બાબા બાગેશ્વરને લઈ ગુજરાતનું રાજકારણ ગરમાયું કોંગ્રેસે કહ્યું ચૂંટણી જીતવા ”બાબા” ને મેદાને ઉતાર્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: લોકોના મનની વાત જાણવાનો દાવો કરનાર બાબા બાગેશ્વર ગુજરાતમાં ત્રણ દિવ્ય દરબાર યોજવા જઇ રહ્યા છે. આ દરમિયાન બાબાના દરબાર પહેલા રાજકોટ, સુરત અને અમદાવાદથી વિવાદ સર્જાયો હતો. હવે બાબાના દરબારને લઈ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસે કહ્યું છે કે, મોંઘવારી, બેરોજગારી, આર્થિક ડામાડોળ સ્થિતિ સહિત જનતાના મૂળ મુદ્દાઓ ઉકેલવામાં સદંતર નિષ્ફળ નીવડેલ ભાજપા ચૂંટણી જીતવા માટેની રણનિતીના ભાગરૂપે વધુ એક વખત “”બાબા” ને આગળ કરીને જનતાનું ધ્યાન ભટકાવવાના કાર્યક્રમો શરૂ થઈ રહ્યાં છે.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે , 2014ની લોકસભા ચૂંટણી પહેલા અન્ન હજારે, બાબા રામદેવ સહિતના આંદોલનો કરીને દેશમાં ભાજપાએ સત્તા મેળવી.2019માં લોકસભાની ચૂંટણી પહેલા બાબા રામદેવ, શ્રીશ્રી રવિશંકર સહિતના બાબાઓના માધ્યમથી ભાજપા એ સત્તા મેળવી.

લોકસભા 2014 અને 2019 પછી 10 વર્ષના સત્તામાં રહેનાર ભાજપાએ જનતાને જે જે વચનો આપ્યા હતા તે આજે જવાબ ન હોવાથી ફરી એકવારની એજ રણનિતીના ભાગરૂપે “બાબા” ઓ “દિવ્યદરબાર” આયોજન થઈ રહ્યા છે. “બાબા” ની સભાના આયોજક માં સુરત ખાતે ભાજપાના ધારાસભ્ય છે. રાજકોટ અને અમદાવાદમાં આયોજકના કોની સાથે સંબંધ છે. તે સમગ્ર દેશમાં જ્યાં જ્યાં “બાબા” ના દરબારો યોજાઈ રહ્યા છે તે માટે કોણ કોણ સંત્રી-મંત્રી મદદ કરી રહ્યા છે તે તપાસ નો વિષય છે.

ADVERTISEMENT

પૂછ્યા સવાલો

  • ગુજરાતના ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના બાળકોને પરવડે તેવી ફીમાં ગુણવત્તા સાથે શિક્ષણ ક્યારે મળશે ? સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ૩૨૦૦૦ શિક્ષકોની જગ્યા ક્યારે ભરાશે ? તે આપ દિવ્ય વાણીથી ગુજરાતની જનતાને જણાવવા કૃપા કરશો.
  • ગુજરાતમાં સરકારી ભરતીમાં વારંવાર પેપર ફોડના ગેરરીતિ કરનાર, ચમરબંધી કૌભાંડીઓ, મોટા માથાઓ કોણ છે ? તે આપ દિવ્ય દરબારમાં જણાવી ગુજરાતના લાખો યુવાનો પર કૃપા કરશો.
  • ગુજરાતમાં ફિક્સ પગાર નામે લાખો યુવાનોને ક્યારે આર્થિક શોષણ પ્રથામાંથી મુક્ત થશે ? સુપ્રિમકોર્ટમાં ક્યારે કેસ ગુજરાત સરકાર પરત ખેંચશે ? તે આપ દિવ્ય સભામાં જણાવીને ગુજરાતના યુવાનો પર કૃપા કરશો.
  • ગુજરાતમાં આઉટ શોર્સીંગ અને કોન્ટ્રાક્ટના નામે ગુજરાતના 10 લાખ કરતા વધુ યુવાનોને અડધો પગાર ચુકવી એજન્સીઓ કરોડો રૂપિયા બારોબાર લઈ જાય છે તે માટે ગુજરાતના યુવાનોને પુરો પગાર મળે, ભ્રષ્ટાચાર અટકે તે અંગે આપ દિવ્ય સભામાં જણાવીને ગુજરાતના યુવાનો પર કૃપા કરશો.
  • ગુજરાતમાં કરોડો રૂપિયાનો દારૂ રોજ ઠલવાય, અબજો રૂપિયાની ડ્રગ્સ આવે છે તે ક્યાંથી આવે છે ? કોણ મોકલે છે ? કોના સુધી પહોંચે છે ? તે આપ દિવ્ય વાણીથી ગુજરાતની જનતાને જણાવવા કૃપા કરશો.
  • બેફામ મોંઘવારીમાંથી જનતાને ક્યારે મુક્તિ મળશે ? તે આપ દિવ્ય દરબારમાં જણાવીને ગુજરાતની જનતા ખાસ કરીને ગૃહણીઓ પર કૃપા કરવા વિનંતી.
  • “”નલ સે જલ”, સૌની યોજના, મનરેગા, રેતી, માટી, સહિતની ખનીજોની મોટા પાયે ચોરીઓ અને ભ્રષ્ટાચાર ક્યારે ઘટાડો થશે ? દુર થશે ? તે આપ દિવ્ય દરબારમાં જણાવીને ગુજરાતના નાગરિકો પર કૃપા કરવા વિનંતી.
  •  ગુજરાતની મા સમાન નદીઓ સાબરમતિ, તાપી, વિશ્વામિત્રી સહિતની નદીઓ ક્યારે શુદ્ધ થશે ? તે આપ દિવ્ય દરબારમાં જણાવીને ગુજરાતના નાગરિકો સુધ્ધ પીવાનું પાણી મળે તે માટે કૃપા કરવા વિનંતી.
  •  ગુજરાતમાં વારંવાર તુટતા બ્રીજો જેમ કે, હાટકેશ્વર બ્રીજ, મમદપુરા બ્રીજ, સુરત, મોરબી, રાજકોટ, સહિતના પુલોના ભ્રષ્ટાચાર માટે કોણ કોણ સંડોવાયેલા છે ? ક્યાં માથાઓએ ભ્રષ્ટાચાર કર્યો છે ? તે આપ દિવ્ય દરબારમાં જણાવીને ગુજરાતના શહેરી નાગરિકો ઉપર કૃપા કરશો.
  •  ગુજરાતમાં લાખો હેક્ટર ગૌચરની જમીન ક્યાં ક્યાં લોકો ગાયબ કરી ગયા ? ગાયમાતા સહિત અબોલ જીવો માટે આપ દિવ્ય દરબારમાં જણાવીને ગુજરાતની જનતા પર કૃપા કરશો.
  • ગુજરાતના લાખો ખેડૂતોના કરોડો રૂપિયા, વિમાના પ્રિમીયમ ગાયબ થઈ ગયા અને ખેડૂતોનો પાક વિમો કોણ કોણ ચાઉં કરી ગયું ? તે આપ દિવ્ય દરબારમાં જણાવીને ગુજરાતના ખેડૂતો ઉપર કૃપા કરશો.

    follow whatsapp

    ADVERTISEMENT