ગુજરાતના શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોરે દાન-પુણ્ય કરી ઉત્તરાયણ ઉજવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહીસાગરઃ શિક્ષણ મંત્રીએ દાન કરી પુણ્ય મેળવી તેમજ પતંગ ચગાવી મકરસંક્રાંતિ તહેવારની ઉજવણી કરી હતી. રાજ્યના શિક્ષણમંત્રી ડો કુબેર ડીંડોરે પોતાના વિધાનસભા વિસ્તારમાં ગરીબ પરિવારના બાળકોને ભોજન કરાવી, ગરીબ બાળકોમાં પતંગનું વિતરણ કરી દાન અને પુણ્ય દ્વારા તેમજ પોતાના સમર્થકો સાથે મળીને પતંગ ચગાવી મકર સંક્રાંતિનો તહેવાર મનાવ્યો હતો.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર અને કાર્યકર્તાઓ સાથે ઉડાવી પતંગ, જગન્નાથ મંદિરમાં કરી પૂજા 

મરક સંક્રાંતિએ દાન-પુણ્યનું આગવું મહત્વ
મકર સંક્રાતિનો પર્વ એટલે દાન પુણ્યનો પર્વ દેશભરમાં આજે પતંગ રસિકો પતંગ ચગાવે છે તો દાન પુણ્ય પણ કરતા હોય છે મકર સંક્રાતિના આ પાવન પર્વ પર રાજ્યના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરે પણ પતંગ ચગાવી દાન પુણ્ય કરી આજના તહેવારને પરિવારજનો, મિત્રો, ગરીબ બાળકો, અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મનાવ્યો હતો.

ADVERTISEMENT

બાળકોને જમવાનું પીરસ્યું, મહિલાઓને સાડીઓ આપી
રાજ્ય શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા પ્રથમ સંતરામપુર તાલુકાના નર્સિંગપુર ગામે રાવળ સમાજના ગરીબ પરિવારના બાળકોને જમણવાર પીરસ્યું બાળકોને પતંગ આપ્યા ત્યારબાદ હિરાપુર ગામે મહિલાઓને સાડી વિતરણ કરી શાળાના બાળકોને પતંગ આપ્યા હિરાપૂર ગામે મંત્રી કુબેરભાઈ ડિંડોરે પરિવારજનો, મિત્રો અને ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી ઉતરાયણના આ પર્વની ઉજવણી કરી અને ત્યારબાદ સંતરામપુરના વાલ્મીકિ સમાજના પરિવારો સાથે મુલાકાત કરી ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી ખબર અંતર પૂછ્યા તેમજ કુંભારવાડા ખાતે પણ મિત્રો સાથે પતંગ ચગાવી આજના દિવસની ઉજવણી કરી હતી.

(વીથ ઈનપુટઃ વીરેન જોશી, મહીસાગર)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT