लाइव

Gujarat News LIVE Updates: અમદાવાદથી આતંકીઓ ઝડપાયા બાદ ATS એક્શનમાં, બનાવાઈ 7 સ્પેશિયલ ટીમ

ADVERTISEMENT

Live News
લાઈવ ન્યૂઝ
social share
google news

Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 05:06 PM • 24 May 2024
    જનસેવા કેન્દ્રોના સમયમાં ફેરફાર

    અમદાવાદ સહિત રાજ્યભરમાં આકરી ગરમી અને હીટવેવની આગાહી વચ્ચે નાગરિકોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં ગરમીના કારણે જનસેવા કેન્દ્રો સવારે 1 કલાક વહેલા ખુલશે. જેથી કરીને નાગરિકો આકરા તાપથી રાહત મેળવી શકે.

  • 02:42 PM • 24 May 2024
    ખેડા જિલ્લા કલેક્ટરના બંગલામાં આગ

    ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના બંગલામાં આગ લાગી હતી. નડિયાદના પીજ રોડ પર આવેલા કલેક્ટરના સરકારી બંગલામાં ACમાં વિસ્ફોટ થતાં આગ લાગી હતી. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગમાં રૂમમાં રહેલું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું છે. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સહિત મામલતદાર, ચીફ ઓફિસરનો કાફલો બંગલે પહોંચ્યો હતો.

  • 01:34 PM • 24 May 2024
    સાત જેટલી વિશેષ ટીમ પણ બનાવાઈ

    ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. એરપોર્ટ પરથી ટીમે યોગ્ય સમયે શ્રીલંકન આતંકવાદીઓેને ઝડપી લેતા ગુજરાત પરથી મોટી ઘાત ટળી છે. જોકે, આતંકીઓ શું કરવાના હતા, તે જાણવામાં પોલીસ સફળ થઈ નથી. હાલ તો ગુજરાતમાં સક્રિય બનેલા સ્લીપર સેલની તપાસ માટે એટીએસ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો કામે લાગી ગઇ છે. એટીએસ દ્વારા આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ માટે અમદાવાદ તેમજ ગુજરાતમાં સ્લીપર સેલ તરીકે કામ કરતા લોકોને ઝડપી લેવા માટે સાત જેટલી વિશેષ ટીમ પણ બનાવવામાં આવી છે. 

  • 09:59 AM • 24 May 2024
    સાબરકાંઠામાં પોલીસ અને સ્થાનિક વચ્ચે અથડામણ

    સાબરકાંઠા નજીક નેશનલ હાઈવે નંબર 8 પર અકસ્માતમાં ગામડી ગામના યુવકનું મોત નિપજતા ગ્રામજનોએ ચક્કાજામ કર્યું હતું. સ્થાનિક ગામના યુવકનું મોત થતાં ગ્રામજનોએ નેશનલ હાઈવે બંધ કર્યો હતો. જેના કારણે હાઈવેની બંન્ને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી હતી. આ અંગેની જાણ થતાં ગાભોઈ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસે ગ્રામજનોને સમજાવ્યા હતા, છતાં ગ્રામજનોએ હંગામો કરતા પોલીસે લાઠી ચાર્જ કરતા સ્થિતિ વણસી હતી. આ દરમિયાન સ્થાનિકો લાલઘુમ થઈ ગયા હતા અને પોલીસની ગાડીને આગ લગાવી દીધી હતી. 

  • ADVERTISEMENT

  • 09:48 AM • 24 May 2024
    બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે વાવાઝોડું

    ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે, બંગાળની ખાડી પરનું લૉ પ્રેશર વિસ્તાર વધુ તીવ્ર બનશે. IMDએ કહ્યું કે રવિવારે ગંભીર ચક્રવાત 'રેમલ' વાવાઝોડાના રૂપમાં બાંગ્લાદેશ અને તેની નજીકના બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે. ચક્રવાતને કારણે 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. IMDએ દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને 27 મે સુધી કિનારે પાછા ફરવા અને બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપી છે.

  • 09:48 AM • 24 May 2024
    UPના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત

    હરિયાણાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં એક ભયાનક અકસ્માતમાં વૈષ્ણોદેવી જઈ રહેલા 6 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. તો 15 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, શુક્રવાર વહેલી સવારે અંબાલામાં ભક્તોથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર અકસ્માતનો ભોગ બન્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો યુપીના બુલંદશહરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.  આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 6 લોકો મોતને ભેટ્યા છે. જેમાં કેટલાક બાળકો પણ સામેલ છે.
     

follow whatsapp

ADVERTISEMENT