Gujarat Rain: ચોમાસાના આગમન છતાં કેમ અડધું ગુજરાત કોરું? ક્યાં અટકી ગયો વરસાદ જાણો
Gujarat Rain Updates: ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થઈ ગયું છે, પરંતુ હજુ સુધી રાજ્યમાં વાવણી લાયક વરસાદ થયો નથી. ઉપરાંત ઘણા જિલ્લાઓમાં માત્ર સામાન્ય વરસાદી છાંટા પડ્યા છે.
ADVERTISEMENT
Gujarat Rain Updates: ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થઈ ગયું છે, પરંતુ હજુ સુધી રાજ્યમાં વાવણી લાયક વરસાદ થયો નથી. ઉપરાંત ઘણા જિલ્લાઓમાં માત્ર સામાન્ય વરસાદી છાંટા પડ્યા છે. 11 જૂને ગુજરાત પહોંચેલા ચોમાસાની ગતિ છેલ્લા 3 દિવસથી મંદ પડી ગઈ છે, તો ખેડૂતો પણ વાવણીલાયક વરસાદ ક્યારે થશે અને ચોમાસું કેમ આગળ નથી વધી રહ્યું તેને લઈને ચિંતિત છે.
ચોમાસું આગળ વધતા કેમ અટકી ગયું?
સામાન્ય રીતે સારા વરસાદ માટે મજબૂત સક્રિય સિસ્ટમ હોવી જોઈએ. પરંતુ દક્ષિણ ગુજરાતના છેડે સુધી પહોંચેલું ચોમાસું કોઈ મજબૂત સિસ્ટમ ન હોવાના કારણે વરસાદની હાલ કોઈ શક્યતા નથી. એવામાં વરસાદનું જોર નબળું પડી ગયું છે. વરસાદી સિસ્ટમને આગળ ધકેલવા માટે જરૂરી દક્ષિણ પશ્ચિમના પવનો નબળા હતા અને ઉપરના પવન ચોમાસાને આગળ વધવામાં અવરોધ બની રહ્યા છે.
ક્યારથી થશે વાવણીલાયક વરસાદ?
એવામાં હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 7 દિવસ સારા વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. તેને જોતા 22 જૂન પછી રાજ્યમાં કેટલાક ભાગોમાં વાવણીલાયક વરસાદ શરૂ થઈ શકે છે. જોકે આ સિવાય કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ હાલમાં જોવા મળી શકે છે.
ADVERTISEMENT
કયા-કયા જિલ્લાઓ કોરા ધાક્કોર?
સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના 14 જૂનના આંકડા મુજબ, કચ્છ જિલ્લામાં આ સીઝનમાં માત્ર 0.5 એમ.એમ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પાટણમાં 1.3 એમ.એમ, બનાસકાંઠામાં 0.29 એમ.એમ, મહેસાણામાં 2.3 એમ.એમ, સાબરકાંઠામાં 2.9 એમ.એમ, અરવલ્લીમાં 2.9 એમ.એમ, અરવલ્લીમાં 4 એમ.એમ અને ગાંધીનગરમાં 11.3 એમ.એમ વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાં 5.5 એમ.એમ, ખેડામાં 0.6 એમ.એમ, તો સુરેન્દ્રનગરમાં 0.5 એમ.એમ વરસાદ નોંધાયો છે. મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં હજુ સુધી વરસાદનું આગમન થયું નથી.
હાલ માત્ર છૂટા છવાયા વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 15 જૂનના રોજ અમરેલી, ભાવનગર, દાહોદ, છોટા ઉદેપુર તથા ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં વરસાદની સંભાવના છે. તો 16 જૂને સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, નવસારી તથા વલસાડ અને 17 જૂને ભાવનગ, નવસારી અને વલસાડમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT