लाइव

Gujarat News LIVE Updates: નરેન્દ્ર મોદી NDAના સંસદીય દળના નેતા, સરકાર બનાવવાનો કર્યો દાવો

ADVERTISEMENT

7 June Live News
7 June Live News
social share
google news

Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 05:50 PM • 07 Jun 2024
    NDAએ સરકાર બનાવવાનો કર્યો દાવો, રાષ્ટ્રપતિને સોંપ્યું સમર્થન પત્ર

    લોકસભા ચૂંટણી 2024માં NDAને બહુમતી મળ્યા બાદ ગઠબંધને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. NDAએ રાષ્ટ્રપતિને સમર્થન પત્ર સોંપ્યું છે. આ રીતે 9 જૂને નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણીમાં 543 બેઠકોમાંથી ભાજપને 240 બેઠકો મળી છે, જ્યારે NDAને 293 બેઠકો મળી છે. જે આંકડો બહુમતીને પાર છે.
     

  • 01:20 PM • 07 Jun 2024
    'NDA ભારતના ઈતિહાસનું સૌથી સફળ પ્રી-પોલ એલાયન્સ'

    NDAના સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, NDA હિન્દુસ્તાનનું સૌથી મોટા સફળ પ્રી-પોલ એલાયન્સ છે. હું હૃદયથી સૌનો ખુબ-ખુબ આભાર વ્યક્ત કરું છું. ખુશીની વાત છે કે આટલા મોટા ગ્રુપનું સ્વાગત કરવાનો મને અવસર મળ્યો છે. જે સાથી વિજય થઈને આવ્યા છે, તેઓ તમામ અભિનંદનના અધિકારી છે. મારું મોટું સૌભાગ્ય છે. NDAના નેતા તરીકે આપ સૌ સાથીઓએ સર્વસંમતિથી પસંદગી કરીને નવું દાયિત્વ સોંપ્યું છે અને તેના માટે હું તમારો ખુબ ખુબ આભારી છું. 2019માં મેં એક વાત પર ભાર આપ્યો હતો વિશ્વાસ. જ્યારે તમે મને ફરી એકવાર આ જવાબદારી સોંપો છો તો તેનો મતલબ છે કે આપણી વચ્ચે વિશ્વાસનો સેતુ અતૂટ છે. આ અતૂટ સંબંધ વિશ્વાસનો મજબૂત પાયો છે. આ સૌથી મોટી મૂડી હોય છે. આપ સૌ માટે જેટલો આભાર વ્યક્ત કરું, એટલો ઓછો છે.'

  • 01:08 PM • 07 Jun 2024
    આ ક્ષણ મારા માટે ભાવુક કરનાર : નરેન્દ્ર મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'NDAએ મને જવાબદારી સોંપી છે. દિવસ-રાત કામ કરનારા લાખો કાર્યકર્તાઓને પ્રણામ કરું છું. આપ સૌનો ખુબ ખુબ આભાર છે. વિજયી સાથી અભિનંદનના હકદાર છે. આ ક્ષણ મારા માટે ભાવુક કરનાર છે.'

     

  • 12:58 PM • 07 Jun 2024
    મોદીનો જાદુ ત્રીજીવાર ચાલી ગયો : એકનાથ શિંદે

    મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, 'મોદીનો જાદુ ત્રીજીવાર ચાલી ગયો છે. ખોટી અફવા ફેલાવાનારાને જનતાએ નકાર્યા. આ ગઠબંધન ફેવિકોલનો જોડ છે, તુટશે નહીં.'

     

  • ADVERTISEMENT

  • 12:57 PM • 07 Jun 2024
    નરેન્દ્ર મોદી ફરી પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે : નીતીશ કુમાર

    નીતીશ કુમારે જેડીયૂ તરફથી નરેન્દ્ર મોદીને ભારતના વડાપ્રધાન પદ માટે સમર્થ આપ્યું. તેમણે કહ્યું કે, '10 વર્ષથી તેઓ પ્રધાનમંત્રી છે. ફરી તેઓ પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. સમગ્ર દેશની સેવા છે, પૂર્ણ ભરોસો છે જે કંઈપણ બચ્યું છે, આગામી વખત બધુ પૂરૂ કરી દેશે, જે પણ રાજ્યના છે. અમે લોકો સંપૂર્ણ રીતે તમામ દિવસે તેમની સાથે રહેશે.'
     

     

  • 12:52 PM • 07 Jun 2024
    નરેન્દ્ર મોદીને અમારું સંપૂર્ણ સમર્થન : ચંદ્રબાબૂ નાયડૂ

    NDA સંસદીય દળની બેઠકમાં ટીડીપી પ્રમુખ ચંદ્રબાબૂ નાયડૂએ કહ્યું કે, 'અમે તમામને શુભેચ્છા આપી રહ્યા છીએ, કારણ કે અમે શાનદાર બહુમતી હાંસલ કરી છે. મેં ચૂંટણી પ્રચાર દરમિયાન જોયું કે 3 મહિના સુધી વડાપ્રધાન મોદીએ ક્યારેય આરામ ન કર્યો. તેમણે દિવસ-રાત પ્રચાર કર્યો. તેમણે એ ભાવના સાથે શરૂઆત કરી અને એ ભાવના સાથે પૂર્ણ કર્યો. આંધ્રપ્રદેશમાં અમે 3 જાહેર બેઠકો અને 1 મોટી રેલી યોજી. તેનાથી આંધ્રપ્રદેશમાં ચૂંટણી જીતવામાં ખુબ મોટું અંતર ઉભું થયું. વડાપ્રધાન મોદી દેશ માટે કામ કરે, અમારું તેમને સંપૂર્ણ સમર્થ છે.'
     

     

  • ADVERTISEMENT

  • 12:32 PM • 07 Jun 2024
    દેશના 140 કરોડ લોકોનો પ્રસ્તાવઃ અમિત શાહ

    અમિત શાહે કહ્યું, 'આ પ્રસ્તાવ માત્ર અહીં બેઠેલા લોકોની ઈચ્છા નથી. દેશના 140 કરોડ લોકોનો આ પ્રસ્તાવ છે. આ દેશનો અવાજ છે કે પીએમ મોદી આગામી 5 વર્ષ માટે દેશનું નેતૃત્વ કરે. તે જ સમયે, એનડીએ સંસદીય દળની બેઠકમાં, ભાજપના સાંસદ નીતિન ગડકરીએ નરેન્દ્ર મોદીને લોકસભાના નેતા અને ભાજપ અને એનડીએ સંસદીય પક્ષોના નેતા તરીકે નામાંકિત કરવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.

  • 12:24 PM • 07 Jun 2024
    નરેન્દ્ર મોદી NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા

    નરેન્દ્ર મોદીને NDA સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રાજનાથ સિંહે શુક્રવારે જૂના સંસદ ભવનમાં એનડી સંસદીય દળની બેઠકમાં આ પ્રસ્તાવ મૂક્યો હતો. આ દરમિયાન આ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવ દરમિયાન ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ મંચ પર હાજર હતા.

  • 12:12 PM • 07 Jun 2024
    પીએમ મોદી સંસદ ભવન પહોંચ્યા

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી NDA સંસદીય દળની બેઠક માટે સંસદ ભવન પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે એનડીએની આ બેઠક જૂના સંસદ ભવનમાં થઈ રહી છે. પીએમ મોદી મંચ પર હાજર છે. રાજનાથ સિંહ, અમિત શાહ, ચિરાગ પાસવાન, પવન કલ્યાણ, ચંદ્રબાબુ નાયડુ અને જેપી નડ્ડા સહિત તમામ સાંસદો અને નેતાઓ પણ તેમની સાથે હાજર છે.

  • 11:40 AM • 07 Jun 2024
    નવી સરકાર બનાવવા કવાયત તેજ, NDAની સંસદીય દળની બેઠક થોડીવારમાં શરૂ

    લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળ્યા બાદ નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ની સાથે કોંગ્રેસના નેતૃત્વમાં INDIA બ્લોક પણ દિલ્હીમાં સતત બેઠકો કરી રહ્યું છે. આજે નરેન્દ્ર મોદી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે મોદી 9 જૂને વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે.

  • 11:00 AM • 07 Jun 2024
    EMIમાં કોઈ રાહત નહીં, RBIએ રેપો રેટ યથાવત રાખ્યો

    રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (EBI MPC પરિણામો)ની MPC બેઠકના પરિણામો સામે આવ્યા છે અને આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે તેને 6.50 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. અગાઉ, આ નાણાકીય વર્ષ 2024-25ની પ્રથમ MPC બેઠકમાં, પોલિસી દરો સ્થિર રાખવામાં આવ્યા હતા. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે મુંબઈમાં શરૂ થયેલી બેઠકના પરિણામોની જાહેરાત કરી હતી.

  • 10:57 AM • 07 Jun 2024
    સંસદ ભવનમાં નકલી આધારકાર્ડથી ઘુષણખોરીનો પ્રયાસ

    CISFએ નકલી આધાર કાર્ડ બનાવીને સંસદ ભવન સંકુલમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ મજૂરોની ધરપકડ કરી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, "બનાવટી" આધાર કાર્ડનો ઉપયોગ કરીને ઉચ્ચ સુરક્ષાવાળા સંસદ સંકુલમાં કથિત રીતે પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ મજૂરોને CISFના જવાનોએ પકડી પાડ્યા હતા.

  • 10:24 AM • 07 Jun 2024
    રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ

    રાજકોટ શહેરમાં લુખ્ખાગીરીના દ્રશ્યો જોવા મળ્યા. રૈયા રોડ પર બે શખ્સો દ્વારા રીક્ષાચાલક પર ધોકા-પાઈપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં રીક્ષાચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે.

  • 09:48 AM • 07 Jun 2024
    હિંમતનગર-ઈડર હાઈવે પર અકસ્માતમાં 5નાં મોત

    હિંમતનગર-ઇડર હાઇવે પર અકસ્માતમાં સાત માસની બાળકી સહિત 5ના મોત. હિંમતનગરથી બર્થ ડે પાર્ટી મનાવી પરત આવતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે મારુતિને અડફેટે લેતા અકસ્માતની ઘટના સર્જાઈ હતી.

  • 09:47 AM • 07 Jun 2024
    કચ્છના અંજારમાં 40 લાખની લૂંટ

    અંજારના મહાવીર ડેવલપર્સના માલિક ઓફિસેથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઓફિસની નીચે બે બાઇક પર સવાર ચાર શખ્સોએ છરી બતાવી રૂ.40 લાખની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

follow whatsapp

ADVERTISEMENT