लाइव
Gujarat News 9 February LIVE: ચૌધરી ચરણ સિંહ, નરસિમ્હા રાવ અને સ્વામીનાથનને આપવામાં આવશે ભારત રત્ન
Gujarat News 9 February LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, હવામાન સમાચાર, રાજકીય ઉથલ-પાથલ, સિને જગત તથા સ્પોર્ટ્સને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
Gujarat News 9 February LIVE
लाइव-ब्लॉग समाप्त हुया।
- 12:50 PM • 09 Feb 2023ચૌધરી ચરણ સિંહ, નરસિમ્હા રાવ અને સ્વામીનાથનને આપવામાં આવશે ભારત રત્નકેન્દ્ર સરકારે પૂર્વ પીએમ નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણ સિંહ તેમજ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. RLD ચીફ જયંત સિંહના દાદા અને ખેડૂતોના મસીહા અને પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની માંગ ઘણા સમયથી થઈ રહી છે.
- 09:46 AM • 09 Feb 2023જામનગરના રિલાયન્સ મોલમાં મોડી રાતે ભીષણ આગ લાગીજામનગર નજીક આવેલ મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં ગઇકાલે મોડી રાતે ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિશાળ હતી કે ધૂમાડાનાં ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા. ઘટના અંગે જાણ ફાયર બ્રિગ્રેડને થતા ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લીયર કર્યો હતો.
- 09:42 AM • 09 Feb 2023ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાની હત્યામુંબઈના દહીસર વિસ્તારમાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાલકરનું મર્ડર. અભિષેક ફેસબુકમાં લાઈવ હતા તે દરમિયાન જ હુમલાખોરોએ ફાયરિંગ કર્યું, હુમલો કરનારે પણ આપઘાત કર્યો.અભિષેક ઘોસાળકર શિવસેના ઉદ્ધવ જૂથના નેતા વિનોદ ઘોસાળકરના પુત્ર હતા. તેઓ કોર્પોરેટર પણ રહી ચૂક્યાં છે. તેમની હત્યાથી રાજ્યમાં સનસની મચી છે.
- 07:20 AM • 09 Feb 2024હલ્દવાનીમાં હિંસાઉત્તરાખંડના હલ્દવાની શહેરમાં ગઈકાલ સાંજથી હિંસા ભડકી છે. 600થી વધઆરે પોલીસકર્મી બનભૂલપુરા સ્ટેશન પર ભેગા થયા, શહેરના મલિકના બગીચામાં સ્થિત ગેરકાયદેસર મદરેસા અને નમાજ સ્થળને તોડવા માટે નગર નિગમના કર્મચારી અને પોલીસકર્મી ગયા હતા. ઉપદ્રવિયો દ્વારા ચારે બાજુથી પોલીસની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો, જેમાં 50થી વધુ પોલસસકર્મી સહિત 139 લોકો ઘાયલ થયા. આ ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે.
ADVERTISEMENT