लाइव

Gujarat News 25 January LIVE: ઓસ્ટ્રેલિયામાં દુર્ઘટના, વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું રાજીનામું

ADVERTISEMENT

gujarattak
social share
google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 01:47 PM • 25 Jan 2023
    ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું
    Gujarat Politics News: લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ગુજરાતમાં પક્ષ પલટાની મૌસમ પુર બહારમાં ખીલી છે. ભૂપત ભાયાણી, ચિરાગ પટેલ બાદ હવે અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ રાજીનામું આપી દીધું છે. વડોદરાના વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પદ પરથી આજે રાજીનામું આપ્યું. સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાશે.
  • 11:44 AM • 25 Jan 2023
    ઓસ્ટ્રેલિયામાં 4 ભારતીયોના મોત
    ઓસ્ટ્રેલિયામાં દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે. જેમાં વિક્ટોરિયાના ફિલિપ આઇલેન્ડ પર ડૂબી જવાથી 4 ભારતીયોના મોત નિપજ્યાં છે. ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય હાઈ કમિશને આ માહિતી આપી છે. મળતી માહિતી અનુસાર, મૃત્યુ પામેલા લોકો એક જ પરિવારના હતા અને આ પરિવાર રજાઓ માણવા માટે ફિલિપ આઇલેન્ડ પહોંચ્યો હતો.
  • 09:55 AM • 25 Jan 2023
    ઈમેન્યુઅલ મેક્રોન ભારતના પ્રવાસે
    ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન આજથી બે દિવસીય ભારતના પ્રવાસે આવશે, 26મી જાન્યુઆરીની પરેડમાં બનશે મુખ્ય અતિથિ
  • 09:55 AM • 25 Jan 2023
    મેરી કોમનો બોક્સિંગમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય
    Mary Kom Announces Retirement: ભારતની સ્ટાર બોક્સર મેરી કોમ હવે બોક્સિંગ રમતી જોવા મળશે નહીં, કારણ કે તેણે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. મેરી કોમની આ જાહેરાતથી ફેન્સને મોટો આંચકો લાગ્યો છે. આપને જણાવી દઈએ કે, મેરી કોમ છ વખતની વર્લ્ડ ચેમ્પિયન છે. આ સિવાય મેરી કોમ 2012ની ઓલિમ્પિક ગેમ્સમાં પણ મેડલ જીતી ચૂકી છે.
  • ADVERTISEMENT

  • 06:12 AM • 25 Jan 2024
    જામનગર જિલ્લા કલેક્ટરને હાર્ટ એટેક
    જામનગર જિલ્લા કલેક્ટર બી.એ.શાહને હાર્ટઍટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ કલેક્ટરને હાર્ટઍટેક આવ્યા બાદ તેમને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ તરફ હાલ હાલ કલેક્ટર બી.એ.શાહની તબિયત સ્થિર હોવાનું પણ સામે આવ્યું છે.
follow whatsapp

ADVERTISEMENT