પેપરલીક થયું તો હવે…. જાણો વિધાનસભામાં બિલ પસાર થયા પછી હર્ષ સંઘવીએ શું કહ્યું- Video
ગાંધીનગરઃ સરકારી વિધેયકો સન ૨૦૨૩નું વિધેયક ક્રમાંક-૧-સન ૨૦૨૩નું ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) વિધેયકને સર્વાનુમતે પસાર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા…
ADVERTISEMENT
ગાંધીનગરઃ સરકારી વિધેયકો સન ૨૦૨૩નું વિધેયક ક્રમાંક-૧-સન ૨૦૨૩નું ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) વિધેયકને સર્વાનુમતે પસાર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા નવા કાયદાને લઈને છેલ્લા ઘણા સમયથી ભારે ચર્ચાઓ હતી સાથે જ તેમાં કઈ કઈ જોગવાઈઓ હશે તેને લઈને પણ ચર્ચાઓ હતી. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, નવા કાયદા પ્રમાણે પેપર ફોડવાના ગુનામાં દોષિતને 10 વર્ષની સજા અને 1 કરોડ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
GUJARAT માં અદ્ભુત અવકાશીય નજારો, ચંદ્ર ગુરૂ અને શુક્ર એક લાઇનમાં નરી આંખે દેખાયા
અગાઉ પેપર ફૂટ્યા તેનું શું?
વિધાનસભામાં કાયદો પસાર થયા પછી હર્ષ સંઘવીએ પત્રકારો સાથે વાત કરી હતી દરમિયાન એક સવાલ કરવામાં આવ્યો હતો કે કાયદો પસાર થયાના અગાઉ પણ પેપર ફૂટ્યા છે, તેમાં આ કાયદો લાગુ પડાશે કે કેમ? તો તેના જવાબમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, આ કાયદામાં વિપક્ષોને પણ સાથે જોડવામાં આવ્યા છે, તેમના તરફથી મળેલી સલાહો પર વિચાર કરાયો છે. સાથે જ જો પરીક્ષાર્થી પણ સંડોવાયલા હશે તો તેમને આજીવન સરકારની કોઈપણ પરીક્ષા નહીં આપવા દેવામાં અવાય, અને 3 વર્ષની સજા તથા દોઢ લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે. આ કાયદો લાગુ થયાથી તેની અમલવારી થશે. અગાઉ જે પેપરલીક થયા તેમાં આ કાયદો લાગુ પાડી શકાશે નહીં કારણ કે તેને નિયમ પ્રમાણે બાદમાં હાઈકોર્ટમાં પડકારવામાં આવી શકે છે.
#Gujarat માં #Paperleak ને લઈને વિધાનસભામાં લાવવામાં આવેલા બિલને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. આ મામલામાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી @sanghaviharsh એ જુઓ શું કહ્યું… #GujaratBudget2023 pic.twitter.com/nBL0xLSI5U
— Gujarat Tak (@GujaratTak) February 23, 2023
ADVERTISEMENT
(ઈનપુટઃ ગોપી ઘાંઘર, ગાંધીનગર)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT