लाइव

Gujarat News 24 April LIVE Updates: બનાસકાંઠામાં પેપર મિલમાં ગેસ લિકેજથી 2 મજૂરોના મોત

ADVERTISEMENT

24 April Live News
24 April Live News
social share
google news

Gujarat News 24 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 10:35 AM • 24 Apr 2024
    સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાવ્યું

    સુરેન્દ્રનગર લોકસભા માટે બનાવામાં આવેલ ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજના યુવકોએ કાર્યાલય ખાલી કરવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું. જે બાદ ક્ષત્રિય સમાજની જગ્યાથી મધ્યસ્થ કાર્યાલયને ખાલી કરીને અન્ય સ્થળે લઈ જવામાં આવ્યું છે.
     

  • 10:03 AM • 24 Apr 2024
    શામળાજી-અમદાવાદ નેશનલ હાઇવે પર કાર સળગી

    અરવલ્લી: મોડાસા તાલુકાના રાજેન્દ્રનગર ચોકડી નજીક શામળાજી-અમદાવાદ નેશનલ હાઇવે પર એક કારમાં કોઈ કારણોસર આગ ભભૂકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારમાં આગ લાગતા મોડાસા નગર પાલિકાની ફાયર ટીમને કોલ મળ્યો હતો. જેથી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. સદનસીબે દુર્ઘટનામાં મોટી જાનહાની ટળી હતી.

  • 09:47 AM • 24 Apr 2024
    ગુજરાતમાં ગરમીનો પારો આજે 42 ડિગ્રીને પાર પહોંચી શકે

    ગુજરાતમાં આજે ગરમીનો પારે 42 ડિગ્રીને પાર પહોંચી શકે છે. અમદાવાદમાં તાપમાન 41થી 42 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. 

  • 09:42 AM • 24 Apr 2024
    બનાસકાંઠામાં પેપર મિલમાં ગેસ લિકેજથી 2 મજૂરોના મોત

    બનાસકાંઠા: પાલનપુર-ડીસા હાઈવે પર રાત્રે પેપર મિલમાં ગેસ લિકેજની ઘટના બની. કુવામાં સફાઈ કરતા સમયે 4 મજૂરો અંદર પડી ગયા હતા. કુવામાં ગેસ હોવાના કારણે 3 મજૂરો બેભાન થઈ ગયા હતા. અડધા કલાક બાદ મજૂરોને કુવામાંથી બહાર કાઢીને સારવાર માટે લઈ જવામાં આવ્યા. જોકે સારવાર દરમિયાન બે મજૂરોના મોત થઈ ગયા, જ્યારે અન્ય બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. 

follow whatsapp

ADVERTISEMENT