लाइव

24 December Live News: સ્વરોજગારથી સ્વાભિમાનની યાત્રા PM મોદી જ કરી શકે : અમિત શાહ

ADVERTISEMENT

gujarattak
social share
google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 03:20 PM • 24 Dec 2023
    gujarattak
    gujarattak
  • 02:09 PM • 24 Dec 2023
    સ્વરોજગારથી સ્વાભિમાનની યાત્રા PM મોદી જ કરી શકે : અમિત શાહ
    આજે અમદાવાદમાં અમિત શાહે પીએમ સ્વનિધિ યોજનાના સ્નેહમિલનન કાર્યક્રમમાં હાજરી આપી હતી. એક સભાને સંબોધન કરતાં તેમણે જણાવ્યું કે, ગરીબોને 2029 સુધી અનાજ મફતમાં મળતુ રહેશે. ઉપરાંત તેમણે મોદીની ગેરંટી વિશે વાત કરતાં જણાવ્યું કે, આગામી 2024ની ચૂંટણીમાં ભાજપની એટલે કે મોદી સરકારની ભવ્ય જીત મળશે. ઉપરાંત તેમણે કહ્યું કે, સ્વરોજગારથી સ્વાભિમાનની યાત્રા PM મોદી જ કરી શકે, આ યોજન અંતર્ગત 76 લાખ લોકોને લોન આપવામાં આવી છે જેમાં 45 ટકા મહિલાઓએ પણ લોન મળી છે.
  • 01:36 PM • 24 Dec 2023
    સસ્પેન્શનના નિર્ણયને કોર્ટમાં પડકારશે WFI
    WFIને લઈ ખેલ મંત્રાલયે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. જે પ્રમાણે ખેલ મંત્રાલયએ કુશ્તી સંઘનું નવું માળખું વિખેરી નાંખ્યું. જેને લઈ હવે માહિતી મળી રહી છે કે WFI આ નિર્ણયને કોર્ટમાં પડકારશે. સૂત્રો પરથી મળતી માહિતી અનુસાર, બ્રિજભૂષણ સિંહ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મળ્યા હોવાનું સામે આવ્યું છે.
  • 12:35 PM • 24 Dec 2023
    દારૂની છૂટ આપવા મામલે કુંવરજી બાવળિયાનું મૌન
    ગાંધીનગર ગિફ્ટ સિટીમાં સરકાર દ્વારા દારૂની છૂટ આપવાને મામલે કુંવરજી બાવળિયાએ કઈ બોલવાનું ટાળ્યું આ સરકારનો વિષય છે તેમાં હું કઈ નહી બોલું તેવું કહીને ચાલતી પકડી મંત્રી કુંવરજી બાવળિયાએ બોટાદ ખાતે રાજ્ય સરકારના ગ્રાહક સુરક્ષા કાર્યક્રમમાં આપી હતી હાજરી મંત્રી કુંવરજી બાવળીયાને પત્રકારોએ પ્રશ્ન પૂછતાં દારૂ મામલે જવાબ આપવાનું ટાળ્યું
  • ADVERTISEMENT

  • 12:35 PM • 24 Dec 2023
    પાલનપુરના ખેમાણા ટોલટેક્ષ ઉપર રાત્રી દરમિયાન તોફાની તત્વોનો આતંક
    ટોલ આપવા બાબતની બબાલને લઈને ટોળાયે લાકડીઓ અને ધોકા વડે ટોલકર્મી ઉપર કર્યો હુમલો. હુમલાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે હિંસંક હુમલામાં ટોલકર્મી ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હુમલાખોરોએ ટોલટેક્ષ ઉપર પણ કરી તોડફોડ ટોલટેક્સથી થોડે દૂર પોલીસ મથક હોવા છતાં હુમલાખોરો ને પોલીસ નો નથી કોઈ ડર પાલનપુર તાલુકા પોલીસના પેટ્રોલિંગના દાવા પોકળ થયા સાબિત પાલનપુર તાલુકા પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
  • 09:09 AM • 24 Dec 2023
    ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં મૃત્યુઆંક 20 હજારને પાર
    ઈઝરાયેલ-હમાસ વચ્ચે હજુ પણ યુદ્ધ ચાલી રહ્યું છે. ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલાઓ હજુ પણ શરૂ છે. છેલ્લા 24 કલાકમાં 200 થી વધુ લોકોના મોત થયાની માહિતી મળી રહી છે. અત્યાર સુધીમાં મૃત્યુઆંક 20 હજારને પાર કરી ગયો છે.
  • ADVERTISEMENT

  • 09:09 AM • 24 Dec 2023
    કેરળ કેબિનેટમાં ફેરબદલ, બે મંત્રીઓના રાજીનામાં
    કેરળ કેબિનેટમાં મોટા ફેરબદલના સમાચાર મળી રહ્યા છે. કેરળના પરિવહન મંત્રી એન્ટની રાજુ અને બંદર મંત્રી અહેમદ દેવરકોવિલે સીએમ પિનરાઈ વિજયનને તેમના રાજીનામા સુપરત કર્યા છે. કેબી ગણેશ કુમાર અને કદનપ્પલ્લી રામચંદ્રન નવા મંત્રી તરીકે શપથ લેશે.
  • 07:21 AM • 24 Dec 2023
    ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે
    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે.અમિત શાહ કલોલ ખાતે હિન્દૂ એકતા સંમેલનમાં ભાગ લેશે. આ પહેલા SPG ગ્રુપ દ્વારા નવનિર્મિત 15 ફૂટ ઊંચી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરશે.આ કાર્યક્રમમાં કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે.
  • 07:21 AM • 24 Dec 2023
    800 વીઘામાં ઊભું કરાયું નંદધામ
    Ahirani Maharas Dwarka: આજે 24 ડિસેમ્બરના રોજ યાત્રાધામ દ્વારકામાં અખિલ ભારતીય આહિરાણી મહારાસનું ભવ્ય આયોજન. અંદાજે 37 હજારથી વધુ આહિર બહેનો પોતાના પારંપરિક ડ્રેસ પહેરી કાળિયા ઠાકોરની રાજધાની દ્વારકામાં કૃષ્ણ ભક્તિમાં લીન બની મહારાસ રમવા આજે વહેલી સવારથી આહીર સમાજ ઉમટી રહ્યો છે.દ્વારકા ખાતે નાગેશ્વર રોડ પર 800 વીઘા જમીનમાં ભવ્ય નંદ ધામ ઉભું કરવામાં આવ્યું છે. જેમાં વિશાળ ડોમ તેમજ એક સાથે એક લાખથી પણ વધુ લોકો જમી શકે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે.
  • 08:30 AM • 24 Dec 2023
    તાઈવાનમાં ભૂકંપના જોરદાર આંચકા
    તાઈવાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિકટર સ્કેલ પર 6.3ની તીવ્રતા નોંધાઈ છે.થોડા દિવસો પહેલા તાઈવાનના પૂર્વ કિનારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ત્યારે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી હતી.
follow whatsapp

ADVERTISEMENT