लाइव

Gujarat News 31 January LIVE: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું નવા સંસદ ભવનમાં પહેલું સંબોધન, બજેટ સત્રની થઈ શરૂઆત

ADVERTISEMENT

LIVE Updates
LIVE Updates
social share
google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 11:23 AM • 31 Jan 2023
    રાષ્ટ્રપતિનું સંબોધન શરૂ
    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બજેટ સત્રને સંબોધિત કરી રહ્યાં છે. પોતાના સંબોધનમાં તેમણે 21મી સદીનો મંત્ર આપ્યો છે, 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'. રાષ્ટ્રપતિએ કહ્યું કે નવા ગૃહમાં આ તેમનું પ્રથમ સંબોધન છે. અહીં સંસદીય પરંપરાઓનું ગૌરવ છે.
  • 11:23 AM • 31 Jan 2023
    \\\'ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે\\\'
    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બજેટ સત્ર માટે લોકસભા અને રાજ્યસભાના સભ્યોના સંયુક્ત સત્રને સંબોધિત કરી રહ્યા છે. તેમના સંબોધન પહેલા ગૃહમાં ઐતિહાસિક સુવર્ણ રાજદંડ સાંગોલ અર્પણ કરવાની વિધિ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે, વિશ્વમાં ગંભીર કટોકટી હોવા છતાં, ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે. મારી સરકાર ઘણા મહત્વપૂર્ણ બિલ પણ લાવી છે. આ એવા કાયદા છે, જે વિકસિત ભારતની સિદ્ધિ માટે મજબૂત પહેલ છે. ફોજદારી ન્યાય વ્યવસ્થા હવે ઈતિહાસ બની ગઈ છે.
  • 11:23 AM • 31 Jan 2023
    રામ મંદિર પર ગૃહમાં તાળીઓનો ગડગડાટ
    જ્યારે રાષ્ટ્રપતિએ રામ મંદિરના નિર્માણ અને નારી શક્તિ વંદન એક્ટનો ઉલ્લેખ કર્યો ત્યારે ગૃહમાં તાળીઓનો ગડગડાટ થયો. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય નેતાઓએ ટેબલ થપથપાવ્યું હતું. રાષ્ટ્રપતિએ કહ્યું કે, રામ મંદિર બનાવવાની આકાંક્ષા સદીઓથી હતી. 25 કરોડ ભારતીયો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. સરકારે ત્રિપલ તલાક વિરુદ્ધ કડક કાયદો બનાવ્યો છે.
  • 11:23 AM • 31 Jan 2023
    \\\'મારી સરકારે લાખો યુવાનોને નોકરી આપી\\\'
    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, આ નવા સંસદ ભવનમાં મારું પ્રથમ સંબોધન છે. આપણા બંધારણના અમલનું પણ આ 75મું વર્ષ છે. ગત વર્ષ ભારત માટે ઐતિહાસિક સિદ્ધિઓથી ભરેલું રહ્યું છે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ધ્વજ ફરકાવનાર પ્રથમ દેશ બન્યો. G20ની સફળતાએ સમગ્ર વિશ્વમાં ભારતની ભૂમિકાને મજબૂત બનાવી છે. મારી સરકારે લાખો યુવાનોને સરકારી નોકરીઓ આપી છે. નારી શક્તિ કાયદો લોકસભા અને રાજ્યસભામાં મહિલાઓની ભાગીદારી વધારશે. રામ મંદિરના નિર્માણની વર્ષોથી રાહ જોવાઈ રહી હતી. પરંતુ હવે તે પૂર્ણ થઈ ગયું છે.
  • ADVERTISEMENT

  • 11:23 AM • 31 Jan 2023
    \\\'આ સિદ્ધિઓ 10 વર્ષની મહેનતનું પરિણામ છે\\\'
    રાષ્ટ્રપતિ દ્રૌપદીએ કહ્યું કે, એશિયન ગેમ્સમાં ભારતે 100થી વધુ મેડલ જીત્યા છે. 5G શરૂ કરનાર પ્રથમ દેશ બન્યો છે. RTI ફાઇલ કરનારા લોકોની સંખ્યા 3.25 કરોડથી વધીને 8 કરોડથી વધુ થઈ ગઈ છે. આ સિદ્ધિઓ 10 વર્ષની મહેનતનું પરિણામ છે. કલમ 370 પરની આશંકા હવે ઈતિહાસ બની ગઈ છે. આજે એક લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ છે. એક કરોડ 40 લાખ લોકો GST ભરી રહ્યા છે.
  • 11:09 AM • 31 Jan 2023
    \\\\\\\'હંગામો કરનારા આત્મચિંતન કરે\\\\\\\', બેજટ સત્ર પહેલા PM મોદીની વિપક્ષીઓને સલાહ
    Budget Session 2024, Narendra Modi on Opposition: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના બજેટ સત્ર પહેલા વિપક્ષને આડે હાથ લીધું છે. બુધવારે કોઈનું નામ લીધા વિના, તેમણે કહ્યું - કેટલાક લોકો આદતથી હંગામો મચાવે છે. આવા હંગામો મચાવનારા લોકોએ આત્મમંથન કરવું જોઈએ. વિપક્ષી નેતાઓના ઘોંઘાટભર્યા વલણનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને વધુમાં કહ્યું હતું કે, "તમામ સાંસદો યાદ નહીં રાખે. ટીકા તીવ્ર હોઈ શકે પણ હંગામો ન હોવો જોઈએ. હંગામો કરનારાઓને કોઈ યાદ કરતું નથી. હવે બજેટનું અંતિમ સત્ર છે.બધાને પોતપોતાના મંતવ્યો વ્યક્ત કરવાની તક મળે છે. આવા સંજોગોમાં તેઓએ ગૌરવ જાળવવું જોઈએ.
  • ADVERTISEMENT

  • 09:56 AM • 31 Jan 2023
    દિલ્હી NCRમાં ધુમ્મસની ચાદર છવાઈ, 50થી વધુ ફ્લાઈટ લેટ
    બુધવારે સવારે દિલ્હી-એનસીઆર ગાઢ ધુમ્મસની સફેદ ચાદરમાં લપેટાયેલું જોવા મળ્યું હતું. જેના કારણે રોડથી લઈને હવાઈ વાહન વ્યવહારને અસર થઈ છે. ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી આવતી 23થી વધુ ટ્રેનો લેટ થઈ ચૂકી છે. બીજી તરફ IGI એરપોર્ટ પર આવનારી 50થી વધુ ફ્લાઈટ પણ લેટ થઈ છે.
  • 09:56 AM • 31 Jan 2023
    મેક્સિકોમાં બસ અકસ્માતમાં 19 લોકોના મોત
    મેક્સિકોમાં પેસેન્જર બસને અકસ્માત નડ્યો હતો. રોઇટર્સના અહેવાલ મુજબ, મેક્સિકો હાઇવે પર પેસેન્જર બસને નડેલા અકસ્માતમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે.
  • 05:53 AM • 31 Jan 2024
    દક્ષિણ કોરિયામાં અમેરિકન F-16 વિમાન ક્રેશ
    અમેરિકાનું F-16 ફાઈટર જેટ ક્રેશ દક્ષિણ કોરિયાના દરિયાકાંઠે ક્રેશ થઈ ગયું હતું. છેલ્લા એક વર્ષમાં ત્રીજી વખત આ વિસ્તારમાં F-16 એરક્રાફ્ટ ક્રેશ થયું છે. જોકે આ ઘટનામાં વિમાનનો પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો.
follow whatsapp

ADVERTISEMENT