ફરી ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ, આ તારીખથી રાજ્યમાં માવઠા આગાહી
Gujarat Weather Update : ગુજરાતમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે. તો બીજી તરફ રાજ્યમાં ઠંડીના મોસમ વચ્ચે ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.…
ADVERTISEMENT
Gujarat Weather Update : ગુજરાતમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે. તો બીજી તરફ રાજ્યમાં ઠંડીના મોસમ વચ્ચે ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 7થી 10 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે.
આ બે દિવસ ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી
રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ હવામાન વિભાગ અનુસાર આજથી જ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. ઉપરાંત 7થી 10 જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. 7 અને 8 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં માવઠાની અસર જોવા મળી શકે છે.
આ વિસ્તારમાં પડી શકે છે માવઠું
હવામાન વિભાગની જાણકારી અનુસાર મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. મહેસાણામાં કમોસમી વરસાદનું જોર વધુ રહી શકે છે. વરસાદની આગાહીથી ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે. કમોસમી વરસાદથી ફરી પાક બરબાદીની સમસ્યા ખેડૂતોને સતાવી રહી છે.
ADVERTISEMENT
રાજ્યમાં ઠંડીનો હાલ કેવો?
રાજ્યમાં કડકકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. 8.8 ડિગ્રી સાથે નલિયામાં સૌથી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. રાજ્યના 7 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી છે. તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયુ છે.
5 જાન્યુઆરી બાદ તાપમાનમાં ધટાડો નોંધાશે
આગામી દિવસોમાં રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની આગાહી છે. રાજ્યમાં 5 જાન્યુઆરી બાદ તાપમાનમાં ધટાડો નોંધાશે. દિવસ-રાતના તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો થશે. દિવસે પણ ઠંડીના ચમકારાનો લોકોને અનુભવ થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT