત મળી પણ અનેક જગ્યાએ ખેતીના પાકને નુકસાન થયાના અહેવાલ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના કેરી, કપાસ સહિતના પાકને મોટું નુકસાન થયું છે. ત્યારે હવે ગુજરાતમાં માવઠાની નુકસાનીનો સર્વે કરવાનો કૃષિ મંત્રીએ આદેશ આપ્યો છે. ખેતીવાડી વિભાગને નુકસાનીનો સર્વે કરવાનો કૃષિ મંત્રીએ આદેશ આપ્યો છે. 

  • 11:17 AM • 14 May 2024
    સુરતમાં સર્જાયો અકસ્માત

    સુરતમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે પીપલોદ વિસ્તારમાં ગાડીનો અકસ્માત સર્જાયો હતો. ડુમસ રોડ પર આવેલ ઈસ્કોન મોલ નજીક મહિલાએ કાર ડીવાઈડર પર ઘુસાડી દીધી હતી. ભારે પવનના કારણે રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડતા વિઝીબિલીટી ઘટી ગતી. જેના કારણે મહિલાએ કારનું સંતુલન ગુમાવ્યું હતું અને કાર ડિવાઈડર પર ઘુસાડી દીધી હતી. જોકે, આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નહોતી.

  • 11:12 AM • 14 May 2024
    વીજળી પડતા ત્રણ લોકોના મૃત્યુ

    Gujarat Rain: ગુજરાતમાં ગઈકાલે પડેલા આફતના વરસાદને કારણે ભારે નુકસાન થયાના અહેવાલ છે. ગઈકાલે ભારે પવન સાથે વરસાદ પડતા અનેક જગ્યા વૃક્ષો ધરાશાયી થયા હતા. તો કેટલીક જગ્યાએ પતરા પણ ઉડ્યા હતા. ગુજરાતમાં 24 કલાકમાં ત્રણ અલગ અલગ જગ્યાએ વીજળી પડતા ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યાં છે. ગાંધીનગર, સુરેન્દ્રનગર અને દાહોદ જિલ્લામાં વીજળી પડવાથી ત્રણનાં મોત થયા છે. તો રાજ્યમાં ગઈકાલે ભારે વાવાઝોડા અને કમોસમી વરસાદને પગલે 40થી વધુ પશુઓના મૃત્યુ નોંધાયા છે. 

     

     

  • 11:07 AM • 14 May 2024
    હજુ 3 દિવસ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી

    ગુજરાતમાં સોમવારે અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઠેર-ઠેર ભારે પવન સાથે વરસાદ તો ક્યાંક કરા વૃષ્ટિ થઈ હતી. આ વચ્ચે રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદથી રાહતની નહીં મળે. હવામાન વિભાગ દ્વારા હજુ 3 દિવસ સુધી ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી છે. ખાસ કરીને 10 જિલ્લાઓમાં આજે વરસાદનું સંકટ છે. 14 મેના રોજ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ તથા દીવમાં ગાજવીજ સાથે છૂટા છવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે. 15 મેના રોજ અમદાવાદ, આણંદ, ભરૂચ અને સુરતમાં, ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. તો 16 મેના રોજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. 

  • 11:05 AM • 14 May 2024
    24 કલાકમાં 114 તાલુકામાં નોંધાયો વરસાદ

    ગઈકાલે રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. આ વરસાદ (Rain)ને પગલે ગરમીમાં તો રાહત મળી પણ અનેક જગ્યાએ ખેતીના પાકને નુકસાન થયાના અહેવાલ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 114 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં અમરેલીના સાવરકુંડલામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. તો ભરૂચના નેત્રંગ તાલુકામાં બે ઈંચ, નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તથા ભરૂચના વડીયા તાલુકામાં દોઢ ઈંચ, નર્મદાના તીલકવાડા તાલુકામાં દોઢ ઈંચ, અમરેલી તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 

  • 11:01 AM • 14 May 2024
    વીજળી ગુલ થતાં અંધાર પટ છવાયો

    જૂનાગઢમાં પંથકમાં મોડી રાતે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના લીધે ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. તો અચાનક વીજળીના કડાકા ભડાકા શરૂ થયા હતા. ભારે પવનના કારણે શહેરમાં લગાવેલા હોર્ડિંગ્સ પણ હવામાં ઉડ્યા હતા. ભારે પવનના કારણે શહેરમાં લગાવેલા મોટા હોર્ડિંગ્સથી લોકોમાં ભય જોવા મળ્યો હતો. તો ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થતા અંધાર પટ છવાયો હતો.

     

     

follow whatsapp

ADVERTISEMENT