Gujarat News LIVE Updates: રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ જાએ ચાર્જ સંભાળ્યો, વધુ 4 લોકોના DNA થયા મેચ
Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 05:31 PM • 28 May 2024રાજકોટ અગ્નિકાંડ: કુલ 20 વ્યક્તિઓના DNA મેચ થયા
રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ 3 વ્યક્તિઓ ના DNA મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 20 વ્યક્તિઓના DNA મેચ થયા છે. બાકી રહેલા વ્યક્તિઓના DNA મેચ કરવાનું કામગીરી હજુ પણ ચાલુ છે. રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. અગ્નિકાંડ બાદ શાળાઓમાં ફાયર સેફ્ટીના તપાસ માટેના આદેશ અપાયા છે. શિક્ષણ વિભાગે આપ્યા ફાયર સેફ્ટીની તપાસના આદેશ.
- 02:32 PM • 28 May 2024ખાણ ખનીજ વિભાગનો સપાટો
અમરેલી ખાણ ખનીજ વિભાગનો સપાટો, અમરેલીના ગાવડકા અને લીલીયાની શેત્રુંજી નદીમાંથી ઝડપાઈ રેતી ચોરી, બે ડમ્પર અને એક બોટ સહિત 25 લાખનો મુદામાલ કબ્જે કર્યો, અમરેલી ખાણ ખનીજ વિભાગ એ મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અમરેલી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના દરોડાથી ખનીજ માફિયાઓમાં ફફડાટ.
- 11:40 AM • 28 May 20244 વ્યક્તિઓના DNA મેચ થયા
રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ 4 વ્યક્તિઓના DNA મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 17 વ્યક્તિઓના DNA મેચ થયા છે. બાકી રહેલા વ્યક્તિઓના DNA મેચ કરવાનું કામગીરી હજુ પણ ચાલું છે.
- 09:47 AM • 28 May 202411 મૃતદેહ સ્વજનોને સોંપાયા
Rajkot Game Zone Fire News: રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અત્યાર સુધીમાં 28 જેટલા લોકોના મૃત્યુ થાય હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તમામ મૃતકોની DNA ટેસ્ટના આધારે ઓળખ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કુલ -11 મૃતદેહ તેઓના સ્વજનોને સોંપવામાં આવેલ છે.
- સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા
- સ્મિત મનીષભાઈ વાળા
- સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા
- જીગ્નેશ કાળુભાઇ ગઢવી
- ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ
- વિશ્વરાજસિંહ જશુભા જાડેજા
- આશાબેન ચંદુભાઈ કાથડ
- સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા
- નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા
- જયંત અનીલભાઈ ઘોરેચા
- હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર
- 09:47 AM • 28 May 2024મુખ્ય આરોપી ધવલ ઠક્કર ઝડપાયો
Rajkot Game Zone Fire News: રાજકોટ અગ્નિકાંડથી આખું ગુજરાત હચમચી ઉઠ્યું છે. આ મામલે રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો પોલીસ પણ આરોપીઓને ઝડપી પાડવા માટે રાત-દિવસ જોયા વગર મહેનત કરી છે. ત્યારે હાલ TRP ગેમ ઝોન આગકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. અગ્નિકાંડના મુખ્ય આરોપી ધવલ ઠક્કરને બનાસકાંઠા LCBએ આબુરોડથી દબોચી લઈ રાજકોટ પોલીસને જાણ કરતા રાજકોટ પોલીસ વહેલી સવારે પાલનપુર પહોંચી હતી. વહેલી સવારે ત્રણ વાગ્યા આસપાસ રાજકોટ પોલીસ બનાસકાંઠા પોલીસના સકંજામાંથી ધવલ ઠક્કરને રાજકોટ લઈ જવા થઈ રવાના થઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT