Gujarat News LIVE Updates: ગુજરાતના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં વરસાદ; ભરુચમાં ઝાડ ધરાશાયી થતાં 2ના મોત
Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 05:46 PM • 09 Jun 2024ભરૂચમાં ઝાડ નીચે દબાઈ જતાં 2ના મોત
ભરૂચના શુકલતીર્થ ગામના પાટિયા પાસે વરસાદ અને વાવાઝોડાને પાગલ વિશાળકાય વડનું ઝાડ ધરાશાય થતાં રિક્ષા અને સ્વીફ્ટ ડિઝાયર કાર ઝાડ નીચે દબાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં રિક્ષામાં સવાર મહિલાનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે કારમાં બેઠેલા ડ્રાઈવર સહિત 6 લોકો ફસાયા હતા. જેઓએ ગ્રામજનોએ JCBની મદદથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર હેઠળ ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે.
- 05:00 PM • 09 Jun 2024ગીર પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો
ગીર પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. તુલસીશ્યામ આસપાસના ગામડાઓમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગીર ગઢડા તાલુકાના આસપાસના ગામોમાં અસહ્ય ગરમી અને બાદ પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
- 04:58 PM • 09 Jun 2024સાવરકુંડલા ગ્રામીણ પંથકમાં મેઘરાજા મહેરબાન
સાવરકુંડલા ગ્રામીણ પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે. સાવરકુંડલા ગ્રામ્યમાં પવનના સૂસવાટા સાથે વરસાદ શરૂ થયો છે. સાવરકુંડલાના ઘોબા, પીપરડી, ફિફાદ, થોરડી વાતાવરણ પલટાયું છે. ખાંભા ગીરના ગામડાઓ બાદ સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.
- 03:43 PM • 09 Jun 2024અમરેલી રાજુલાના નજીક અકસ્માત
અમરેલી રાજુલાના નજીક નેશનલ હાઈવે ઉપર ફોર વ્હીલનો અકસ્માત સર્જાયો છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ફોર વ્હીલમાં બેસેલા ત્રણ લોકોને ઈજા પહોંચી છે. લોકોને સારવાર અર્થે રાજુલા સરકારી હોસ્પિટલ ખસેડાયા છે.
- 01:08 PM • 09 Jun 2024ગુજરાતમાંથી કોણ બનશે કેન્દ્રમાં મંત્રી?
નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ પહેલા મોદી 3.0ના સંભવિત મંત્રીઓને શપથ માટેના ફોન આવવા લાગ્યા છે. સૂત્રોને ટાંકીને સમાચાર સામે આવી રહ્યા છે કે કેબિનેટમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતનો હિસ્સો ઘટશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતમાંથી અમિત શાહ, એસ.જયશંકર , મનસુખ માંડવિયા, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને નીમુબેન બાંભણિયાને મંત્રી બનાવવામાં આવી શકે છે. આ પાંચેયને શપથ માટે જાણ કરી દેવામાં આવી છે. તો ચૂંટણી પહેલા રાજા-રજવાડા પર એક નિવેદન આપીને વિવાદમાં સપડાયેલા રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાને હજુ સુધી જાણ કરવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પરસોત્તમ રૂપાલાને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી સંભાવના લગભગ નહીંવત લાગી રહી છે. - 11:37 AM • 09 Jun 2024ભાવનગરની રેડીમેન્ટ કપડાની દુકાનમાં આગ
ભાવનગર શહેરમાં પીરછલ્લા વિસ્તારમાં આવેલ રેડીમેન્ટ કપડાની દુકાનમાં લાગી આગ, કપડાની દુકાનમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ, આગમાં દુકાનમાં રાખેલ કપડા બળી ને થયા ખાખ. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું, જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.
- 09:52 AM • 09 Jun 2024અટલ બિહારી વાજપેયીને અર્પણ કરી શ્રદ્ધાંજલિ
આજના શપથ ગ્રહણ પહેલા નરેન્દ્ર મોદી દિલ્હીમાં અટલ સ્મારક પહોંચ્યા હતા અને અહીં તેમણે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
- 09:51 AM • 09 Jun 2024અત્યાર સુધી કયા નેતાઓના ફોન આવ્યા?
- રાજનાથ સિંહ - ભાજપ
- નીતિન ગડકરી - ભાજપ
- પીયૂષ ગોયલ - ભાજપ
- જ્યોતિરાદિત્ય સિંધિયા - ભાજપ
- જીતનરામ માંઝી - હમ
- કુમારસ્વામી - જેડીએ
- રામનાથ ઠાકુર - જેડીયુ
- અનુપ્રિયા પટેલ - અપના દળ(એસ)
- જયંત ચૌધરી - આર.એલ.ડી
- મોહન નાયડુ - ટીડીપી
- પી ચંદ્રશેખર પેમ્માસાની - ટીડીપી - 09:51 AM • 09 Jun 2024વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી લેશે શપથ
PM Modi Oath Ceremony : મોદી સરકાર 3.0માં આજે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી શપથ લેવા જઈ રહ્યા છે. મોદીનો શપથ ગ્રહણ સમારોહ સાંજે 7.15 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં થશે અને તેમની સાથે ઘણા મંત્રીઓ પણ શપથ લેશે. આ ઐતિહાસિક ક્ષણ દરમિયાન બાંગ્લાદેશથી લઈને નેપાળ સુધી, શ્રીલંકાથી લઈને માલદીવ સુધી, વિશ્વના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેવાના છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT