लाइव
29 December Live News: સુકન્યા સમૃદ્ધિ યોજનાના રોકાણકારોને સરકારે આપી નવા વર્ષની ભેટ
29 December Live News Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, હવામાન સમાચાર, રાજકીય ઉથલ-પાથલ, સિને જગત તથા સ્પોર્ટ્સને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 06:30 PM • 29 Dec 2023સુકન્યા સમૃદ્ધિ યોજનાના રોકાણકારોને સરકારે આપી નવા વર્ષની ભેટસુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરનારા લોકોને સરકારે નવા વર્ષે એક મોટી ભેટ આપી છે. નાણાકીય વર્ષ 2023-24 ના ચોથા ક્વાર્ટર માટે, યોજનાના વ્યાજ દરને 8 ટકાથી વધારીને 8.2 ટકા કરવાની જાહેરાત કરી છે.
- 06:23 PM • 29 Dec 2023સીએમ યોગી પહોંચ્યા અયોધ્યા, પીએમ મોદીની મુલાકાત પહેલા તૈયારીઓની કરી સમીક્ષાઆજે સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યાના પ્રવાસે છે. સીએમ યોગી આવતી કાલે પીએમ મોદીની મુલાકાત પહેલા તૈયારીઓની સમીક્ષા કરી. પીએમ મોદી આવતીકાલે અયોધ્યાને મોટી ભેટ આપશે.
- 03:49 PM • 29 Dec 2023અયોધ્યા રૂટ દરરોજ 10 થી 15 નવી ટ્રેનો દોડશે22 જાન્યુઆરી પછી અયોધ્યા રૂટ પર દરરોજ 10 થી 15 નવી ટ્રેનો દોડશે
- 10:10 AM • 29 Dec 2023BJP MLA સંગીતા પાટીલના નામે બન્યું ફેક એકાઉન્ટસુરતના લિંબાયત વિધાનસભા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલના ફોટાનો દુરુપયોગ કરીને કોઈએ તેમના નામનું નકલી ફેસબુક આઈડી બનાવીને સંબંધિત લોકોને વિનંતીઓ મોકલવાનું શરૂ કર્યું હતું. જ્યારે ધારાસભ્યને આ બાબતની જાણ થઈ ત્યારે તેમણે અસલી ફેસબુક પર પોસ્ટ કરી હતી અને લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ ન સ્વીકારવા વિનંતી કરી હતી. તેમણે એમ પણ લખ્યું કે, આ બાબતે પોલીસને જાણ કરી છે.
- 10:10 AM • 29 Dec 2023ખનીજ વિભાગનો ડ્રાઈવર જ નીકળ્યો ભૂમાફિયાઓનો બાતમીદારબનાસકાંઠા જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીની ગાડીમાં GPS સિસ્ટમથી કરાયેલ જાસુસી કાંડમાં મોટો ખુલાસો થયો છે. ભૂસ્તરશાસ્ત્રીનો ચાલક જ આરોપી નીકળ્યો છે. મોટી ભટામલ ગામનો સુરેશ ચૌધરી ભૂમાફિયાઓનો બાતમીદાર બન્યો હતો. આરોપી જિલ્લા ખાણખનીજ વિભાગનો મુખ્ય ડ્રાઈવર હતો. કોલ ડિટેઇલસમાં ભૂમાફિયાઓ સાથે તેના સબંધો બહાર આવ્યા હતા. હાલમાં ACBએ તેને પકડીને જેલ હવાલે કરી દીધો છે.
- 07:29 AM • 29 Dec 2023UPમાં ઠંડીનું જોર વધ્યું, શાળામાં 2 દિવસ રજા જાહેરઉત્તર પ્રદેશમાં વધતી જતી ઠંડી અને ધુમ્મસને જોતા ઘણા જિલ્લાઓમાં નર્સરીથી ધોરણ 12 સુધીની શાળાઓમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે. 29 અને 30 ડિસેમ્બરે શાળાઓ બંધ રહેશે. અગાઉ ઘણા જિલ્લાઓમાં શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
- 07:29 AM • 29 Dec 2023IND vs SA Test: ભારતનો ઈનિંગ્સ અને 32 રને કારમો પરાજયભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ સેન્ચુરિયનમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને એક ઇનિંગ્સ અને 32 રને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ભારત ટેસ્ટ શ્રેણીમાં 0-1થી પાછળ રહી ગયું છે. તેમજ ભારતનું સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતવાનું સપનું ફરી ચકનાચૂર થઈ ગયું હતું. હવે ભારત બીજી ટેસ્ટ મેચ જીતીને જ શ્રેણી બરોબરી કરી શકે છે. બીજી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે.
- 07:29 AM • 29 Dec 2023અબુધાબીમાં ખુલશે પ્રથમ હિન્દુ મંદિરBAPS Mandir in Abu Dhabi: સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુ ધાબીમાં પ્રથમ ભવ્ય હિન્દુ મંદિર ખુલવા જઈ રહ્યું છે. આ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન આવતા વર્ષે 14 ફેબ્રુઆરીએ થશે. આ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.
- 10:00 AM • 29 Dec 2023મોરબી-હળવદ ચોકડી પર ટ્રકે બાઈટકને ટક્કર મારીમોરબીમાં હળવદ-મોરબી ચોકડી પર બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. જેમાં ટ્રકે બાઇક સવાર બે યુવાનોને હડફેટે લેતા એક યુવકનું મોત નિપજ્યું હતું તો એકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલમાં ટ્રક ચાલકને હળવદ પોલીસે પકડી આગળની કાર્યવાહી હાથધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT