लाइव

27 December Live News: કોંગ્રેસની ‘ન્યાય યાત્રા’ પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના પ્રહાર

ADVERTISEMENT

gujarat-latest-live-news-and-breaking-news-27-december-2023-political-events-weather-updates-daily-breaking-news-top-headlines
gujarat-latest-live-news-and-breaking-news-27-december-2023-political-events-weather-updates-daily-breaking-news-top-headlines
social share
google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 08:22 PM • 27 Dec 2023
    કોંગ્રેસની \'ન્યાય યાત્રા\' પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના પ્રહાર
    કોંગ્રેસની 'ન્યાય યાત્રા'ને લઈ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યાય આપવાનું કામ કર્યું છે, પરંતુ આ પરિવાર અને પાર્ટી એવી છે કે 60 વર્ષથી દેશને ગરીબીમાં ધકેલી દીધો અને તેને દૂર પ્રયાસ પણ કર્યો નથી. કોંગ્રેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસ યાત્રા પરથી લોકોનું ધ્યાન હટાવવા માંગે છે.
  • 06:21 PM • 27 Dec 2023
    સરકારની નીતિઓના કારણે ગુજરાતના ખેડૂતો માટે મોટી સમસ્યામાં : શક્તિસિંહ
    ગુજરાતના ખેડૂતો માટે મોટી સમસ્યા ઉભી થઈ છે ડુંગળી પકવતા ખેડૂતો સરકારની નીતિના કારણે દુખી સંગ્રહખોરો ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ડુંગળી ખરીદી રહ્યા છે ભાજપની નીતિ એવી કે ખેડૂતોના ઘરમાં ડુંગળી આવે ત્યારે નિકાસ બંધ કરે 100 રૂપિયામાં મણ (20 કિલો) ડુંગળી માર્કેટમાં વેચાય છે ગુજરાતના ખેડૂતોના હિતમાં નિકાસબંધી ઉઠાવવા માંગ નિકાસના ઉઠાવવી હોય તો નિકાસબંધી પૂર્વેના ભાવે ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદે
  • 04:44 PM • 27 Dec 2023
    ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી 29 ડિસેમ્બરે કમલમ ખાતે બેઠક યોજાશે
    આ બેઠક ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી રહેશે જેમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચા થશે પીએમ મોદીની ગુજરાત મુલાકાત અને ગત સપ્તાહે દિલ્હીમાં યોજાયેલી બેઠકના એજન્ડા પર ચર્ચા થશે ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય ખાતે એક દિવસીય બેઠક યોજાશે
  • 01:41 PM • 27 Dec 2023
    ભરૂચ જિલ્લા રિક્ષા એસોસીએશન દ્વારા હડતાળનું એલાન
    ભરૂચ જિલ્લા રિક્ષા એસોસીએશન દ્વારા ફરી એકવાર હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આજે રાત્રે 12 વાગ્યાથી જિલ્લાની હજારો રિક્ષાના પૈડાં થોભાવી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રિક્ષા સ્ટેન્ડ સહિતની માંગણી તંત્રએ ન સ્વીકારતાં હડતાળ કરશે.
  • ADVERTISEMENT

  • 01:41 PM • 27 Dec 2023
    ગુજસેલનું હેલિકોપ્ટર ફરી બગડ્યું, CMએ કારથી 300 કિમીની મુસાફરી કરી
    ગુજસેલના કારણે CMને હેરાનગતિ થઈ છે. કચ્છની મુલાકાત દરમિયાન ગુજસેલના હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા મુખ્યમંત્રીએ રોડ માર્ગે જવું પડ્યું હતું. એક મહિનામાં આ બીજી વખત છે જ્યારે ગુજસેલના કારણે મુખ્યમંત્રી પરેશાન થયા છે અને ખાવડા બોર્ડરથી ધોરડો બોર્ડર સુધી તેમને 300 કિમી રોડ માર્ગે જવું પડ્યું હતું. અગાઉ રાજ્યપાલને પણ ગુજસેલના કારણે હેરાન ગતિ ભોગવવાનો વારો આવ્યો હતો.
  • 12:29 PM • 27 Dec 2023
    ડભોઈના ધારાસભ્યના પુત્રના પેટ્રોલ પંપ પર લૂંટ
    વડોદરામાં ન્યુ વીઆઇપી રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર લૂંટના ઇરાદે સિકલિગર ટોળકી ત્રાટકી હતી. આ પેટ્રોલ પંપ ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાના પુત્રનો છે. ખુલ્લી તલવાર અને પાઇપો સહિત હથિયારો સાથે 20-25 સિક્લીગર અલગ અલગ બાઈક પર ધસી આવ્યા હતા. જેમણે પેટ્રોલ પંપના કર્મચારીઓ પર હુમલો કરીને વકરાના 80થી 90 હજાર ઝૂંટવી લીધા હોવાની માહિતી છે. તો ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે.
  • ADVERTISEMENT

  • 10:49 AM • 27 Dec 2023
    ભારત જોડો બાદ હવે Rahul Gandhi \\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\'ભારત ન્યાય યાત્રા\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\' પર નીકળશે
    આગામી 14 જાન્યુઆરીથી 20 માર્ચ સુધી રાહુલ ગાંધી ભારત ન્યાય યાત્રા પર નીકળશે. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થશે. મણીપુરથી મુંબઈ સુધી 14 રાજ્યોમાંથી નીકળતી યાત્રામાં ગુજરાતનો પણ સમાવેશ થઈ શકે છે. કોંગ્રેસ દ્વારા આ મામલે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
  • 08:46 AM • 27 Dec 2023
    નર્મદામાં ફટાકડા બનાવવા, વેચવા અને ફોડવા પર પ્રતિબંધ
    નર્મદામાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે 2024ને આવકારવા માટે ફટાકડાની ખરીદી, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. જે મુજબ સુપ્રીમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ઓછા એમિશન ઉત્પન્ન કરતા ફટાકડાને જ પરવાનગી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય, હવા પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતા ભારે ઘોંઘાટવાળા ફટાકડા પર પ્રતિબંધ રહેશે.
  • 07:12 AM • 27 Dec 2023
    GETCOના 6 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
    ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO)ની ભરતી પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે સરકાર દ્વારા તાબડતોડ પગલા ભરવામાં આવ્યા છે. જેટકોની પરીક્ષા રદ કરવા મુદ્દે એન્જીનિયર અને ડેપ્યૂટી એન્જીનિયર કક્ષાના 6 અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
  • 07:12 AM • 27 Dec 2023
    મુંબઈમાં 11 સ્થળે બોમ્બ બ્લાસ્ટની ધમકી
    મુંબઈ સ્થિત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, HDFC બેંક અને ICICI સહિતની ઘણી બેંકોને બોમ્બની ધમકી આપવામાં આવી છે. ઈમેલ દ્વારા આપવામાં આવેલી ધમકીમાં કહેવામાં આવ્યું છે કે, RBI ગવર્નર શક્તિકાંત દાસ અને નાણામંત્રી નિર્મલા સીતારમને પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. ધમકીભર્યા ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે, 11 જગ્યાએ બોમ્બ મુકવામાં આવ્યા છે.
  • 10:30 AM • 27 Dec 2023
    IND vs SA Test: પ્રથમ દિવસે ભારતે 8 વિકેટ 208 રન બનાવ્યા, રાહુલ 70 રને અણનમ
    દક્ષિણ આફ્રિકામાં બોક્સિંગ-ડે ટેસ્ટના પ્રથમ દિવસે ભારત માટે નિરાશાજનક રહ્યો હતો. મેચમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને શુભમન ગિલ જેવા બેટ્સમેનો પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે નિષ્ફળ રહ્યા હતા. કાગિસો રબાડા, ગેરાલ્ડ કોએત્ઝી, માર્કો જેન્સેન અને નાન્દ્રે બર્જરની તોફાની ફાસ્ટ બોલિંગ વચ્ચે કેએલ રાહુલ દિવસના અંત સુધી એકલો ટકી રહ્યો. એક સમયે ભારતે 107 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ રાહુલે નીચલા ક્રમના બેટ્સમેનો સાથે સમજદારીપૂર્વક બેટિંગ કરી અને દિવસના અંતે વરસાદ ફરી આવ્યો ત્યાં સુધી 70 રનની અણનમ ઇનિંગ રમી. જેના કારણે ટીમ ઈન્ડિયાએ પ્રથમ દિવસની રમતના અંતે 59 ઓવરમાં 8 વિકેટે 208 રન બનાવ્યા હતા.
follow whatsapp

ADVERTISEMENT