‘મોરબી પાલિકાને સુરપસીડ કેમ ન કરવી’- આ કારણો લઈ 44 કાઉન્સિલર CM પાસે દોડ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ મોરબીમાં 135 લોકોનો ભોગ લેવાયાની ઘટના ક્યારેય ભૂલી શકાય તેવી નથી. બાળકોથી લઈ મોટેરાઓની તે લાશોનો મંજર જોનારા મોરબી ઘટનાની વાત આવે ત્યાં જ હૃદયથી ધ્રુજી જાય છે. ત્યારે મોરબીની ઘટનાથી લોકો નારાજ નથી, નારાજ હોત તો વિધાનસભાની ચૂંટમીમાં 60 હજાર લીડથી કેવી રીતે ચૂંટણી જીતતા? વગેરે જેવા કારણો લઈને મોરબી પાલિકાને સુપરસીડ ન કરવાની રજૂઆત સાથે મોરબીના 44 કાઉન્સિલર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ હાજર થયા હતા. ગાંધીનગરમાં સોમવારે આ 44 નેતાઓ મુખ્યમંત્રીને પાલિકા સુપરસીડ ન કરવા માટે મનાવવા અને વિનંતી કરવા પહોંચ્યા હતા.

સરકારે હાઈકોર્ટમાં કહ્યું કે મોરબીની પાલિકાને…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના થોડા જ સમય પહેલા મોરબીમાં ઝુલતો પુલ ધરાશાયી થયો અને તેમાં 135 વ્યક્તિના મૃત્યુ થયા હતા. આ ઘટનાને લઈને લોકોમાં ઘણું દુઃખ જોવા મળ્યું હતું. મોરબીની ત્રણેય બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. જોકે બેઠકના ગણિત અંગે હાલ અહીં વાત કરી રહ્યા નથી પરંતુ વાત અહીં એવી છે કે મોરબી ઘટના પછી ગુજરાત સરકારે ગુજરાત હાઈકોર્ટમાં કહ્યું હતું કે મોરબી નગર પાલિકાને હટાવી દેવામાં આવશે. બસ સરકારના આ શબ્દો અને અહીં પાલિકાનું તંત્ર હલી ગયું. જેને લઈને 44 કાઉન્સીલર સોમવારે ગાંધીનગર પહોંચ્યા હતા. મુખ્યમંત્રીને તેઓ અહીં મળ્યા હતા અને મોરબી નગરપાલિકાને સુપરસીડ ન કરવાની વિનંતી કરી હતી.

ADVERTISEMENT

બોલો… પાલિકાને કોઈ પ્રસ્તાવ જ આવ્યો ન્હોતો
જોકે આ તમામ સભ્યોનું કહેવું હતું કે, મોરબી જુલતા પુલને લઈને ઓરેવા કંપનીને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેને લઈને નગર પાલિકામાં કોઈ પ્રસ્તાવ જ પાસ થયો ન હતો. જ્યારે પ્રસ્તાવ જ આવ્યો નથી તો તેના માટે પુરી પાલિકાને કેવી રીતે જવાબદાર માનવામાં આવે? ત્યાં જ તેમનું એવું પણ કહેવું હતું કે જુલતા પુલ ઘટનાને લઈને જો કોઈ નારાજગી હતી તો, વિધાનસભાની હાલમાં જ થયેલી ચૂંટણીમાં 60 હજારની લીડથી કેવી રીતે ચૂંટણી જીતતા?

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ ગોપી મણીયાર,ગાંધીનગર)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT