Big News: પોલીસ બેડામાં મોટા ફેરબદલ, ગુજરાતના 234 PIની સાગમટે બદલી

Gujarat Tak

ADVERTISEMENT

Gandhinagar News
Gandhinagar News
social share
google news

Gandhinagar News: રાજ્યના પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરબદલ કરવામાં આવી છે. ગુજરાત પોલીસ વિભાગમાં 234 PI ની બદલીઓ (Gujarat Police Transfers) કરવામાં આવી છે. ત્રણ દિવસ બાદ  જન્માષ્ટમીનો (Janmashtami) તહેવાર શરૂ થાય છે એ પહેલા આ બદલીનો ઓર્ડર ફાટ્યો છે. PSI માંથી પ્રમોશન અપાયેલ PI ની બદલીની બદલી કરવામાં આવી છે. થોડા દિવસઓ પહેલા જ 234 PSI ને PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું.  

234 PI ની બદલીઓ આદેશ

આગામી સમયમાં જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી જેવા તહેવારો આવશે તે પહેલા ગૃહવિભાગ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે અને 234 જેટલા PI ની બદલી કરી દેવામાં આવી છે. આ અંગે ગુજરાત પોલીસ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરી માહિતી આપવામાં આવી છે.

જુઓ સમગ્ર યાદી: View PDF

બઢતી અને બદલીના વાયરલ પત્ર પર DGP ની સ્પષ્ટતા

ઉલ્લેખનીય છે કે અગાઉ પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી અને બદલી આપવાનો ખોટો પરિપત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે અંગે રાજ્યના ડીજીપી વિકાસ સહાયે પત્રકાર પરિષદમાં સ્પષ્ટતા પણ કરી હતી અને કહ્યું હતું કે, આવો કોઈ પણ પ્રકારનો પરિપત્ર પોલીસ વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT