જેલમાં પોલીસના દરોડા: સાબરમતીમાં ગાંજો તો સુરતમાં ચરસ મળ્યું, હર્ષ સંઘવીએ લાઈવ જોઈ આખી રેડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: શુક્રવારે રાત્રે રાજ્યની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યની 17 જેલોમાં 1700 જેટલા પોલીસ કર્મચારીઓ દ્વારા રેડ પાડવામાં આવી હતી. બોડીવોર્ન કેમેરાથી સજ્જ આ પોલીસ કર્મીઓની રેડ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર – ત્રિનેત્ર ખાતેથી લાઈવ મોનીટરીંગ કર્યું હતું. રેડ દરમિયાન સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ગાંજો મળી આવ્યો હતો.

સાબરમતી જેલમાંથી શું-શું મળ્યું?
પોલીસના સરપ્રાઈઝ દરોડામાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી કેદી અકરમ અબ્દુલ અઝીજ શેખ પાસેથી ગાંજો પકડાયો હતો. પોલીસના સર્ચમાં ગાંજાના લગભગ 14 જેટલા પેકેટ મળી આવ્યા હતા. આ 17 જેલોમાં દરોડા દરમિયાન 26 જેટલા મોબાઈલ મળી આવ્યા હતા. જેમાં ચોંકાવનારો ખુલાસો એ છે કે જેલકર્મીઓ જ કેદીઓને મોબાઈલ આપતા હતા.

નડિયાદમાં પણ જેલમાંથી ફોન મળ્યા
આ મેગા સર્ચ ઓપરેશન અંતર્ગત નડિયાદની બિલોદરા જેલ ખાતે પણ ખેડા જિલ્લા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ જિલ્લા જેલમાં 18 બેરેક છે. જેમાં કુલ મળીને 554 પુરુષ કેદી છે. અને પુરુષ કેદીઓની બેરેકમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. રાત્રે 9 વાગે શરૂ થયેલ આ સર્ચ ઓપરેશન માં 1 ઇન્ચાર્જ એસ.પી. , 3 પીઆઇ, 3 પી એસ આઈ સહિત કુલ 34 પોલીસ કર્મી જોડ્યા હતા. સાથેજ 14 જેટલા બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરાયો હતો. જેમાં 4 જેટલા લાઈવ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરાયો હતો. ગત રાત્રે 9 વાગે શરૂ કરેલ સર્ચ ઓપરેશન મોડી રાત્રીના લગભગ 3 વાગ્યા સુધી ચાલ્યું હતું. અને સર્ચ ઓપરેશન દરમ્યાન જેલના યાર્ડ નંબર 1ના બેરેક નંબર 2માંથી કાચાકામના કેદીઓ પાસેથી 2 સ્માર્ટ ફોન મળી આવ્યા હતા. સાથેજ એક સ્માર્ટ ફોનમાં 2 સિમકાર્ડ પણ મળી આવ્યા છે. જેને લઇને પોલીસે ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી હતી.

ADVERTISEMENT

સુરતની લાજપોર જેલમાં ગાંજો-ચરસ મળ્યા
સુરતની લાજપોર જેલમાં પણ પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા. બોડીવોર્ન કેમેરાથી સજ્જ પોલીસકર્મીઓના દરોડામાં લાજપોર જેલમાંથી મોબાઈલ ફોન, ગાંજો અને ચરસની પડીકીઓ મળી આવી હતી.જેલમાં સવારે 5 વાગ્યા સુધી પોલીસના દરોડા ચાલ્યા હતા. સાથે જ ભરૂચની સબજેલમાં પણ તપાસ દરમિયાન મોબાઈલ મળી આવ્યો હતો. જ્યારે વડોદરાની જેલમાં પણ આખી રીત ચાલેલા સર્ચ ઓપરેશનમાં સિગારેટ, બીડી અને તબાકુ મળી આવ્યું હતું.

આજે સાંજે 5 વાગ્યે ગૃહ વિભાગની બેઠક
આ સાથે જ જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, અમરેલી, પાલનપુરની જેલમાં પણ પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આજે સાંજે 5 વાગ્યે આ મામલે ગૃહ વિભાગની બેઠક મળશે. જેમાં સર્ચ દરમિયાન થયેલી કામગીરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT