लाइव

Gujarat News 25 April LIVE Updates: ભારતીય વાયુસેનાનું UAV વિમાન રાજસ્થાનમાં ક્રેશ

ADVERTISEMENT

25 April Live News
25 April Live News
social share
google news

Gujarat News 25 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 11:19 AM • 25 Apr 2024
    જેસલમેરમાં વાયુસેનાનું વિમાન ક્રેશ થયું

    ભારતીય વાયુસેના (IAF) UAV વિમાન રાજસ્થાનના જેસલમેરમાં ક્રેશ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ટેકનિકલ ખામીના કારણે થઈ છે. વિમાન તેની નિયમિત ઉડાન પર હતું. આ દુર્ઘટનામાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.

  • 11:07 AM • 25 Apr 2024
    અમદાવાદથી સાળંગપુર ધામ સુધી હેલિકોપ્ટર રાઈડ શરૂ થશે

    અમદાવાદના કાંકરિયાથી સાળંગપુર મંદિર સુધી રોજની ડેઈલી હેલિકોપ્ટર રાઈડ શરૂ થશે. યાત્રા ધામ વિકાસ બોર્ડ દ્વારા મેં મહિનામાં આ હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવામાં આવશે. આ માટે સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા મંદિરથી 700 મીટરના અંતરે બે હેલિપેડ બનાવવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ આ રાઈડનું આશરે 30 હજાર જેટલું ભાડું હશે અને 6 લોકો માટે બેસી શકાય તે ક્ષમતાનું હેલિકોપ્ટર હશે. યાત્રા ધામ વિકાસ બોર્ડ દ્વારા આગામી દિવસોમાં અંબાજી, શ્રી નાથજી, પાલીતાણા, સાળંગપુર, સોમનાથ, વડનગર, નડાબેટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ તલગાજરડા સહિત યાત્રા ધામ પર હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવામાં આવશે. હેલિકોપ્ટર સેવા શરૂ થયા બાદ અમદાવાદથી માત્ર 40 મિનિટ માં સાળંગપુર મંદિર ખાતે યાત્રાળુઓ પહોંચી શકશે.

  • 10:25 AM • 25 Apr 2024
    રેલવે ફાટકની કામગીરીના પગલે મુહવા-અમરેલી નેશનલ હાઈવે બાધિત

    સાવરકુંડલાના બાઢડા નજીક રેલવે ફાટક બ્લોકની કામગીરીને કારણે મહુવાથી અમરેલી જવાનો નેશનલ હાઇવે બાધિત થયો. જેના કારણે બાઢડા રેલ્વે ફાટક પર બન્ને તરફ 2-3 કિલોમીટર વાહનોની કતારો લાગી ગઈ હતી. પરિણામે પીપાવાવ પોર્ટના મસમોટા વાહનો અને એસ.ટી બસોને ડાયવર્ટ કરવી પડી હતી. રેલ્વે તંત્ર દ્વારા અચાનક ફાટક બ્લોક કામગીરી ચાલુ કરતા નેશનલ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

  • 09:32 AM • 25 Apr 2024
    બુલેટ ટ્રેનના પહેલા ફેઝના ઉદ્ઘાટનની તારીખ સામે આવી

    અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પહેલા ફેઝનું ઉદ્ધાટન 2026માં થઈ શકે છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વીડિયો પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી છે.

     

follow whatsapp

ADVERTISEMENT