लाइव
Gujarat News 7 February LIVE: રાજકોટ ટેસ્ટમાં પણ કોહલી બહાર, જાડેજાની થઈ શકે છે વાપસી
Gujarat News 7 February LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, હવામાન સમાચાર, રાજકીય ઉથલ-પાથલ, સિને જગત તથા સ્પોર્ટ્સને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 09:25 PM • 07 Feb 2023વિધાનસભામાં પાસ થયું સમાન નાગરિક સંહિતા બીલયુનિફોર્મ સિવિલ કોડ બિલ એટલે કે UCC બીલ વિધાનસભામાં પાસ થતાંની સાથે જ ઉત્તરાખંડે ઈતિહાસ રચ્યો છે. આ બીલ પાસ કરનાર ઉત્તરાખંડ દેશનું પહેલું રાજ્ય છે. દરખાસ્ત પસાર થતા પહેલા બિલ પર બોલતા સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે આપણા બંધારણના નિર્માતાઓએ જે સપનું જોયું હતું તે જમીન પર સાકાર થવા જઈ રહ્યું છે.
- 09:25 PM • 07 Feb 2023શરદ પવારની પાર્ટીનું નામ ફાઇનલપાર્ટીનું નામ અને ચિન્હ છીનવી લીધા બાદ શરદ પવારની પાર્ટી હવે શરદ ચંદ્ર પવાર (Nationalist Congress Party Sharad Chandra Pawar) તરીકે ઓળખાશે. આ નામને ઇલેક્શન કમિશને મંજૂરી આપી છે.
- 09:25 PM • 07 Feb 2023ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ડૉ. હર્ષદ એ. પટેલની નિમણૂકગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ડૉ. હર્ષદ એ. પટેલની નિમણૂક કરી છે. શ્રી ડૉ. હર્ષદ એ. પટેલ ગુજરાત વિદ્યાપીઠના ૧૭મા કુલપતિ બન્યા છે.
- 09:25 PM • 07 Feb 2023રાજકોટ ટેસ્ટમાં પણ કોહલી બહાર, જાડેજાની થઈ શકે છે વાપસીઈંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ ન રમ્યા બાદ વિરાટ કોહલી હવે આગામી બે મેચમાંથી પણ બહાર થઈ ગયો છે. જોકે ભારતીય ટીમ માટે બીજા એક સારા સમાચાર પણ છે જેમાં અહેવાલ અનુસાર એવું માનવામાં આવી રહ્યું છે કે, જાડેજાની ટીમમાં વાપસી થઈ શકે છે.
- 05:30 PM • 07 Feb 2023પોલીસ ભરતીના નિયમોમાં ફેરફાર જાહેર કરાશેPolice Recruitement: રાજ્યમાં પોલીસ ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આગામી સમયમાં 10 હજાર પોલીસ જવાનોની ભરતી થવાની છે, એવામાં ગૃહ વિભાગ ટૂંક સમયમાં ભરતીના નવા નિયમોની જાહેરાત કરશે. મુખ્યમંત્રી દ્વારા આ નવા બનાવાયેલા નિયમોને મંજૂરી આપી દેવામાં આવી છે.
- 01:02 PM • 07 Feb 2023વડોદરા word wizard કંપનીમાં ITનું સર્ચવડોદરા સ્થિત કંપની Word Wizardમાં ITનું સર્ચ ઓપરેશન. Word Wizard કંપની બેટરી સંચાલિત ટુ-વ્હીલર Joy બ્રાન્ડથી ebike બનાવે છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ કંપનીની મુલાકાત લીધી હતી.
- 01:02 PM • 07 Feb 2023જલારામ બાપા-સાંઈબાબા વિશે ટિપ્પણી પર કાલોલના ધારાસભ્ય સામે રોષકાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો જલારામ બાપા અને સાંઈબાબા વિશે ટિપ્પણી કરતો વીડિયો વાઇરલ થવાનો મામલો. વાંધાજનક ટિપ્પણીને લઈને રઘુવંશી સમાજના યુવાનોમાં રોષ. ધારાસભ્ય વીરપુર આવીને જલારામ બાપા અને ભક્તોની માફી માગે તેવી માગ કરાઈ. જો ધારાસભ્ય માફી નહિ માગે તો ગુજરાતભરમાં રઘુવંશી યુવા શક્તિ સંઘ(RYSS) વિરોધ કરશે.
- 09:47 AM • 07 Feb 2023UPમાં 19 ફેબ્રુઆરીએ ગ્લોબસ ઇન્વેસ્ટર્સ સમિટ યોજાશેયુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં મળેલી રોકાણ દરખાસ્તોને અમલમાં મૂકવા માટે, 19 ફેબ્રુઆરીએ લખનૌના ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે સૂચિત ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની (GBC)નું આયોજન કરવામાં આવશે . આ ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહના મુખ્ય અતિથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે. પીએમ મોદી તેનું ઉદ્ઘાટન પણ કરશે. આ સમિટ દ્વારા 10 લાખ કરોડ રૂપિયાના રોકાણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવશે.
- 09:47 AM • 07 Feb 2023હરદા ફટાકડાની ફેક્ટરીમાં આગ ઓલવવાનું અને કૂલિંગનું કામ ચાલુમધ્ય પ્રદેશ: એનડીઆરએફ અને એસડીઆરએફ હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ બુઝાવવાનું અને કૂલિંગનું કામ કરી રહ્યા છે, જ્યાં ગઈકાલે મોટો વિસ્ફોટ થયો હતો, જેની નજીકના ઘરોને અસર થઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે.
- 09:47 AM • 07 Feb 2023ઉત્તરાખંડમાં કોંગ્રેસના નેતાના ઘરે EDના દરોડાએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઉત્તરાખંડના પૂર્વ કેબિનેટ મંત્રી અને કોંગ્રેસ નેતા હરક સિંહ રાવત અને અન્ય લોકોના ઘરો પર દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ, મની લોન્ડરિંગ કેસ સાથે સંબંધિત આ દરોડા ઉત્તરાખંડ અને દિલ્હી-એનસીઆરમાં એક ડઝનથી વધુ સ્થળો પર થઈ રહ્યા છે.
- 12:00 AM • 07 Feb 2024ગોવાણા ગામે બોરમાં ફસાયેલા બાળકનું સફળ રેસ્ક્યુજામનગરના લાલપુર તાલુકાના ગોવાણા ગામે બોરમાં ફસાયેલા બાળકને ભારે મહેનત બાદ આખરે બચાવી લેવાયું છે. બોરવેલમાં પડેલા રાજને નવ કલાકની જહેમત બાદ મધ્યરાત્રીના સાડા ત્રણ વાગ્યે સફળ રેસ્ક્યુ કરીને બચાવાયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT