બોટાદમાં દેવીપુજક સમાજની બાળકીની દૂષ્કર્મ-હત્યા મામલે પંચમહાલમાં નીકળી 2 KM લાંબી કેન્ડલ માર્ચ

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ બોટાદમાં ગત વાસી ઉતરાયણના દિવસે એક 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને બાદમાં તેની હત્યા કરી દેવાયાની કરુણ ઘટના બની હતી. આ ઘટનામાં પીડિત દીકરી દેવીપુજક સમાજની હતી. જેના કારણે દેવીપુજક સમાજ ભારે રોષે ભરાયો હતો. દેવીપુજક સમાજ દ્વારા ઠેરઠેર રેલીઓ અને આવેદન આપવાની તથા આરોપી સામે કડક કાર્યવાહીની માગણી કરાઈ રહી છે. આવી જ એક રેલી આજે ગુરુવારે ગોધરામાં નીકળી હતી અને અહીં દેવીપુજક સમાજના યુવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉપરાંત સાંજના સમયે દેવીપુજક સમાજના લોકો દ્વારા 2 કિલોમીટર લાંબી કેન્ડલ માર્ચ યાત્રા કાઢી હતી.

રિવાબા અને દિવ્યેશ અકબરીએ લોકો પાસે ભરાવ્યા આવા ફોર્મ, જાણો શું નવું લાવ્યા

 

ADVERTISEMENT

“ન્યાય આપો ન્યાય આપો, અમારી દીકરીને ન્યાય આપો”
બોટાદ ખાતે ગત 15 જાન્યુઆરીના રોજ દેવીપુજક સમાજની નવ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કરી હત્યા કરી દેવામાં આવી હતી. તે ઘટનાને લઈને આજે ગોધરા દેવીપુજક સમાજના યુવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથે જ રેલી સ્વરૂપે નીકળી તેમણે આરોપીને ફાંસીની સજા થાય તેવી માગ કરી હતી. આ ઘટનાને અંજામ આપનારને ફાંસીની સજા આપવામાં આવે તેવી દેવીપુજક સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. “ન્યાય આપો ન્યાય આપો અમારી દીકરીને ન્યાય આપો” ના સૂત્રનારા સાથે રેલી કલેકટર ઓફિસ ખાતે પહોંચી હતી. પોસ્ટર અને સૂત્રોચ્ચાર સાથે કડકમાં કડક સજા કરવાની માંગ પણ ઊભી થઈ હતી.

વડોદરાઃ સગાઈમાં બંધાયા શારીરિક સંબંધો, લગ્નના બે દિવસ પહેલા બાળક જન્મતા કચરામાં ફેંકી દીધું

2 કિલોમીટર લાંબી કેન્ડલ માર્ચ યાત્રા
પંચમહાલ જિલ્લાના દેવીપુજક ભાઈ બહેનો દ્વારા બોટાદ ખાતે 15 જાન્યુઆરીના રોજ દેવીપુજક સમાજની દીકરી ઉપર બળાત્કાર કરી હત્યા કરવામાં આવી હતી તેના વિરોધમાં દેવીપૂજક સમાજ દ્વારા આજે ગુરુવારે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરા લાલબાગ ટેકરી ખાતેથી કેન્ડલ માર્ચ નીકળી હતી. તે પોલીસ થઈને ચર્ચ ખાતે સંપન્ન થઈ હતી. ચર્ચ ખાતે દીકરીનો ફોટો મૂકીને ત્યાં પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી અને મીણબત્તીઓથી તેને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. આ નિમિત્તે ગોધરાના દેવીપુજક ભાઈઓ બહેનો અને દીકરીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ રેલી બે કિલોમીટર જેટલી લાંબી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT