Gujarat News 5 March LIVE: અંબરીશ ડેર આજે કેસરીયા કરશે, CMની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક
Gujarat News 5 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
Gujarat News 5 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 03:10 PM • 05 Mar 2024જામનગરમાં કોંગ્રેસ નેતા મુળુભાઈ કંડોરિયા ભાજપમાં જોડાશે
જામનગરના વધુ એક આહિર અગ્રણી કોંગ્રેસની ડૂબતી નાવ છોડશે. આહિર અગ્રણી મુળુભાઇ કંડોરીયા ભાજપમાં જોડાશે. ગત લોકસભાની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર અને દ્વારકા કલ્યાણપુર પંથકના આહિર અગ્રણી મુળુભાઈ કંડોરીયા ભાજપમાં પ્રવેશ કરશે. મૂળુભાઈ કંડોરીયા કોંગ્રેસના વિધાનસભાના ઉમેદવાર તરીકે પણ ચૂંટણી લડી ચૂક્યા છે. મુળુભાઈના ભાજપમાં જોડાવાથી પુનમબેન માડમને આગામી લોકસભામાં ભારે ફાયદો થશે.
- 03:09 PM • 05 Mar 2024ભરૂચમાં ખેડૂતોની ચૂંટણી બહિષ્કારની ચીમકી
ભરૂચ: મુંબઈ-દિલ્હી એકસપ્રેસ વે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને ભાડભૂત બેરેજ યોજનાનો ભરૂચમાં ઉગ્ર વિરોધ. 38 ગામના 1 લાખથી વધુ ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી છે. આસપાસના જિલ્લાઓને આપેલા વળતર મુજબ વળતર આપવા ખેડૂતોએ માંગ કરી છે. ખેડૂત મહિલાઓએ અનોખો વિરોધ નોંધાવીને કલેકટરને સંબોધી ભજન ગાયું હતું.
- 10:06 AM • 05 Mar 2024ગિરનાર તળેટીમાં ભવનાથના મેળાનો પ્રારંભ
- બમ બમ ભોલેના નાદ સાથે મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થયો છે.
- ભવનાથ મંદિરમાં ધ્વજારોહણ સાથે ચાર દિવસનો મેળો શરૂ.
- સાધુ સંતોઅધિકારીઓ એ પૂજા અર્ચના કરી મેળાનો કરાવ્યો પ્રારંભ
- જૂના અખાડા પાંચ દશનામ અખાડા અને આહવાન અખાડાના મહામંડલેશ્વર સાધુ-સંતો, કિન્નર અખાડાના મહામંડલેશ્વર સહિત તમામે બોલાવ્યા હરહર શંભુના નાદ.
- 09:42 AM • 05 Mar 2024CMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાશે.
સવારે 10 વાગે મળશે કેબિનેટ બેઠક.
બેઠકમાં કમોસમી વરસાદ બાદ કૃષિમાં થયેલા નુકશાન પર થશે સમિક્ષા.
- 09:40 AM • 05 Mar 2024અંબરીશ ડેર આજે ભાજપમાં જોડાશે
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર આજે ભાજપમાં જોડાશે. સોમવારે તેમણે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું હતું. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બપોરે 12:00 વાગે તેઓ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાશે.
ADVERTISEMENT
ADVERTISEMENT