BIG NEWS: ગુજરાત પોલીસમાં બમ્પર ભરતી જાહેર, 4 એપ્રિલથી ભરી શકાશે ફૉર્મ, આ વાતનું ધ્યાન રાખજો
Gujarat Police Exam: ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતાં ઉમેદવારની આતુરતાનો અંત આવ્યો છે. આજ રોજ ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની કુલ 12472 ખાલી જગ્યાઓની સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર (Gujarat Police Recruitment) કરાઈ છે.
ADVERTISEMENT

આ તારીખથી ઓનલાઈન અરજી પ્રક્રિયા થશે શરૂ
આ તમામ સંવર્ગની સબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.04/04/2024 (બપોરના 15:૦૦ કલાક)થી તા.30/04/2024 (રાત્રિના 23:59 કલાક સુધી) કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઉમેદવારો આનંદો! PSI અને LRDની 12472 જગ્યાઓ પર ભરતીની જાહેરાત, જાણો ક્યાંથી કરી શકાશે અરજી
અરજી કરતાં પહેલા ખાસ વાંચજો
ADVERTISEMENT
કેટલી જગ્યા ?
PSI ની ભરતીના નવા નિયમો
LRD બાદ હવે PSI ની ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. PSIની પરીક્ષામાં LRD ની જેમ જ વજનનો માપદંડ હટાવી દેવામાં આવ્યા છે. માત્ર એટલું જ નહીં દોડમાંથી માર્કિંગ સિસ્ટમ પણ દૂર કરવામાં આવી છે. છેલ્લે વર્ષ 2021માં PSIની ભરતી પરીક્ષા યોજવામાં આવી હતી. ટૂંક સમયમાં PSI ની નવી ભરતી બાબતે ગૃહવિભાગ નિર્ણય લઈ શકે છે.
ADVERTISEMENT