Gujarat News 26 February LIVE: CM ભૂપેન્દ્ર પટેલ તેલંગણામાં ચૂંટણી પ્રચાર કરશે, નર્મદા પરિક્રમમાં યુવતી લૂંટાઈ
Gujarat News 26 February LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
Gujarat News 26 February LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 10:01 AM • 26 Feb 2024રાજકોટ અમદાવાદ વચ્ચે થશે ફલાઇટ શરૂ
- 31 માર્ચથી રાજકોટ અમદાવાદ વચ્ચે ફલાઇટ શરૂ થશે
- ઇન્ડિગોની ફલાઇટ કરવામાં આવશે શરૂ
- ફલાઇટનું બુકિંગ પણ શરૂ થયું
- ફલાઇટનું ભાડું 3160 રૂપિયા જેટલું રહેશે
- અઠવાડિયામાં 6 દિવસ ઉડાન ભરશે
- રાજકોટ એરપોર્ટ પરથી 3.50 વાગ્યે ટેક ઓફ થશે જ્યારે અમદાવાદથી 2.35 વાગ્યે ટેકઓફ થશે
- 09:52 AM • 26 Feb 2024અમદાવાદનો આજે સ્થાપના દિવસ
અમદાવાદ શહેરની સ્થાપનાને આજે 613 વર્ષ પૂર્ણ થયા છે. 26 ફેબ્રુઆરી 1411ના દિવસે અમદાવાદ શહેરની સ્થાપના અહમદશાહે કરી હતી.
- 09:43 AM • 26 Feb 2024CM ભૂપેન્દ્ર પટેલ 2 દિવસના તેલંગણા પ્રવાસે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી બે દિવસના તેલંગણા પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ તેલંગણામાં ભાગ્યલક્ષ્મી કસ્ટર ખાતે ચૂંટણી પ્રચાર કરશે. આ દરમિયાન તેઓ જનસભાને સંબોધન કરશે અને ગુજરાતી સમાજ સાથે સંવાદ, બેઠક અને ભોજનના કાર્યક્રમમાં હાજરી આપશે. ખાસ છે કે, CM ભૂપેન્દ્ર પટેલની તેલંગણામાં સ્ટાર પ્રચારક તરીકે પસંદગી થઈ છે.
- 09:41 AM • 26 Feb 2024નર્મદાની પરિક્રમા કરતા યુવતી લૂંટાઈ
- નર્મદા નદી કિનારે પરિક્રમા વાસી સાથે લૂંટની ઘટના.
- મોબાઈલ અને રોકડા 40 હજારની લૂંટ થઈ
- નર્મદા મૈયા ની પરિક્રમા કરવા માટે હજારોની સંખ્યામાં લોકો આવે છે
- સ્મિતા કરુંનેસ રાગણેકર મહારાષ્ટ્રના પુનાના નર્મદા પરિક્રમા માટે આવ્યા હતા.
- રામપુરા કીડી મકોડી ઘાટ નજીક અજાણ્યો યુવક બેગ ખૂંચવી ભાગી ગયો હતો.
- 09:39 AM • 26 Feb 2024ખેડૂત આંદોલનને લઈને યમુના એક્સપ્રેસ વે પર એલર્ટ
MSP સહિતની અનેક માંગણીઓ માટે આંદોલન કરી રહેલા ખેડૂતોનો વિરોધ ચાલુ છે. પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર 13 ફેબ્રુઆરીથી ખેડૂતો ઉભા છે. દરમિયાન સંયુક્ત કિસાન મોરચા (SKM) આજે 'WTO ક્વિટ ડે' ઉજવવા જઈ રહી છે. આ અંતર્ગત ખેડૂતો બપોરે 12 થી 4 વાગ્યા સુધી રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર તેમના ટ્રેક્ટર પાર્ક કરશે. જો કે, ખેડૂતોનો દાવો છે કે આ સમયગાળા દરમિયાન ટ્રાફિક જામ થવા દેવામાં આવશે નહીં, પરંતુ તેમ છતાં પોલીસ એલર્ટ મોડ પર છે.
ADVERTISEMENT
ADVERTISEMENT