लाइव

Gujarat News LIVE Updates: રાજકોટ અગ્નિકાંડને લઈ ગુજરાત ભાજપનો મહત્વપૂર્ણ નિર્ણય, 4 જૂને નહીં કરે કોઈ ઉજવણી

ADVERTISEMENT

Gujarat News LIVE Updates
ગુજરાત લાઈવ અપડેટ્સ
social share
google news

Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 05:56 PM • 31 May 2024
    સફાઈ કર્મચારી પર સિંહનો હુમલો

    જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં એક વ્યક્તિ ઉપર સિંહે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાણી સંગ્રહાલયના હંગામી કર્મચારી સફાઈ માટે પાંજરામાં જતાં સિંહે તેમના પર હુમલો કર્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત કર્મચારીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસવામાં આવ્યા છે. 

  • 05:42 PM • 31 May 2024
    ગુજરાત ભાજપનો મહત્વપૂર્ણ નિર્ણય

    રાજકોટ અગ્નિકાંડને લઈ ગુજરાત ભાજપનો મહત્વપૂર્ણ નિર્ણય, રાજ્યમાં 4 જૂને ભાજપ દ્વારા કોઈ ઉજવણી કે સરઘસ નહીં કાઢવામાં આવે.  ઉમેદવારો જીતનો કઈ જશ્ન નહીં મનાવે, સાથે જ કમલમ ખાતે પણ કોઈ ઉજવણી નહીં થાય. 26 જિલ્લાઓમાં પણ સૂચના અપાઈ છે. પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે આજે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. જેમાં આ સૂચના આપવામાં આવી છે.

  • 01:52 PM • 31 May 2024
    ભેખડ ધસી પડતાં શ્રમિકનું મૃત્યુ

    ગાંધીનગર ભેખડ ધસી પડતાં શ્રમિકનું મૃત્યુ થયું છે. કુડાસણ પાસે કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડતા શ્રમિકનું મોત થયું છે. આપને જણાવી દઈએ કે, ગુરૂવારે મોડી સાંજે કુડાસણ પાસે ભેખડ ધસી પડતાં બે શ્રમિકો દટાયા હતા. જેમાંથી એકનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે અન્ય એકની સારવાર ચાલી રહી છે. 

  • 10:48 AM • 31 May 2024
    શ્રીકૃષ્ણકુમારસિંહજીનાં પુત્ર શિવભદ્રસિંહજીનું નિધન

    ભાવનગરનાં પ્રજા વત્સલ મહારાજા નેક નામદાર શ્રીકૃષ્ણકુમારસિંહજીનાં પુત્ર શિવભદ્રસિંહજીનું નિધન થયું છે. શિવભદ્રસિંહજી ગોહિલ કૃષ્ણકુમારસિંહજીના બીજા નંબરના પુત્ર હતા. જેઓ મહારાજ કુંવર તરીકે ઓળખાતા હતા. આજે બપોરે 1 થી 5 તેમના પાર્થિવ શરીરને તેમનાં બોરતળાવ ખાતેના ભાવ વિલાસ પેલેસ ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.

  • ADVERTISEMENT

  • 09:37 AM • 31 May 2024
    2 તત્કાલીન PIની પૂછપરછ શરૂ

    રાજકોટ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી અને તાત્કાલિક કેટલાક જવાબદાર અધિકારીઓ સામે આકરા પગલા ભરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે રાજકોટના બે પોલીસ ઈન્સપેક્ટર વી.આર પટેલ અને એન.આઈ. રાઠોડને સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારે હવે અગાઉ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલા પોલીસ ઈન્સપેક્ટરની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. અગાઉ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલા પીઆઇ જે.વી.ધોળા અને વી.એસ.વણઝારાને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવ્યા છે. બન્ને પૂર્વ પીઆઈની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

  • 09:34 AM • 31 May 2024
    રાજકોટ ગેમકાંડઃ ACBએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન

    રાજકોટ અગ્નિકાંડ મામલે ચારેય અધિકારીઓની ધરપકડ બાદ ACB દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ધરપકડ કરાયેલા અધિકારીઓની ઓફિસો અને નિવાસ સ્થાને એસીબી ત્રાટક્યું છે. પૂર્વ TPO એમ.ડી. સાગઠીયાની ઓફિસ અને રહેણાંક મકાન ખાતે, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબાની ઓફિસ અને રહેણાંક મકાન ખાતે, ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેરની ઓફિસ ખાતે તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ રોહિત વિગોરાની ઓફિસ અને રહેણાંક મકાન ખાતે, મુકેશ મકવાણાની ઓફિસ અને રહેણાંક મકાન ખાતે, ગૌતમ જોશીની ઓફિસ અને રહેણાંક મકાન ખાતે તપાસ શરૂ કરવામાં આવી છે. 

  • ADVERTISEMENT

  • 09:33 AM • 31 May 2024
    4 અધિકારીઓની ધરપકડ

    Rajkot TRP Game Zone Fire: રાજકોટ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટના મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મનપાના અધિકારીઓ જવાબદારી હોવાનું સ્પષ્ટ થતાં ચાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધી ચારેયની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠીયા, ATPO મુકેશ મકવાણા, ગૌતમ જોશી તેમજ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તમામ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. 

follow whatsapp

ADVERTISEMENT