लाइव

Gujarat News 5 April LIVE Updates: દિલ્હી સરકારના મંત્રી આતિશીની મુશ્કેલીઓ વધી, ચૂંટણી પંચે મોકલી નોટિસ

ADVERTISEMENT

05 April Breaking News
27 March Breaking News
social share
google news

Gujarat News 5 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 12:16 PM • 05 Apr 2024
    કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની મુખ્ય બાબતો

    1.જાતિઓ અને પેટા જાતિઓ અને તેમની સામાજિક-આર્થિક પરિસ્થિતિઓની ગણતરી કરવા માટે દેશવ્યાપી સામાજિક-આર્થિક અને જાતિ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. 

    2.SC, ST અને OBC માટે 50 ટકાની અનામત મર્યાદામાં વધારવામાં આવશે

    3. આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા અનામત કોઈપણ ભેદભાવ વિના તમામ જાતિઓ અને સમુદાયો માટે લાગુ કરવામાં આવશે.

    4. SC, ST અને OBC માટે આરક્ષિત જગ્યાઓની તમામ બેકલોગ ખાલી જગ્યાઓ પર એક વર્ષની અંદર ભરતી કરવામાં આવશે.

    5. કોંગ્રેસ સરકારી અને જાહેર ક્ષેત્રના સાહસોમાં નિયમિત નોકરીઓની કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરશે.

    6. ઘર બનાવવા, વ્યવસાય શરૂ કરવા અને મિલકત ખરીદવા માટે SC અને STને સંસ્થાકીય ધિરાણ આપવામાં આવશે.

    7. જમીન ટોચમર્યાદા અધિનિયમ હેઠળ ગરીબોને સરકારી જમીન અને ફાજલ જમીનના વિતરણ પર દેખરેખ રાખવા માટે એક ઓથોરિટીની સ્થાપના કરવામાં આવશે.

    8. SC અને ST સમુદાયોના કોન્ટ્રાક્ટરોને વધુ જાહેર કામના કોન્ટ્રાક્ટ આપવા માટે જાહેર પ્રાપ્તિ નીતિનો વ્યાપ વિસ્તારવામાં આવશે.

    9. ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ માટે OBC, SC અને ST વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની રકમ બમણી કરવામાં આવશે. 

    10. SC અને ST વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા અને પીએચડી કરવા માટે મદદ કરવા માટે શિષ્યવૃત્તિની સંખ્યા બમણી કરવામાં આવશે.

  • 11:32 AM • 05 Apr 2024
    દિલ્હી સરકારમાં મંત્રી આતિશી સિંહની મુશ્કેલીઓ વધી

    દિલ્હી સરકારમાં મંત્રી આતિશી સિંહની મુશ્કેલીઓ વધી શકે છે. તેમણે એવો આરોપ લગાવ્યું હતો કે, ભાજપમાં ન જોડાવાને કારણે તેમને ધમકીઓ મળી રહી છે જે વાતને લઈ ચૂંટણીપંચે આતિશીને નોટિસ મોકલી છે. આતિશીએ સોમવારે બપોરે 12 વાગ્યા સુધીમાં આ નોટિસનો જવાબ આપવો પડશે.

  • 11:20 AM • 05 Apr 2024
    PAAS સંગઠન આવ્યું રૂપાલાના સમર્થનમાં

    રૂપાલાના વિવાદિત નિવેદન બાદ રાજકોટના સ્પીડવેલ ચોકમા રૂપાલાના સમર્થનમાં લાગ્યા ફરી બેનરો

    પાટીદાર સમાજનુ PAAS સંગઠન આવ્યું રૂપાલાના સમર્થનમાં …

    અનામત આંદોલન બાદ ઘણા સમય પછી   રૂપાલાના સમર્થન માટે સક્રિય થઈ પાસ કમિટી

    હુ સનાતની છુ,હુ મોદીની સાથે છુ, હુ રૂપાલાની સાથે છુ.. ના લાગ્યા અલગ અલગ જગ્યાએ બેનરો..

    આગામી સમયમાં પાટીદાર એકતા મહાસમેલનનો આયોજન કરવા સમાજના આગેવાનો સાથે ચર્ચાઓ ચાલી રહી હોવાનો દાવો

  • 10:10 AM • 05 Apr 2024
    RBI એ રેપો રેટ યથાવત રાખવાની જાહેરાત કરી

    રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનિટરી પોલિસી કમિટિ (MPC) ત્રણ દિવસની બેઠકના અંતે આજે રેપો રેટ યથાવત રાખવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ફેબુ્રઆરી, 2023માં રેપો રેટમાં વધારો કરી 6.50 ટકાના સ્તરે લઈ જવાયા બાદ રિઝર્વ બેન્કે ત્યારપછીની દરેક બેઠકમાં વ્યાજ દર જાળવી રાખ્યો છે.

  • ADVERTISEMENT

  • 10:06 AM • 05 Apr 2024
    જમ્મુ-કાશ્મીરના ઉરીમાં સુરક્ષા દળોને મળી સફળતા

    જમ્મુ-કાશ્મીરના ઉરીમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કરી  ઘૂસણખોરીના પ્રયાસને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો છે. હજુ પણ આસપાસની જગ્યાઓ પર સર્ચ ઓપરેશન ચાલુ છે.

follow whatsapp

ADVERTISEMENT