Gujarat Politics: ‘હવે ગુંદર લગાડીને ભાજપમાં ચોંટી રહેજો’, CR પાટીલની ધવલસિંહ ઝાલાને ટકોર
Gujarat Politics: અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની અધ્યક્ષતામાં ત્રણ તાલુકા મંડળના કાર્યાલયોનો લોકાર્પણ સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમ…
ADVERTISEMENT
Gujarat Politics: અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની અધ્યક્ષતામાં ત્રણ તાલુકા મંડળના કાર્યાલયોનો લોકાર્પણ સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ સહકારી આગેવાનો સહીત 200 થી વધુ કાર્યકરોએ કોંગ્રેસને રામ રામ કહી ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. આ કાર્યક્રમમાં અધ્યક્ષે બાયડના નેતા ધવલસિંહ ઝાલાની ઝાટકણી કાઢતા ‘હવે ગુંદર લગાડી ભાજપમાં ચોંટી રહેવા’ ટકોર કરી હતી.
કોંગ્રેસના 300થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની અધ્યક્ષતામાં મોડાસા, માલપુર અને ધનસુરા તાલુકા મંડલના ભાજપ કાર્યલયોનો ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ નેતા રજનીભાઇ પટેલ પણ ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમમાં લોક સભાની ચૂંટણી પહેલા અરવલ્લી જિલ્લા કોંગ્રેસમાંથી સહકારી આગેવાન અને પૂર્વ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન તેમજ સાબરડેરીના પૂર્વ ડિરેક્ટર સચીનભાઈ પટેલ, ધનસુરા માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન જીગ્નેશભાઈ પટેલ, કોંગ્રેસના પૂર્વ પ્રમુખો, મહામંત્રીઓ, યુવા મોરચના પ્રમુખ તેમજ 30 સિનિયર નેતાઓ સહિત 300 થી વધુ કાર્યકરોએ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીના હસ્તે ભગવો ધારણ કરી ભાજપમાં જોડાતા જિલ્લા કોંગ્રેસમાં હડકંપ મચ્યો હતો.
બાયડના MLA ધવલસિંહ ઝાલાને CR પાટીલની સલાહ કહ્યું હવે આમ-તેમ ન જતા, બધાની માંગી લેજો'#DhavalsinhZala #GTVideo #CRPatil pic.twitter.com/8g70dtL0wD
— Gujarat Tak (@GujaratTak) August 29, 2023
ADVERTISEMENT
ધવલસિંહ ઝાલાને પાટીલની ટકોર
બીજી તરફ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને પણ પ્રદેશ પ્રમુખે ‘ગુંદર લગાડી ભાજપમાં ચોંટી રહેવાની અને કાર્યકરોને હેરાન નહીં કરવાની ટકોર કરી હતી. સમગ્ર દેશમાં મંડળોમાં પણ કાર્યાલય ધરાવતો અરવલ્લી જિલ્લો પ્રથમ બનતા જિલ્લા પ્રમુખને અભિનંદન આપ્યા હતા. સાથે સાથે કાર્યકરોને સંબોધતા હોર્ડિંગ્સ મામલે જણાવ્યું હતું કે, મોટા મોટા હોર્ડિંગ્સ લગાવવાના બંધ કરો હોર્ડિંગ્સ લગાવી નેતા ન બની જઈએ અને કાર્યકર્તા બની રહીએ તેવું જણાવતા કાર્યકરોને ટકોર કરી હતી.
(હિતેશ સુતરીયા)
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT