लाइव

Gujarat News 8 April LIVE Updates: 19 એપ્રિલે અમિત શાહ ભરશે ઉમેદવારી ફોર્મ, વાહન પાર્ક કરવા મુદ્દે ભાવનગરમાં મારામારી

ADVERTISEMENT

live news
લાઈવ ન્યૂઝ
social share
google news

Gujarat News 8 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 05:50 PM • 08 Apr 2024
    અમિત શાહ ભરશે ઉમેદવારી ફોર્મ

    લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ગાંધીનગર લોકસભા બેઠકને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમિત શાહ 19મી એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે. આ પહેલા તેઓ એક રોડ શૉ કરશે અને પછી ઉમેદવારી ફોર્મ ભરશે. 

  • 05:46 PM • 08 Apr 2024
    કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે ગઠબંધન

    Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી 400 પ્લસનો દાવો કરી રહી છે તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ નરેન્દ્ર મોદીના વિજય રથને રોકવા માટે ગઠબંધન કરવાનો પ્રયાસ કરી રહી છે. આ કડીમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની 6 લોકસભા સીટો પર પણ INDIA ગઠબંધન હેઠળ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ મળીને ચૂંટણી લડવા જઈ રહી છે. આને લઈને સીટ શેરિંગ પર પણ વાતચીત થઈ ચૂકી છે અને સોમવારે તેની જાહેરાત કરવામાં આવી છે.

  • 01:49 PM • 08 Apr 2024
    16 તારીખે ઉમેદવારી ફોર્મ રૂપાલા

    રાજકોટઃ ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે.પરસોત્તમ રૂપાલા આગામી 16 તારીખે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. જેને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 16 તારીખે બહુમાળી ચોક ખાતે સભા યોજ્યા બાદ પરસોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે. આ દરમિયાન 20થી 25 હજાર લોકો હાજર રહે તેવું આયોજન કરાયું છે. ભાજપ દ્વારા સભાના આયોજનને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરી કરવામાં આવી છે. 

  • 01:46 PM • 08 Apr 2024
    ગુજરાતમાં મતદાનનાં દિવસે જાહેર રજા

    લોકસભા ચૂંટણીના પહેલા ચરણનું મતદાન 19 એપ્રિલના રોજ થવાનું છે. એવામાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજવાનું છે. જેને  લઈ સરકારે મહત્વની જાહેરાત કરી છે. ગુજરાતમાં મતદાનનાં દિવસે જાહેર રજા રહેશે. આગામી 7 મેનાં રોજ જાહેર રજા રહેશે. સામાન્ય વહિવટ વિભાગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

  • ADVERTISEMENT

  • 12:02 PM • 08 Apr 2024
    ભાતેલ ગામે રૂપાલાનો વિરોધ

    દ્વારકાના ભાતેલ ગામના ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાનો વિરોધ કર્યો છે. આ ગામના ક્ષત્રિય સમાજના લોકોએ ગામના પ્રવેશદ્વાર પર બેનર લગાવીને રૂપાલાનો વિરોધ કર્યો છે. આ બેનર પર તેઓ જણાવે છે કે, ક્ષાત્રધર્મ યુગે યુગે અમે સમસ્ત ક્ષત્રિય રાજપુત સમાજ - ભાતેલ વિરોધ કરીએ છીએ કે, જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ ભાતેલ ગામમાં આવવું નહીં અને સમસ્ત ભાતેલ ગામ ચૂંટણીનો બહિષ્કાર કરે છે.

  • 12:00 PM • 08 Apr 2024
    ભાજપ વિરુદ્ધ મતદાનની પ્રતિજ્ઞા લીધી

    સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયો રૂપાલાની ટીકીટ રદ કરવાને લઈને સરકાર અને ભાજપ પક્ષ સામે બાંયો ચડાવી છે. ત્યારે ખેડા જિલ્લાના પંચમહાલ લોકસભામાં આવતાં ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના ક્ષત્રિયોએ એક જૂથ થઈને રૂપાલાની ટીકીટ રદ નહીં થાય તો ભાજપ વિરુદ્ધ મતદાનની પ્રતિજ્ઞા લીધી છે. જેના કારણે રાજકીય વાતાવરણ પણ ગરમાયું છે.

     

  • ADVERTISEMENT

  • 09:49 AM • 08 Apr 2024
    PM મોદીની આજે આજે છત્તીસગઢ અને મહારાષ્ટ્રના પ્રવાસે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢ અને મહારાષ્ટ્રના પ્રવાસે છે. લોકસભા ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થયા બાદ પીએમ મોદીની આ પ્રથમ મુલાકાત હશે. પીએમ મોદી બસ્તરના છોટે અમાબાલમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આ પછી તેઓ મહારાષ્ટ્ર પહોંચશે, જ્યાં તેઓ ચંદ્રપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે.

  • 09:46 AM • 08 Apr 2024
    સિંહોના કમોતને અટકાવવા લેવાયો મોટો નિર્ણય

    જૂનાગઢમાં સિંહના અકુદરતી મોત અટકાવવા મળી બેઠક, જૂનાગઢ રેલવે વિભાગ અને વન વિભાગની મળી બેઠક , પીપાવાવ લીલીયા વચ્ચે ટ્રેનની ઝડપ ઓછી કરવાનો નિર્ણય, 100 કિલોમીટરને બદલે હવે 40 કિ.મી.ની ઝડપે દોડશે માલગાડીઓ, જંગલમાંથી પસાર થતી ટ્રેનને કારણે અનેક સિંહના થઇ ચૂકી છે મોત.

follow whatsapp

ADVERTISEMENT