Gujarat News LIVE Updates: સુરેન્દ્રનગરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી, 10 દિવસમાં મુળી પંથકમાં હત્યાનો બીજો બનાવ
Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 04:08 PM • 23 May 2024સમઢીયાળા ગામે તળાવમાં ડૂબ્યા 2 યુવકો
બોટાદના સમઢીયાળા નંબર - 2 ગામે તળાવમાં બે યુવકોના ડૂબી જતાં મોત થયા છે. સમઢીયાળા ગામે તળાવમાં બરવાળાથી 4 યુવકો ન્હાવા આવ્યા હતા. બે યુવકો તળાવમાં ન્હાવા પડેલા અને બે યુવકો બહાર હતા. તળાવમાં ન્હાવા પડેલા બે યુવકો પાણીમાં ડુબી જવાથી મોત થયા છે. ઘટનાની જાણ થતાં બોટાદ રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોચી બંને યુવકોના મૃતદેહ બહાર કાઢી પીએમ માટે ખસેડાયા.
- 03:59 PM • 23 May 2024શિવા વાલા ધાખડાની કાર પર ફાયરિંગ
અમરેલી જિલ્લાના માથાભારે શખ્સ શિવા વાલા ધાખડાની કાર પર ફાયરિંગ કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શિવા વાલા ધાખડા પર જૂની અદાવતને લઈને 2 કારમાં આવેલા પહુ વરું, મયુર વરું, સંજય વરું સહિત 6 થી 8 શખ્સો દ્વારા ફાયરિંગ કરાયું હોવાનું રીલ્સમાં શિવા ધાખડાએ લખ્યું છે.
- 11:43 AM • 23 May 2024ખેતીવાડી વિભાગનું સરપ્રાઇઝ ચેકીંગ
અમરેલી જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરાયું, ખેતીવાડી વિભાગ દ્વારા જંતુનાશક દવાઓ, બિયારણ અને ખાતરનું ચેકીંગ હાથ ધરાયું. શંકાસ્પદ બિયારણના નમુના લઈને ખેતીવાડી વિભાગના નિયામકે શરૂ કરી કાર્યવાહી, અમરેલી જિલ્લામાં 1 હજાર ખાતર બિયારણ વિક્રેતાના લાયસન્સ ધારકોમાં ફફડાટ, પોરબંદર અને અમરેલી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાભરમાં ચેકીંગ હાથ ધરાયું.
- 11:13 AM • 23 May 2024ગરમીના કારણે સુરતમાં 10ના મોત
સુરતમાં છેલ્લા 24 કલાકમાં ગભરાણ બાદ અચાનક બેભાન થયા બાદ 10 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ 10 લોકોમાંથી એક વ્યક્તિનું હીટસ્ટ્રોકના કારણે દુઃખદ અવસાન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો અન્ય મૃતકોના મૃત્યુ પાછળનું કારણ જાણવા સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. બીજી બાજુ શહેરની હોસ્પિટલમાં 12 લોકોને સારવાર અપાઈ રહી છે. સિવિલમાં 8 દર્દીઓ અને સ્મીમેરમાં 4 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. સુરત સવાય વડોદરામાં પણ છેલ્લા 7 દિવસમાં 19 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
- 11:07 AM • 23 May 2024જી.જી હોસ્પિટલની ગંભીર બેદરકારી
જામનગરની જી.જી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલના ઓપરેશન થયેટરની બહાર શ્વાન માસ ખાતો હોવાની ઘટના સામે આવી છે. જેની તસવીરો અને વીડિયો વાયરલ થયા બાદ હોસ્પિટલ તંત્ર એક્શનમાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, અગાઉ ઢોર-શ્વાન હોસ્પિટલની લોબીમાં આંટાફેરા મારતા હોવાની અનેક ઘટનાઓ બની ચૂકી છે. નવી બિલ્ડિંગમાં સર્જીકલ વિભાગના ઓપરેશન થીયેટરમાં શ્વાન બિન્દાસ્ત આંટાફેરા કરતો મળતા અને શ્વાન માસનો લોચો પણ ઓપરેશન થિયેટર માંથી લાવો પલંગ નીચે ખાતો હોવાની ઘટના સામે આવતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે.
- 09:37 AM • 23 May 2024દિનેશ કાર્તિકે લીધો સંન્યાસ
બુધવારની રાત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે નિરાશામાં ફેરવાઈ, જ્યારે રાજસ્થાન રોયલ્સ (RR)એ RCB ને 4 વિકેટથી હરાવ્યું અને ટાઈટલની રેસમાંથી બહાર કરી દીધું. આરસીબી (RCB)એ આ સિઝનમાં ચોથા સ્થાને તેની સફર પૂરી કરી. આ સાથે ટીમના સિનિયર વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક (Dinesh Karthik)એ સંન્યાસ લેવાનો સંકેત આપ્યો છે. જોકે, કાર્તિકે હજુ સુધી આ પ્રકારની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ ગઈકાલે રાત્રે મેચ પૂરી થયા બાદ જે રીતે તેમણે મેદાનમાંથી વિદાય લીધી તે સંકેત માનવામાં આવી રહ્યો છે કે દિનેશ કાર્તિકે હવે IPL માંથી સંન્યાસ લઈ લીધો છે.
- 09:08 AM • 23 May 2024સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક હત્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી કથળી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના લિયા ગામે યુવકની હત્યા થતાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લા 10 દિવસમાં મુળી પંથકમાં 2 હત્યાના બનાવોથી આખો જિલ્લો હચમચી ઉઠ્યો છે. સોહિલ નામનો યુવક પિતાની પ્રેમીકાને સમજાવા ગયો હતો. આ દરમિયાન સોહિલ પર પથ્થર મારો અને કુવાડીના ઘા જીકી હત્યા કરવામાં આવી હતી. આ અંગેની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે 5 ઈસમો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT