પાવાગઢઃ મંદિરે દર્શન કરવા આવતા ભક્તોને મતદાન માટે જાગૃત કરવા જુઓ ટ્રસ્ટે શું કર્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

પંચમહાલઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓમાં વધુને વધુ લોકો મતદાન કરે અને મતદાન માટે જાગૃત્ત થાય તે માટે સતત ચૂંટણી પંચ પણ તૈયારીઓ અને પ્રયાસો કરી રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા વડીલ મતદારો, શારીરિક રીતે સંઘર્ષ કરતા મતદારો, કોરોનાના દર્દીઓ સહિતના મતદારો માટે અલાયદી વ્યવસ્થાઓ કરવામાં પણ આવી છે. હાલમાં ગુજરાતમાં ચૂંટણીઓના માહોલ વચ્ચે મતદાન કરવું ફરજ અને અધિકાર હોવા ઉપરાંત લોકશાહી ઢબે ચાલતા આપણા દેશનું પુશ બટન પણ છે. લોકોને મતદાન માટે જાગૃત કરવા માટે પાવાગઢ મંદિરે દર્શનાર્થે આવતા માઈ ભક્તોને પણ જાગૃત્ત કરવા મંદિરના ટ્રસ્ટ દ્વારા બેનર્સ લગાવીને તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. મંદિર ટ્રસ્ટે મંદિર પરિસર ઉપરાંત આસપાસથી મંદિરના રૂટ પર પણ જાહેર બેનર્સ લગાવવીને મતદારોને મતદાન કરવા પ્રેરણા આપે તે પ્રમાણેના લખાણો પોતાના બેનર્સમાં દર્શાવ્યા છે.

મંદિર ટ્રસ્ટ દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું
શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા મતદાતા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દર્શનાર્થે આવતા માઈ ભક્તોને સો ટકા (૧૦૦% ) મતદાન કરવા માટે સમજાવવામાં આવી રહ્યા છે. મંદિર ટ્રસ્ટ લોકશાહીના આ પર્વને ખૂબ જ મહત્વનું માની રહ્યું છે. પાવાગઢ પર્વત ઉપર વિવિધ જગ્યાઓ પર અસંખ્ય પડદાઓ લગાવી લોકશિક્ષણનું કાર્ય કરી રહ્યું છે. માં કાળી મંદિરના પગ માર્ગ પર આવતા યાત્રાળુઓને મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે નીચે તળેટીથી મહાકાળી મંદિર સુધી અસંખ્ય બેનર મતદાન જાગૃતિ અભિયાન માટે લગાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રોજના હજારો ભાવિક ભક્તો માતાજીના દર્શન આવે છે અને સો ટકા મતદાન થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર જવાના માર્ગ ઉપર વિવિધ જગ્યાઓએ બેનર પોસ્ટર લગાવીને મતદાન જાગૃતિ અભિયાનનો એક ભાગ મહાકાળી મંદિર ટ્રસ્ટ પણ બન્યું છે.
(વીથ ઈનપુટઃ શાર્દુલ ગજ્જર, ગોધરા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT