Gujarat News 7 April LIVE Updates: ક્ષત્રિય સમાજનું આજે ધંધુકામાં મહાસંમેલન, જે.પી નડ્ડાની ચોરાયેલી કાર મળી
Gujarat News 7 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
Gujarat News 7 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 10:27 AM • 07 Apr 2024IPLમાં આજે ડબલ હેડર, સાંજે ગુજરાત અને લખનઉ વચ્ચે જામશે જંગ
સુપર સન્ડેમાં આજે IPLમાં ડબલ હેડર જોવા મળશે. જેમાં પહેલી મેચ બપોરે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. આ મેચ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. જ્યારે બીજી મેચ ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે સાંજે 7.30 વાગ્યે રમાશે.
- 09:58 AM • 07 Apr 2024જે.પી નડ્ડાની ચોરાયેલી કાર પોલીસે શોધી કાઢી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાની ફોર્ચ્યુનર કાર દિલ્હીથી ચોરાઈ ગઈ હતી. 15 જેટલા દિવસ બાદ આ કાર વારાણસીથી શોધવામાં પોલીસને સફળતા મળી છે. આ સાથે બે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.
- 09:56 AM • 07 Apr 2024ધંધુકામાં આજે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન
પરષોત્તમ રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે. આ વચ્ચે ધંધુકામાં આજે ક્ષત્રિય સમાજનું 'અસ્મિતા મહાસંમેલન' યોજાશે. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિ સમાજના લોકો તથા સંગઠનો જોડાશે.
- 09:48 AM • 07 Apr 2024મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે નર્મદા જિલ્લાની મુલાકાતે
CM ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવશે. જ્યાં તેઓ કાર્યકરો સાથે તેમજ પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક કરશે. તેમ જ હરસિદ્ધિ માતાના મંદિરે પણ દર્શન કરવા જશે.
ADVERTISEMENT