लाइव

Gujarat News 29 January LIVE: જમીન કૌભાંડમાં ઝારખંડના CMની થઈ શકે ધરપકડ, પોલીસ સાથે નિવાસસ્થાને પહોંચી EDની ટીમ

ADVERTISEMENT

gujarat-latest-live-news-and-breaking-news-29-january-2024-political-events-weather-updates-daily-breaking-news-top-headlines
gujarat-latest-live-news-and-breaking-news-29-january-2024-political-events-weather-updates-daily-breaking-news-top-headlines
social share
google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 02:56 PM • 29 Jan 2023
    નારાયણ સાંઈને હાઇકોર્ટ તરફથી ઝટકો
    આસારામના પુત્ર નારાયણ સાંઈની જામીન અરજી પૂરતા દસ્તાવેજો ન હોવાને કારણે કોર્ટે અરજી ફગાવવાનું વલણ અપનાવતા નારાયણ સાંઈએ અરજી પરત ખેંચી લીધી છે. બીમાર પિતા આસારામની સેવા કરવા નારાયણ સાંઇએ વચગાળાની જામીન અરજી કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે, અગાઉ નારાયણ સાંઈએ ખોટા દસ્તાવેજો કોર્ટમાં રજુ કર્યા હતા. નારાયણ સાંઈ કોર્ટની વિશ્વસનીયતા ગુમાવી ચૂક્યા છે. યોગ્ય દસ્તાવેજો અને તેની ચકાસણી જરૂરી છે.
  • 12:17 PM • 29 Jan 2023
    વિદ્યાસહાયકની ભરતી માટે ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા
    ગાંધીનગર: વિદ્યાસહાયકોની ભરતી માટે ઉમેદવારો ગાંધીનગર પોહોંચ્યા. વિવિધ વિષયોમાં વિદ્યાસહાયકો ભરતી માટે રજૂઆત કરવા મોટી સંખ્યામાં ઉમેદવારો સચિવાલયના ગેટ નંબર 1 પર પોહોંચ્યા છે. ઉમેદવારો શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને મળીને ભરતી અંગે રજૂઆત કરશે.
  • 11:38 AM • 29 Jan 2023
    જમીન કૌભાંડમાં ઝારખંડના CMની થઈ શકે ધરપકડ, પોલીસ સાથે નિવાસસ્થાને પહોંચી EDની ટીમ
    જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની એક ટીમ રાજધાની દિલ્હીમાં હેમંત સોરેનના નિવાસસ્થાને પહોંચી છે. EDની ટીમ દક્ષિણ દિલ્હીના પોશ વિસ્તારમાં હેમંત સોરેનના શાંતિ નિકેતન સ્થિત ઘરે પહોંચી અને જમીન કૌભાંડમાં તેમની પૂછપરછ કરવા માંગે છે. સૂત્રોનું માનીએ તો આ કેસમાં તેની ધરપકડ પણ થઈ શકે છે. તેમના ઘરની બહાર અને અંદર મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
  • 09:53 AM • 29 Jan 2023
    પૂર્વ MLA બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાશે
    વડોદરા: ડભોઇના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાશે. બાલકૃષ્ણ પટેલ ભાજપથી નારાજ થઈ કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણીની ચૂંટણી લડ્યા હતા. તેઓ કમલમ ખાતે સી.આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ પેહરશે. સાવલીના કોંગ્રેસના ઉમેદવાર અને બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ પણ ભાજપમાં જોડાશે. કુલદીપસિંહ 2023માં કેતન ઇનામદાર સામે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.
  • ADVERTISEMENT

  • 09:53 AM • 29 Jan 2023
    વિદેશમંત્રી એસ. જયશંકર આજે નર્મદા જિલ્લાની મુલાકાતે
    નર્મદા: વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર આજે નર્મદા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ એકતાનગર ખાતે આઇએચસીએલ સ્કીલ સેન્ટરનું ઉદ્દઘાટન કરશે. આ સાથે ગરુડેશ્વર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મુલાકાત લેશે. સાથે રાજપીપળા ચિલ્ડ્રન હોમની મુલાકાત કરી નવી લેબ અને સ્માર્ટ ક્લાસનું ઉદ્દઘાટન કરશે. સાંજે લાછરસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી જનસેવામાં અર્પિત કરશે.
  • 06:08 AM • 29 Jan 2024
    હરણી બોટ દુર્ઘટનામાં FSL રિપોર્ટ આવ્યો
    વડોદરાની હરણી હોનારતમાં FSL ની તપાસમાં મોટો ખુલાસો થયો છે. જે મુજબ બોટાં ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતા દુર્ધટના સર્જાઈ હતી.
follow whatsapp

ADVERTISEMENT