लाइव

Gujarat News 6 February LIVE: સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષનું રાજીનામું લેવાયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 11:03 AM • 06 Feb 2023
    સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષનું રાજીનામું લેવાયું
    સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ધનેશ શાહ પાસેથી રાજીનામું લઈ લેવાયું. અધ્યક્ષ પદ સાથે સભ્ય તરીકેથી પણ રાજીનામું લઈ હકલ પટ્ટી કરવામાં આવી. પત્રિકા કાંડ માં તેમની સામે ગંભીર આક્ષેપ બાદ ભાજપનો નિર્ણય.
  • 09:58 AM • 06 Feb 2023
    દિલ્હીમાં આપના અનેક નેતાઓને ત્યાં ED ત્રાટક્યું
    દિલ્હીમાં મની લોન્ડરીંગ એક્ટ હેઠળ EDની કાર્યવાહી. સાંસદ એનડી ગુપ્તા સહિત અનેક નેતાઓને ત્યાં EDના દરોડા પડ્યા. દિલ્હી અને એનસીઆરમાં મળીને કુલ 12 જગ્યાએ તપાસ ચાલી રહી છે.
  • 09:44 AM • 06 Feb 2023
    વધુ એક નેતાની ભાજપમાં થશે ઘર વાપસી
    ભારતીય જનતા પાર્ટીમાં વધુ એક ભાજપના નેતાની ઘર વાપસી થશે.ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના એસ.ટી મોરચાના અધ્યક્ષ રહી ચૂકેલા હર્ષદ વસાવાને ગત વિધાનસભામાં ટિકિટ ન મળતા તેમની જગ્યાએ ડોક્ટર દર્શના દેશમુખને ટિકિટ મળતા તેઓએ બળવો કર્યો હતો અને અપક્ષમાં ઉમેદવારી કરી હતી પરંતુ તેઓ હારી ગયા હતા. તેમને 25000 જેટલા મત તો મળ્યા હતા ત્યારે આજે હર્ષદ વસાવા પોતાના સમર્થકોની સાથે ફરી ભાજપમાં પ્રવેશ કરશે. ત્યારે ભાજપમાં વિધાનસભાની ચૂંટણી વખતે સસ્પેન્ડ કરાયેલા પૂર્વ ભાજપના પ્રમુખ ઘનશ્યામ દેસાઈ ભારતીબેન તડવી સહિત અનેક નેતાઓ જેમને સસ્પેન્ડ કરાયા હતા. તેઓ કમલમ ખાતે પુનઃ ભાજપમાં પ્રવેશ કરશે.
  • 09:44 AM • 06 Feb 2023
    અમરેલીમાં ખેતરમાં કામ કરતા યુવક પર દીપડાનો હુમલો
    અમરેલી જિલ્લામાં ખાંભા ગીરના અનીડા ગામે ખેત મજૂર પર દીપડાએ હુમલો કર્યો હતો. ખેતીપાકમાં દવા છાંટતા ખેત મજુર પર દીપડાએ હુમલો કર્યો હતો. મધ્યપ્રદેશના પરપ્રાંતીય મજૂરને હાથ અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત ખેત મજુર હિતેશ રેવારામ માળવીને ચલાલા હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.
  • ADVERTISEMENT

  • 04:14 AM • 06 Feb 2024
    જૂનાગઢ કસ્ટડિયલ ટોર્ચર કેસ: PSIની કરાઈ ધરપકડ
    જૂનાગઢ: જૂનાગઢમાં આરોપીને મારી હત્યા કરવાના ગુનામાં PSIની ધરપકડ કરવામાં આવી છે. શહેરના બી ડિવિઝનમાં થોડા દિવસ પહેલા ટૂર એન્ડ ટ્રાવેલ્સ એજન્સીના સંચાલકને પૈસા માગી પોલીસકર્મીએ માર માર્યો હતો. વધુ માર મારવાથી યુવક હર્ષિલ જાદવનું મોત થયું હતું. ત્યારે પીએસઆઇ મુકેશ મકવાણાની હત્યાના કેસમાં ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી હતી.
follow whatsapp

ADVERTISEMENT