लाइव

31 December Live News: આજે અમિત શાહ મથુરા પ્રવાસે, ઘણા કાર્યક્રમોમાં આપશે હાજરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 12:18 PM • 31 Dec 2023
    આજે અમિત શાહ મથુરા પ્રવાસે, ઘણા કાર્યક્રમોમાં આપશે હાજરી
    ગૃહમંત્રી અંહિત શાહ આજે શ્રી કૃષ્ણની નગરી મથુરાની મુલાકાત લેશે. વૃંદાવનના વાત્સલ્ય ગ્રામમાં ચાલી રહેલા દીદી માના સ્થિપૂર્તિ મહોત્સવમાં તેઓ હાજરી આપશે.
  • 11:30 AM • 31 Dec 2023
    ભારત ઈનોવેશનનું હબ બની રહ્યું છે : પીએમ મોદી
    પીએમ મોદીએ કહ્યું કે, આપણે જ્યારે પણ સાથે મળીને પ્રયાસો કર્યા છે ત્યારે દેશને ઘણો ફાયદો થયો છે. દેશમાં 70 હજાર અમૃત સરોવરોનું નિર્માણ પણ આપણી સામૂહિક સિદ્ધિ છે. હું માનું છું કે જે દેશ ઈનોવેશનને મહત્વ નથી આપતો તેનો વિકાસ અટકી જાય છે. ભારત ઇનોવેશન હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. 2015માં, આપણે ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં 81મા ક્રમે હતા, આજે આપણો ક્રમ 40મો છે. આ વર્ષે, ભારતમાંથી ફાઇલ કરાયેલ પેટન્ટની સંખ્યા વધુ હતી, જેમાંથી 60 ટકા સ્થાનિક ભંડોળમાંથી હતી. ક્યુએસ એશિયા યુનિવર્સિટી રેન્કિંગમાં મહત્તમ સંખ્યામાં ભારતીય યુનિવર્સિટીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
  • 11:26 AM • 31 Dec 2023
    મન કી બાતના 108મા એપિસોડની મહત્વતા સમજાવી
    પીએમ મોદીએ કહ્યું કે, આજે આપણી સંયુક્ત યાત્રાનો 108મો એપિસોડ છે. 108 નંબરનું મહત્વ અને તેની પવિત્રતા ખૂબ જ વધારે છે. જપમાળામાં 108 મંત્ર, 108 વખત જાપ, 108 દિવ્ય ગોળા, મંદિરોમાં 108 સીડી, 108 ઘંટ... 108 ની આ સંખ્યા અનંત શ્રદ્ધા સાથે સંકળાયેલી છે. એટલા માટે મન કી બાતનો 108મો એપિસોડ મારા માટે વધુ ખાસ બની ગયો છે.
  • 11:26 AM • 31 Dec 2023
    ભારતનો દરેક ખૂણો આત્મવિશ્વાસથી ભરેલો છેઃ પીએમ મોદી
    આ કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, આ 140 કરોડ ભારતીયોની તાકાત છે કે આપણા દેશે આ વર્ષમાં ઘણી વિશેષ સિદ્ધિઓ હાંસલ કરી છે. આજે ભારતનો દરેક ખૂણો આત્મવિશ્વાસથી ભરેલો છે. તે વિકસિત ભારતની ભાવના અને આત્મનિર્ભરતાની ભાવનાથી ભરપૂર છે. પીએમ મોદીએ કહ્યું કે, આપણે 2024માં પણ આ જ ભાવના અને ગતિ જાળવી રાખવાની છે.
  • ADVERTISEMENT

  • 09:44 AM • 31 Dec 2023
    આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓને 2023ની અંતિમ મન કી બાત કરશે
    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમ કરશે. આજે કાર્યક્રમની 108મી આવૃત્તિ હશે. પીએમ મોદી કાર્યક્રમમાં કેટલાક લોકો સાથે વાત પણ કરશે. આ વર્ષનો આ છેલ્લો એપિસોડ હશે.
  • 08:06 AM • 31 Dec 2023
    એરપોર્ટ પર દિલ્હીમાં ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો મોડી પડી
    દિલ્હીમાં ખરાબ વાતાવરણને કારણે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અત્યાર સુધીમાં લગભગ 80 ફ્લાઈટ્સ મોડી પડી છે. આ સિવાય જો ટ્રેનોની વાત કરવામાં આવે તો ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે.
  • ADVERTISEMENT

  • 07:33 AM • 31 Dec 2023
    મહારાષ્ટ્રમાં હેન્ડ ગ્લોવ્ઝ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ, 6 લોકોએ ગુમાવ્યા જીવ
    મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં હેન્ડ ગ્લોવ્ઝ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ભયાનક આગમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા. અગાઉ આ ફેક્ટરીમાં લાગેલી આગમાં પાંચ લોકો ફસાયા હોવાનું બહાર આવ્યું હતું.
  • 07:18 AM • 31 Dec 2023
    ખેડાના કણજરી ગામે બે જૂથ વચ્ચે થયો પથ્થરમારો
    કણજરી ગામે જૂથ અથડામણ થઈ. સામાન્ય બાબતે બે કોમ વચ્ચે થયુ છમકલુ. ઘટનાની જાણ થતા Sp સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. ખેડા lcb, sog, નડિયાદ dysp 4 પોલીસ મથકના જવાનો કંજરીમાં ખડકી દેવામાં આવ્યા. સુત્રો ધ્વારા મળતી માહિતી અનુસાર બાઈક સ્પીડમા હોવાનો ઠપકો આપતા મામલો બે કોમ વચ્ચે છમકલામા પરીણમ્યો. બે કૉમ વચ્ચે પથ્થરમારો થયો હોવાની માહિતી સામે આવી હતી. પોલીસ હાલ ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કરી તપાસ કરી રહી છે. જોકે હાલ સમગ્ર પરિસ્થતિ નિયંત્રણ હેઠળ છે અને કોઈ ફરીયાદ હાલ દાખલ થઈ નથી.
  • 05:00 AM • 31 Dec 2023
    ઇન્ડોનેશિયામાં ધરા ધ્રુજી
    ઈન્ડોનેશિયાના પાપુઆમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. શનિવારે રાત્રે 10.46 કલાકે 6.2ની તીવ્રતા સાથે ધરા ધ્રુજી હતી. ભૂકંપની ઊંડાઈ 77 કિલોમીટર નીચે હતી. હાલમાં આ શક્તિશાળી ભૂકંપના કારણે કોઈ જાનહાનિની ​​માહિતી નથી.
follow whatsapp

ADVERTISEMENT