8 દિવસ વિદ્યાર્થીઓ લડ્યા, મોદી-શાહ સહિતનાને પત્ર લખ્યા પછી ભાવનગરના વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં થઈ FIR
ભાવનગરઃ ભાવનગરમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યને મામલે વિદ્યાર્થીઓનું મોટું ટોળું 8 દિવસ પહેલા મોડી સાંજે પોલીસ મથકને ઘેરી વળ્યું હતું. વિદ્યાર્થીઓ અહીં પોલીસ ફરિયાદ…
ADVERTISEMENT
ભાવનગરઃ ભાવનગરમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યને મામલે વિદ્યાર્થીઓનું મોટું ટોળું 8 દિવસ પહેલા મોડી સાંજે પોલીસ મથકને ઘેરી વળ્યું હતું. વિદ્યાર્થીઓ અહીં પોલીસ ફરિયાદ થાય તેવી માગણી લઈને આવી પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓએ આ મામલામાં ફરિયાદ દાખલ કરવાને લઈને મક્કમતા દર્શાવી હતી. મોડી સાંજ સુધી વિદ્યાર્થીઓના ટોળાઓ ભેગા થયા હતા. ભારે ઉહાપોહ મચ્યો, વિદ્યાર્થીઓએ પરંતુ સતત લડત આપી અને આખરે આ મામલામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતનાઓને પત્રો લખ્યા ત્યારે જઈને પોલીસની આંખ ખુલી અને હવે આ મામલામાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ કેમ લેવામાં આવી રહી ન્હોતી એ બાબતો હજુ સુધી કોઈ ખુલાસો થઈ રહ્યો નથી, શક્ય છે કે કોર્ટમાં જ્યારે આ અંગે પુછવામાં આવશે ત્યારે કદાચ જવાબ મળી શકે છે.
શું બન્યો હતો બનાવ
ભાવનગર મેડિકલ કોલેજમાં યુજીના વિદ્યાર્થી સાથે ત્યાંના જ પીજીના વિદ્યાર્થી દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હોવાના આરોપ સાથે આજે વિદ્યાર્થીઓમાં મોટી નારાજગી જોવા મળી રહી હતી. અહીં મેડિકલ કોલેજના વિદ્યાર્થી સાથે રેસીડેન્ટ ડો. હરીશ વેગીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ કર્યું હોવાનો આરોપ લગાવાઈ રહ્યો હતો. જોકે પોલીસ ફરિયાદ દાખલ કરી રહી ન્હોતી. આ કારણે વિદ્યાર્થીઓની મોટી સંખ્યા નિલમબાગ પોલીસ મથકે આવી પહોંચી હતી. વિદ્યાર્થીઓના ટોળાઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવે જ તેવી મક્કમતા દર્શાવાઈ હતી. અહીં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પણ ફરિયાદની માગને લઈને આવી પહોંચી હતી. સ્ટુડન્ટ્સ દ્વારા પોલીસ મથકનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. ગત તા. 12મીએ આ બનાવ વિદ્યાર્થી સાથે બન્યો હતો. જે પછી તેણે પોતાના અન્ય સહપાઠીઓને વાત કરી હતી. મામલો ડીન સુધી પહોંચ્યો તેથી ડીન કમિટિએ તપાસ કરાવવાનું કહ્યું ત્યારે સિવિલ હોસ્પિટલની ચોકી પર જાણ કરાઈ હતી તો તેમણે ડિવિઝનમાં જઈને ફરિયાદ કરવાનું કહ્યું હતું. મામલો વિદ્યાર્થીના વાલી પાસે પણ પહોંચ્યો હતો. સાથે જ કોલેજની જેન્ડર હેરેસમેન્ટ કમિટિ દ્વારા પણ વિદ્યાર્થીની પુછપરછ કરવામાં આવી હતી જેમાં આરોપી દ્વારા ઘટનાની કબૂલાત કરાઈ હતી. જોકે તેણે બધુ સહમતીથી થયાની વાત કરી હતી. જે મામલે લેખિત માફી પત્ર પણ લેવાયો હતો. જોકે અગાઉ પણ આવા કૃત્યોને અંજામ આપી ચુક્યો હોઈ આ મામલો પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો હતો. જોકે આક્ષેપ છે કે વિદ્યાર્થીઓ જ્યારે પોલીસ ફરિયાદ કરવા ગયા ત્યારે પીઆઈ પી ડી પરમારે યોગ્ય જવાબ ન આપી ગેરવર્તન કર્યું હતું. બાદમાં ભારે ઉહાપોહ પછી પણ ફરિયાદ લેવાઈ તો નહીં જ, આખરે 8 દિવસ વિત્યા પછી ફરિયાદ નોંધાઈ છે.
મહેબૂબા મુફ્તી નહીં લડે વિધાનસભાની ચૂંટણી, જાણો શું છે કારણ
પુરાવાઓનું શું?
યુજીના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય મામલે ડો. હરીશ વેગી સામે આખરે 8 દિવસ પછી ફરિયાદ નોંધાઈ છે. આઈપીસી 377 અને 506 મુજબ એ ડિવિઝન પોલીસ મથકે 8 દિવસ પછી ફરિયાદ નોંધાઈ છે. ડો. હરીશ વેગી સામે ફરિયાદ છે કે તેણે મેડિકલ કોલેજના યુજીના વિદ્યાર્થીને રૂમમાં બોલાવી અછબડાનું ચેક કરવાનું કહીને બળજબરીથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી તેને ધાક ધમકી આપી હતી. મામલાને લઈને મેડિક કોલેજના વિદ્યાર્થીઓ છેલ્લા 8 દિવસથી ફરિયાદ નોંધાવવા માટે વિરોધ કરી રહ્યા હતા. બાદમાં મેડિકલ કોલેજ એસોશિએસન દ્વારા સમગ્ર મામલે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી સહિતનાને જાણ કરવા માટેનો પત્ર લખતા આખરે ગત મોડી રાત્રે ડોક્ટર સામે 8 દિવસ બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી. અમે અહીં વારંવાર 8 દિવસનો ઉલ્લેખ કરી રહ્યા છીએ કારણ કે આ મામલામાં સૌથી મોટો પ્રશ્ન પોલીસની કામગીરી પર પણ ઉઠાવાઈ રહ્યો છે. કારણ કે શું પોલીસ નથી જાણતી કે આવા મામલાઓમાં સાયન્ટિફિક પુરાવાઓ કેટલા મહત્વના હોય છે? શું આટલા દિવસ પછી પુરાવાઓનું શું થશે તેની જાણકારી પોલીસને નહીં હોય? શું આ પુરાવાના અભાવે કોર્ટમાં આરોપીને કોઈ પ્રકારનો ફાયદો થઈ શકે? કેસને નબળો બનાવવામાં આ 8 દિવસ કેટલા મહત્વના હોઈ શકે ? કારણ કે સત્ય શું છે તે ન માત્ર સાક્ષીઓથી પુરવાર થતું હોય છે પરંતુ ક્યારેક મહત્વના સાયન્ટિફિક પુરાવાઓ પણ એટલું જ મહત્વ ધરાવતા હોય છે. માત્ર દલિલો જ કામ નથી આવતી પરંતુ અન્ય ઘણું બધુ મહત્વનું હોય છે કે કોર્ટ પ્રોસિજરથી શું પોલીસ જાણકાર નહીં હોય?
ADVERTISEMENT
(ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)
ADVERTISEMENT