लाइव

Gujarat News LIVE Updates: ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે અમરેલીમાં વરસાદ તૂટી પડ્યો

ADVERTISEMENT

3 June Live News
3 June Live News
social share
google news

Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 05:30 PM • 03 Jun 2024
    અમરેલીમાં વરસાદ પડ્યો

    અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સોમવારે ચલાલાના ધારગણી, વાવડી, ગરમલી સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અસહ્ય ગરમી વચ્ચે ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી વાતવરણમાં ઠંડક પ્રસરી હતી.

  • 10:01 AM • 03 Jun 2024
    મધ્ય પ્રદેશમાં ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા 13 લોકોના મોત

    રાજસ્થાનના હરણાવડા રોડ પર મોતીપુરાથી મધ્ય પ્રદેશના કમાલપુરા તરફ જઈ રહેલું ટ્રેક્ટર ટ્રોલી સાથે પલટી જતા 13 લોકોના મોત નિપજ્યા છે.

  • 09:50 AM • 03 Jun 2024
    ઉમરવાડામાં મદરેસામાં ચાલતું ગૌવંશનું કતલખાનું પકડાયું

    ભરૂચ: ઉમરવાડા રોડ પર આવેલા મદરેસા દારુલ ઉલુમમાં ચાલતું કતલખાનું ઝડપાયું છે. કતલખાનામાં ગૌવંશનું કતલ કરવાનું કૌભાંડ પોલીસે ઉજાગર કર્યું છે. આ સાથે દારુલ ઉલુમના ટ્રસ્ટી અને મૌલવી સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 165 કિલો શંકાસ્પદ ગૌ માંસનો જથ્થો પણ કબ્જે કર્યો છે.

  • 09:48 AM • 03 Jun 2024
    શેર માર્કેટ ખુલતા જ પહોંચ્યું ઐતિહાસિક સપાટીએ

    શેર માર્કેટ ખુલતા જ જબરજસ્ત તેજી જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા ઉછાળાથી રોકાણકારો ખુશખુશાલ થઈ ગયા હતા. નિફ્ટી પ્રી ઓપનિંગમાં 1000નો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં પણ 2000 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો.

follow whatsapp

ADVERTISEMENT