लाइव

Gujarat News 29 March LIVE: PM મોદી-બિલ ગેટ્સ વચ્ચે ચા પર ચર્ચા, છોટા ઉદેપુરમાં વરસ્યો વરસાદ

ADVERTISEMENT

29 March Live News
29 March Live News
social share
google news

Gujarat News 29 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 09:53 AM • 29 Mar 2024
    છોટા ઉદેપુરમાં ઝરમર વરસાદ

    છોટા ઉદેપુરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારથી ઝરમર છાંટા વરસ્યા હતા. લગભગ 10 મિનિટ જેટલા છાંટા પડતા ભીની માટીની મહેક પ્રસરી હતી. 

     

     

  • 09:50 AM • 29 Mar 2024
    ગેંગસ્ટર મુખ્તારને ગાઝીપુરના કાલીબાગમાં દફનાવાશે

    કુખ્યાત ગેંગસ્ટર મુખ્તાર અંસારીન જેલમાં મોત બાદ મૃતદેહનું આજે પોસ્ટમોર્ટમ કરાશે. 5 તબીબોની ટીમ પોસ્ટમોર્ટમ કરશે. આ બાદ ગાઝીપુરના કાલીબાગમાં આવેલા કબ્રસ્તાનમાં તેની દફનવિધિ કરવામાં આવશે.

  • 09:48 AM • 29 Mar 2024
    સુરતના DDO સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ

    સુરતના જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સામે જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ ચૂંટણી કમિશનરને ફરિયાદ કરી છે. ઉમરપાડામાં વિકાસ કામોની વિઝિટ વખતે શાસક પક્ષના આગેવાનો સાથે રહીને પરોક્ષ રીતે પ્રચાર કર્યાનો આરોપ કરવામાં આવ્યો છે. સાથે DDO સામે કાર્યવાહીની માંગ કરાઈ છે.

  • 09:47 AM • 29 Mar 2024
    PM મોદી અને બિલ ગેટ્સ વચ્ચે ચા પર ચર્ચા

    PM મોદી અને માઈક્રોસોફ્ટના ફાઉન્ડર વચ્ચે ચા પર ચર્ચા થઈ હતી. જેમાં ટેકનોલોજી, અભ્યાસ, સ્વાસ્થ્યથી લઈને અનેક મુદ્દાઓ પર વાતચીત થઈ હતી. બંનેની ચર્ચાનો વીડિયો પણ સામે આવ્યો છે. 

     

follow whatsapp

ADVERTISEMENT