लाइव

3 January Live News: IND vs SA Test ભારતીય ટીમ 153 પર ઓલઆઉટ, અંતિમ 6 વિકેટ 0 રનમાં ગુમાવી

ADVERTISEMENT

gujarat-latest-live-news-and-breaking-news-3-january-2024-political-events-weather-updates-daily-breaking-news-top-headlines
gujarat-latest-live-news-and-breaking-news-3-january-2024-political-events-weather-updates-daily-breaking-news-top-headlines
social share
google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 08:12 PM • 03 Jan 2023
    ભારતીય ટીમ 153 પર ઓલઆઉટ
    સાઉથ આફ્રિકા પ્રથમ ઈનિંગમાં 55 રનમાં ઓલઆઉટ થયા બાદ ભારતની પણ પ્રથમ ઈનિંગમાં 153 રનમાં સમેટાઈ છે. ભારતને 98 રનની લીડ મળી હતી. જોકે ભારતની અંતિમ 6 વિકેટની વાત કરવામાં આવે તો શૂન્ય રનમાં પડી હતી.
  • 06:47 PM • 03 Jan 2023
    ગૌણ સેવા દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી કરાશે
    સરકારી નોકરીની તૈયારી કરતાં યુવાનો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આવતીકાલે સતાવાર ભરતી ની જાહેરાત કરવામાં આવશે જુનિયર ક્લાર્ક ,હેડ ક્લાર્ક ,ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત કેડરમાં થશે ભરતી. તારીખ 4 જાન્યુઆરીથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે.
  • 06:35 PM • 03 Jan 2023
    છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં આટલા વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું, જુઓ કોંગ્રેસએ આપ્યા આંકડા
    આર્થિક સંકડામણના કારણે આત્મહત્યાના બનાવો વધ્યા હોવાનો કોંગ્રેસનો દાવો આત્મહત્યાના કેસોમાં સર્વે અને તપાસની કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની માંગ ૨૦૧૭ થી ૨૦૨૧ માં ગુજરાતના ૩૦૦૨ વિદ્યાર્થીઓએ પણ જીવન ટૂંકાવ્યું NCRB ના આંકડાઓ રજૂ કરી કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન ગતિશીલ ગુજરાતમાં પરીવારોએ સામુહિક આત્મહત્યા કરવી પડે એ ચિંતાજનક આખો પરિવાર આત્મહત્યા કરે એ દર્શાવે છે કે ગુજરાતમાં આર્થિક અસમાનતા વધી એક વર્ષમાં ૧૩ પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી આર્થિક સંકળામણના કારણે પરિવારો સામૂહિક આત્મહત્યા કરી રહ્યા છે સરકાર સામુહિક આત્મહત્યાના કેસોમાં ઊંડી તપાસ કરે એ જરૂરી NCRB ના આંકડાઓ મુજબ આત્મહત્યાનો દર વધ્યો આત્મહત્યા એ સામાજિક સંવેદનાનો મુદ્દો છે પાંચ વર્ષના આત્મહત્યાના કેસોમાં સરકાર સર્વે કરાવે
  • 03:51 PM • 03 Jan 2023
    સિરાજ સામે આફ્રિકના બેટર ઘૂંટણીએ, 55 રનમાં ટીમ ઓલ આઉટ
    સાઉથ આફ્રિકા સામે બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ભારતીય બોલરો ઘાતક જોવા મળ્યા હતા. માત્ર 55 રનમાં આફ્રિકાની ટીમને આઉટ કરી દીધી છે. આ મેચમાં સિરાજે 6 વિકેટ લીધી છે. બુમરાહે બે તેમજ મુકેશ કુમારે 2 વિકેટ લીધી છે.
  • ADVERTISEMENT

  • 02:44 PM • 03 Jan 2023
    IND vs SA Test: સિરાજ-બુમરાહનો તરખાટ, આફ્રિકાની 32 રનમાં 4 વિકેટ
    India Vs South Africa Second Test 2024, Day 1, Live Scoreboard: ટીમ ઈન્ડિયા આજે (3 જાન્યુઆરી) દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉનના ન્યુલેન્ડ્સ સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ રમી રહી છે. મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગના નિર્ણય બાદ ભારતીય બોલર્સ ઝળક્યા હતા. ઝડપી બોલર્સ મોહમ્મદ સિરાજે તરખાટ મચાવતા 3 વિકેટ ઝડપી હતી, જ્યારે જસપ્રીત બુમરાહે પણ 1 વિકેટ લીધી હતી. ભારતીય બોલર્સની કમાલના કારણે આફ્રિકાનો સ્કોર 32 રનમાં 4 વિકેટે પહોંચ્યો છે.
  • 11:27 AM • 03 Jan 2023
    દ્વારકા મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર
    દેવભૂમિ દ્વારકા કાળિયા ઠાકરના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે એટલે કે 4 જાન્યુઆરી અને 9 જાન્યુઆરીના રોજ જગત મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ધનુર્માસના કારણે આ બે દિવસ વહેલી સવારે 5.30 કલાકે મંગલા આરતી થશે અને સવારે 10.30 કલાકે મંદિરના કપાટ બંધ થઈ જશે.
  • ADVERTISEMENT

  • 10:56 AM • 03 Jan 2023
    અમરેલીમાં માલગાડીની ટક્કરે સિંહણ ઈજાગ્રસ્ત
    ગુજરાતમાં એશિયાટીક સિંહોની માઠી દશા બેઠી. સાવરકુંડલાના વીજપડી રેલ્વે સ્ટેશનથી આગળના રેલ્વે ટ્રેક પર સિંહણ માલગાડી હડફેટે આવતા ઈજાગ્રસ્ત થઈ. અગાઉ ટ્રેનની હડફેટે સિંહોના મોત થયા બાદ વધુ એકવાર સિંહણનો અકસ્માત થયો છે. વનવિભાગની સિંહો પ્રત્યેની ઢીલી નીતિને કારણે સિંહણનો અક્સ્માત થયો. વનવિભાગે રેસક્યુ ઓપરેશન કરીને જશાધાર એનિમલ કેર ખાતે સિંહણને ખસેડી.
  • 10:56 AM • 03 Jan 2023
    રાજકોટમાં દિપડાની દહેશત
    રાજકોટ શહેરના કાલાવડ રોડ પર દિપડો દેખાયો હોવાની શંકાથી દહેશત વ્યાપી ગઈ છે. મોડી રાત્રે RPJ હોટેલ પાસે દિપડો હોવાનો વિડીયો વાયરલ થયો છે. CCTV ફુટેજને લઇને વન વિભાગે તપાસ શરૂ કરી.
  • 09:53 AM • 03 Jan 2023
    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે 10 વાગે કેબિનેટની બેઠક મળશે. જેમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને સમીક્ષા થશે. વાયબ્રન્ટ ગુજરાતમાં પીએમના પ્રવાસ, વિવિધ દેશોના વડાઓના આગમનની તૈયારીઓ પર ચર્ચા થશે. આ સાથે વાયબ્રન્ટ ગુજરાતમાં ડેલિગેટસ, બિટૂબી મિટિંગ સહીતના મુદ્દાઓ પર થશે ચર્ચા. રાજ્યમાં આગામી દિવસોમાં પતંગોત્સવ, ફિલ્મફેર સહિતના કાર્યક્રમોની પણ થશે ચર્ચા. બજેટ સત્રમાં રજૂ થનારા બિલ અને કામકાજની થશે સમિક્ષા. રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર થશે ચર્ચા.
  • 07:16 AM • 03 Jan 2023
    ભારત-દ.આફ્રિકા વચ્ચે આજે બીજી ટેસ્ટ મેચ
    2nd Test Cape town IND vs SA: ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામે બુધવારથી કેપટાઉનમાં શરૂ થનારી બીજી ક્રિકેટ ટેસ્ટમાં તેની સંપૂર્ણ તાકાત લગાવવી પડશે, જેથી શ્રેણી ડ્રો કરી શકાય. ઉપરાંત, આ જીત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના પોઈન્ટ ટેબલમાં વધારો કરવાનો માર્ગ મોકળો કરી શકે છે. રોહિત બ્રિગેડને પ્રથમ ટેસ્ટમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. વર્તમાન શ્રેણીની બીજી અને છેલ્લી ટેસ્ટ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી રમાશે.
  • 07:16 AM • 03 Jan 2023
    સાંસદ પર રદ થવા મુદ્દે મહુઆની અરજી પર સુપ્રીમમાં આજે સુનાવણી
    TMCના સાંસદ મહુઆ મોઈત્રાનું લોકસભામાંથી સભ્ય પદ રદ કરવા મુદ્દેની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
  • 10:00 AM • 03 Jan 2024
    મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા
    મણિપુરથી 26 કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમમાં આવેલા ઉખરૂલમાં ભૂકંપના આંચકા અનુભવાઆ હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.0ની માપવામાં આવી હતી.
follow whatsapp

ADVERTISEMENT