Gujarat News 9 April LIVE Updates: આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ, ક્ષત્રિયોની કમલમનો ઘેરાવો કરવાની ચીમકી
Gujarat News 9 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
Gujarat News 9 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 10:44 AM • 09 Apr 2024રાજકોટથી ચૂંટણી લડવા પરેશ ધાનાણીને મનાવશે કોંગ્રેસ
રાજકોટ લોકસભા બેઠકને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીને રાજકોટથી લડવા માટે મનાવવામાં આવશે. આ માટે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, કોંગ્રેસ આગેવાન ગોપાલ અનડકટ, જસવંત સિંહ ભટ્ટી, દિલીપ આસવાણી સહિતના 50થી વધુ આગેવાનો અમરેલી પહોંચશે.
- 09:38 AM • 09 Apr 2024ક્ષત્રિયોનો આજે કમલમનો ઘેરાવ કરવાનો હુંકાર
ગાંધીનગર: પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન વિરુદ્ધ ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે. ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આજે બપોરે ગાંધીનગર કમલમનો ઘેરાવ કરવા માટે હુંકાર કર્યો છે.
- 09:37 AM • 09 Apr 2024આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ
ચૈત્ર નવરાત્રિ 9મી એપ્રિલ એટલે કે આજથી શરૂ થઈ રહી છે અને રામનવમીના દિવસે 17મી એપ્રિલે સમાપ્ત થશે. આ વખતે નવરાત્રીના 9 દિવસ છે. નવરાત્રિ દરમિયાન, દેવી દુર્ગાના નવા સ્વરૂપોની પૂજા અને પૂજા કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિ સાથે નવા વર્ષની પણ શરૂઆત થાય છે.
ADVERTISEMENT