Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની રી'એન્ટ્રી', હવે આ ભૂક્કા બોલાવશે મેઘરાજા; જાણો લેટેસ્ટ આગાહી

ADVERTISEMENT

Gujarat Rain
Gujarat Rain
social share
google news

Weather Updates: ફરી એકવાર ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ત્રણ ઇંચ વરસાદ ત્રણ તાલુકામાં, 11 તાલુકામાં 2 ઇંચથી વધુ અને 25 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ડાંગ-આહ્વામાં 3.66 ઈંચ વરસાદ પડ્યો છે.

છેલ્લા 24 કલાકમાં કયા કેટલો વરસાદ?

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડાની વાત કરવામાં આવે તો સૌથી વધુ ડાંગ-આહ્વામાં 3 ઇંચ, ત્યારબાદ ચીખલીમાં 3 ઈંચથી વધુ, ક્વાંટમાં 3 ઈંચ, પલસાણામાં 2.63 ઈંચ, નાંદોદમાં 2.4 ઈંચ, ગારિયાધારમાં 2.4 ઈંચ, છોટા ઉદેપુરમાં 2.28 ઈંચ, જેતપુર પાવીમાં 2.28 ઈંચ, ભરૂચમાં 2.08 ઈંચ, ડોલવણમાં 2 ઈંચ અને ગળતેશ્વરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. 

આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી

આજે રાજ્યનાં અનેક જીલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે. મધ્ય-ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી તેમજ સાબરકાંઠા, મહીસાગર, પાટણ, ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ADVERTISEMENT

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ ફરી છૂટાછવાય વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આવતીકાલે અમદાવાદ, ગાંધીનગરમાં સાવ હળવો વરસાદ થઈ શકે છે. આ સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. તો 22થી 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. બંગાળના ઉપસાગરની સિસ્ટમના તેમજ અરબી સમુદ્ર સિસ્ટમના કારણે આ સમયગાળા દરમિયાન અતિભારે વરસાદ પડી શકે છે.  
 

    follow whatsapp

    ADVERTISEMENT