IPS સફીન હસને શેર કર્યો અમદાવાદ પોલીસનો આ ભાવુક વીડિયોઃ જુઓ કેવી રીતે કરી લોકોની મદદ કરશો સલામ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ સેવા, સુરક્ષા અને શાંતિ અમદાવાદ પોલીસના લોગો પર લખેલા આ ત્રણ શબ્દો પર આજે વધુ એક વખત અમદાવાદ પોલીસ ખરી ઉતરી હોય તેવું દૃશ્ય અમદાવાદ ટ્રાફિક ડીસીપી સફીન હસને શેર કરેલા વીડિયો પરથી દેખાય છે. અહીં તેમણે દિવાળીના તહેવારમાં અમદાવાદ પોલીસને દિવાળીની તો શુભેચ્છાઓ આપી જ છે સાથે સાથે એવું પણ આશ્વાસન આપ્યું છે કે અમે અહીં તમને તમારા ઘર સુધી સમયસર અને સુરક્ષીત પહોંચાડવા માટે કટીબદ્ધ છીએ. જુઓ વીડિયો

તમે સલામત ઘરે પહોંચી જાઓ એ જ અમારી દિવાળી
વીડિયોમાં આપ જોઈ શકો છો કે, કેટલાક જવાનો ટ્રાફિકનું નિયમ કરે છે તો કેટલાક જવાનોએ ભીડભાડમાં અટવાઈ પડેલા દિવ્યાંગ વ્યક્તિઓને ઓટોમાં બેસાડી તેમને જ્યાં જવું હતું ત્યાંની વ્યવસ્થા કરી આપી હતી. આ ઉપરાંત એક વીઝ્યુઅલ્સમાં જોઈ શકાય છે કે તેઓ એક બંધ ઓટોને ધક્કા પણ મારી રહ્યા છે. તહેવારમાં ક્યાંય અટવાઈ પડેલા વ્યક્તિ માટે આ કેટલો હાંશકારો આપનારું છે તે તમે જાણો છો. આ વીડિયોમાં એવું પણ લખાય છે કે અમે આ રીતે ઉજવી અમારી દિવાળી. ટ્રાફિકનું નિયમન કરતાં ઉજવી અમે દિવાળી, દિવ્યાંગોને મદદ કરતા ઉજવી અમે દિવાળી, સેવા કરતા અમે મનાવી દિવાળી, આપ ઘરે સલામત પહોંચી જાઓ એ જ અમારી દિવાળી… સફીન હસને આ વીડિયોમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી કાર્યાલય, પીઆઈબી અમદાવાદ, અમદાવાદ પોલીસ અને ડીજીપી ઓફીસ અમદાવાદને પણ ટેગ કર્યા છે.

ADVERTISEMENT

પોલીસને લોકોએ પણ દિવાળીની શુભકામનાઓ આપી
આપણે દિવાળીના સમયમાં પોતાના અને પરિવારની સુખાકારીનું વિચારતા હોઈએ પરંતુ જ્યારે આપણે તહેવારમાં અન્યની સુખાકારીનું વિચારીએ છીએ ત્યારે તહેવાર ઉજવવાની મજા જ બમણી થઈ જાય છે. આપણે તો દિવાળી, બેસતું વર્ષ, ભાઈ બીજ ઉજવી લીધી પરંતુ પોલીસનો આ મોટો વર્ગ જે આપણા માટે ખડે પગે રહે છે તેના પણ પરિવાર છે અને તેને પણ ભાઈ બીજ હોય છે છતાં પરિવારને આપી શકે તેટલો સમય આપીને તે તુરંત પોતાની ડ્યૂટી પર આવીને ઊભો રહી જાય છે. આવા પોલીસ કર્મચારીઓની કામગીરીનો આ વીડિયો જોઈ ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર સો સલામ કર્યા છે.

(Urvish Patel)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT