Gujarat News 28 April LIVE Updates: લીંબડી-અમદાવાદ નેશનલ હાઈવે પર ખાનગી બસનો અકસ્માત, 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત
Gujarat News 28 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
Gujarat News 28 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 04:06 PM • 28 Apr 2024પોરબંદરના દરિયામાંથી ઝડપાયું ડ્રગ્સ
ઇન્ડિયન કોસ્ટ ગાડે 28 એપ્રિલ 24 ના રોજ દરિયામાં ગુપ્ત માહિતી આધારે એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પાકિસ્તાની બોટમાંથી 14 ક્રૂ સાથે રૂ. 600 કરોડની કિંમતનો અંદાજે 86 કિલો નાર્કોટિક્સ પકડવામાં આવ્યો હતો. આ ઓપરેશન જેમાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ સહયોગ કર્યો હતો .જે સફળ ઓપરેશનમાં પરિણમ્યો હતો.
- 11:26 AM • 28 Apr 2024અરવિંદર સિંહ લવલીએ આપ્યું રાજીનામું
લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીના કોંગ્રેસ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અરવિંદર સિંહ લવલીએ દિલ્હી કોંગ્રેસના મહાસચિવ પ્રભારી દીપક બાબરિયા સાથે મતભેદને કારણે પદ છોડ્યું છે. તેઓએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પોતાનું રાજીનામું મોકલ્યું છે.
- 10:03 AM • 28 Apr 2024મુંબઈ પોલીસે સાહિલ ખાનની કરી ધરપકડ
Sahil Khan Arrested: એક્ટર સાહિલ ખાનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સાહિલ ખાન મુશ્કેલીમાં મુકાયા છે. મહાદેવ બેટિંગ એપ કેસમાં મુંબઈ પોલીસ SIT દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. એક્ટર ખાન ધ લાયન બુક એપ નામની સટ્ટાબાજીની એપ સાથે જોડાયેલા હતા, જે મહાદેવ બેટિંગ એપ નેટવર્કનો જ એક ભાગ છે. આ કેસમાં મુંબઈ પોલીસ SITએ અગાઉ તેમની પૂછપરછ કરી હતી. અભિનેતાએ આગોતરા જામીન માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.
- 10:03 AM • 28 Apr 2024ખાનગી બસ પલટી મારી જતાં 40થી વધુને ઈજા
સુરેન્દ્રનગરના લીંબડી-અમદાવાદ હાઈવે પર જાખણ ગામના પાટીયા નજીક ખાનગી બસ પલટી ખાઈ જતાં 40થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને લીંબડીની સિવિલ હોસ્પિટલ તેમજ સુરેન્દ્રનગરની સી.યુ શાહ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, લગ્નગાળો હોવાના પગલે ખાનગી બસ મારફતે પોરબંદરથી મધ્યપ્રદેશ 50 લોકો જતા હતા. તે દરમિયાન જાખણ ગામના પાટિયા નજીક બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોમાં મોટા ભાગના નાના બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. હાલ ઈજાગ્રસ્તોમાંથી 8થી 10 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT